મીઠા લીમડા ના પાન નો રસ વજન ઘટાડવા ની સાથે બીજી ઘણી બીમારીઓ ને દૂર કરવામાં મદદગાર છે, તેના ફાયદા જાણો

મીઠા લીમડા ના પાંદડા ભારતીય રસોડામાં ખૂબ વપરાય છે.  પરંતુ શું તમે જાણો છો કે ખોરાકમાં વપરાયેલી આ વસ્તુના આપણા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા છે. લોહીમાં ગ્લુકોઝના પ્રમાણને સંતુલિત કરવા, પાચન તંત્રને સ્વસ્થ રાખવા અને ઘણી શારીરિક સમસ્યાઓમાં રાહત આપવા માટે મીઠા લીમડા ના પાંદડા અસરકારક છે. દરરોજ તેના રસનું સેવન કરવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થાય છે.

કેવી રીતે બનાવવો રસ

મીઠા લીમડા ના પાન હાઈ ફ્લેમ પર ઉકાળો.  5 મિનિટ ઉકાળ્યા પછી, તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને, તમે તેને રસ અથવા ચા તરીકે પી શકો છો.

વાળ માટે ફાયદાકારક 

 આ મીઠા લીમડાના પાન તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેમજ આ મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી આપણે આપણા વાળને મૂળમાંથી મજબૂત બનાવી શકીએ છીએ તથા કુદરતી રીતે કાળા પણ બનાવી શકીએ છીએ. અને ખરતા વાળની સમસ્યામાંથી પણ બચી શકીએ છીએ અને તેમજ તમારા તમામ વાળની સમસ્યાઓને દૂર કરવા માટે સૌપ્રથમ મીઠા લીમડાના પાન લઇ અને ત્યારબાદ તેને પાણીની અંદર એટલા ઉકાળો કે જેથી કરીને આ પાન પાણીની અંદર બરાબર ભળી જાય અને ત્યારબાદ પાણીનો રંગ એકદમ લીલો થઇ જાય ત્યારબાદ આ મિશ્રણને તમારા વાળમાં 15થી 20 મિનિટ સુધી લગાવી રાખો અને આવું કર્યા બાદ તમે પાણીથી તેને ધોઇ નાખો.

તેમજ અહીંયા કહેવામા આવ્યું છે કે આ રીતે જ તમારે અઠવાડિયામાં બે વખત તમારા વાળ ની અંદર આ મિશ્રણને માલિશ કરવાના કારણે તમારા વાળને  ફાયદો થશે અને તમારા વાળ સારા રહેશે,  અડધા કપ જેટલા મીઠા લીમડાના પાનને દહીં સાથે પીસીને આ મિશ્રણને તમારા વાળ પર લગાવી ત્યારબાદ થોડા સમય પછી તમારા વાળને ધોઈ લો આમ કરવાથી પણ તમારા વાળને ઘણો ફાયદો થશે અને તમારા વાળ સુંદર અને મુલાયમ બનશે.

વજન ઘટાડવામાં પણ મીઠા લીમડાનો ઉપયોગ.

તમને આ જાણીને નવાઈ લાગશે કે મીઠા લીમડાનો ઉપયોગ કરીને તમે તમારું વજન ઘટાડી શકો છો તો હા ખરેખર આ સાચું છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ આ મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોયછે.તેનું સેવન કરવાના કારણે તે તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરે છે અને તેની સાથે જ તે તમારા શરીરની અંદર જમા થયેલા વધારાના કચરાને બહાર ફેંકવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી જ મીઠા લીમડાનું સેવન તમારા શરીરમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે કે જેથી કરીને તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે તો આ માટે તમારે આનો ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે.

હદયની બીમારીમાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવો.

મીઠા લીમડાના પાન આપણા શરીરની અંદર લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.જે આપણે હદયને લગતી અનેક બીમારીઓથી છુટકારો મળે છે અને તેમાંથી આપણે મુક્ત થઈએ છીએ તેમજ સામાન્ય રીતે જ્યારે આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ જમા થતું હોય છે તો આવા સમયે દરમિયાન આપણા હદયને લગતી બીમારીઓ નો ખતરો વધતો જાય છે પણ તેની સાથે એવું પણ જણાવ્યું છે કે આ મીઠા લીમડાના પાન ની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે અને તેમજ જે તમારા શરીરની અંદર જમા થયેલ કોલેસ્ટ્રોલની ઓક્સીડેશન થતા અટકાવે છે કે જેથી કરીને શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધતી નથી અને તમે હદય ને લગતી અનેક બીમારીઓથી દૂર રહી શકો છો.

એનેમિયાથી બચવા મીઠા લીમડાનો ઉપયોગ

 એનીમિયા શરીરની અંદર લોહીની ઉણપના કારણે થતો નથી, પરંતુ જો શરીરની અંદર આયનને શોષી લેવાની અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની શક્તિ ઘટી જાય છે ત્યારે પણ એનિમિયા ની સમસ્યા સર્જાતી હોય છે. એનિમિયાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મીઠા લીમડાના પાન સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે. મીઠા લીમડા ના પાન ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે. મીઠા લીમડાના પાન આપણા શરીરની અંદર આયર્ન અને ફોલિક એસિડ શોષવામાં મદદરૂપ સાબિત થાય છે. જેથી કરીને શરીરની અંદર લોહીની ઉણપ હોય તો તે પણ દૂર થઈ જાય છે. એનીમિયાના દર્દીઓ ને જો દરરોજ એક ખજૂર અને ત્રણ મીઠા લીમડાના પાન સવારે ખાલી પેટ આપવામાં આવે તો તેના કારણે શરીરની અંદર લોહી અને આયર્ન ની માત્રા વધી જાય છે.

ડાયાબિટીસને દૂર કરવામાં પણ મીઠા લીમડાનો ઉપયોગ થાય છે.

તે ડાયાબિટીસને પણ દૂર કરે છે એ મીઠો લીમડો અને તેમજ આ મીઠા લીમડા ની અંદર અનેક પ્રકારના એન્ટી ડાયાબીટીક એજન્ટ હોય છે તેવું માનવામાં આવે છે અને તેમજ જે તમારા શરીરની અંદર ઇન્સ્યુલિનની ગતિવિધીઓને પ્રભાવિત કરી તમારા શરીરની અંદર બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને કહેવામા આવ્યું છે કે આ ઉપરાંત મીઠા લીમડાની અંદર રહેલું ફાઇબર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે.

જો પાચનની સિસ્ટમ યોગ્ય હોય તો શરીરમાં ચરબી એકઠી નહીં થાય. જેના કારણે વજન ઝડપથી ઘટશે. તેને પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.

તેઓ ગર્ભાવસ્થા દરમિયાન અગવડતા અને ઉબકા જેવી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે ખૂબ અસરકારક છે.  તેઓ પાચનતંત્રમાં પાચક રસનો સ્ત્રાવ વધારે છે અને આ રીતે ઉલટી થવી અને બેચેનીની લાગણીથી રાહત મળે છે.

તેનું સેવન કરવાથી શરીર કુદરતી રીતે ડિટોક્સ કરે છે.લીમડા ના પાન ખાવાથી શરીર શુદ્ધ થાય છે અને નુકસાનકારક પદાર્થો દૂર થાય છે. તેનું સેવન કરવાથી કેલરી ઝડપથી બળી જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment