નહીં થાય સ્વાસ લેવા માં તકલીફ, જો આ રીતે રાખશો ફેફસા ની કાળજી

Image Source

હાલના સમયમાં, કોરોના વાયરસથી દુનિયામાં ભય નો માહોલ સર્જાયો છે. ત્યાં જ ફલૂ અને વાયુ પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓ દિવસેને દિવસે લોકો ની ચિંતા વધારી રહી છે.

ડોક્ટર અને આયુર્વેદિક પ્રેક્ટિશનર દીપા આપ્ટેના જણાવ્યા અનુસાર કોઈ પણ ઋતુ માં ફલૂ જ નહીં પરંતુ અસ્થમા, એલર્જી અને શ્વાસનળીનો સોજો ફેફસાં માટે ખતરનાક હોઈ શકે છે. આ રોગો સ્ટ્રોકનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, આયુર્વેદિક ડોક્ટર દીપ આપ્ટે ફેફસાંની સંભાળ રાખવાની શ્રેષ્ઠ રીતો સૂચવી છે.

ખાલી પેટે ગરમ તલના તેલ ના કોગળા કરવા.

ડો.દીપાએ સૂચવ્યું છે કે સવારે ખાલી પેટે ગરમ તલના તેલ થી કોગળા કરો. આ માટે, એક થી બે ચમચી ગરમ તલનું તેલ લો અને તેને બેથી ત્રણ મિનિટ સુધી કોગળા કરો. આ પછી, ટૂથબ્રશ કરો. તે હવાના પ્રદૂષણથી થતાં મોંની શુષ્કતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

Image Source

અસરકારક આયુર્વેદિક ઉપચાર ત્રિફલા નો ઉકાળો

ફેફસાંને સુરક્ષિત રાખવા માટે બીજી અસરકારક આયુર્વેદિક સારવાર છે ત્રિફલા નો કાઢો માઉથવોશ.  તે  તમે સવારે ખાલી પેટે  ત્રિફલાના બનાવેલા ઉકાળો સાથે માઉથવોશ કરો છો. ત્રિફલામાં એંટિ ઇનફ્લેમેટ્રી  અને એંટિઓક્સાઇડ ગુણધર્મો હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. 100 ગ્રામ ત્રિફલાને 1000 મિલી પાણીમાં ઉકાળો ત્યાં સુધી ઉકાળો કે તે અડધુ ન થાય. આ મિશ્રણને બેથી ત્રણ મોટી ચમચી જેટલું લઈ ને કોગળા કરો.

નસ્ય તેલ અથવા સાદા બિંદુ તેલનો ઉપયોગ કરો

નસ્ય અથવા સાદા બિંદુ તેલનો ઉપયોગ મોટેભાગે બંધ નાક ખોલવા માટે થાય છે. ડોક્ટર દીપાના જણાવ્યા મુજબ ઘર છોડતા પહેલા આ તેલનો ઉપયોગ કરો. ડૉક્ટર કહેવા મુજબ આ તેલના બે ટીપા નાકમાં નાખવાથી શ્વાસ સરળતા થી લેવાય છે.

શ્વાસની નિયમિત કસરતો કરો

ફેફસાંને સ્વસ્થ બનાવવા માટે, તમે નિયમિત રીતે શ્વાસની કસરત કરો તે મહત્વનું છે. આ માટે, કપાલભાતી અને ભસ્ત્રિકા શ્વાસ યોગ ખૂબ ઉપયોગી છે.

તુલસીના પાન

ડોક્ટર દીપાના જણાવ્યા મુજબ તુલસીના પાંદડાથી આપણી ઇમ્યુનિટી વધારવાની સાથે ફેફસાંનું આયુષ્ય વધે છે. તેથી, સવારના નાસ્તામાં 2-3 તુલસીના પાનનું સેવન કરવું અગત્યનું છે કારણ કે તેમાં ઇમ્યુનોમોડ્યુલેટરી, એન્ટિટ્યુસિવ અને કફનાશક ગુણધર્મો છે જે શ્વાસ ને લગતા રોગને દૂર રાખે છે.

ખાસ નોંધ : ઉપરોક્ત જણાવેલ દરેક ઉપાય ને કરતાં પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment