ખાંસી ની દવા લેવા દુકાને થોડું જવાય એ તો રસોડા માં જ છે. તો આ રહી દવા

ખાંસી  ના ઘરેલુ ઉપચાર અને તેની અચૂક દવા દરેક ને જાણવી હોય છે, લોકો ખાંસી ની ગોળી કે સૂકી ખાંસી નો  કે કફ વાળી ખાંસી નો ઘરેલુ  ઉપચાર અચૂક શોધતા હોય છે.

ખાંસી ના ઘરેલુ ઉપચાર અને ઉપાય

ખાંસી ની અચૂક દવા દરેક વ્યક્તિ ને જાણવી હોય  છે, લોકો મોટાભાગે ખાંસી ના લીધે હેરાન પરેશાન થઈ જાય છે, પણ ખબર નથી પડતી કે સૂકી ખાંસી ના લક્ષણો કેવી રીતે ઓળખવા.લોકો આધુનિક દવાઓ કે ઘરેલુ આયુર્વેદ ની દવા શોધતા હોય છે પરંતુ એ પહેલા આપણે ખાંસી ના લક્ષણો ની  જાણકારી હોવી જોઈએ.તો ચાલો આજે તમને જણાવીએ કે ખાંસી ની  રામબાણ ઘરેલુ યુક્તિઓ અને અંગ્રેજી દવાઓ ને પાછળ મૂકી દે તેવા ઉપાયો.આ ઉપાયો જો તમે ખાંસી થી પરેશાન છો તો તમને તેનાથી રાહત કરી આપશે.

તો જેઓ આવી અંગ્રેજી દવાઑ નો ઉપયોગ ન કરી ને આયુર્વેદ ના ઉપાયો કરવા માંગે છે તો તેમને અમે કરીશું મદદ, ને ખાંસી ને ભગાડવા માટે એવો ઉપાય બતાવીશુ કે તમે ખાંસી થી દૂર રહી શકશો.ને એ ઉપાય ખાંસી ની દવા કે ઘરનો રામબાણ ઈલાજ સાબિત થશે.

ખાંસી ના દસ ઘરેલુ ઉપાય

૧. ખાંસી ની અસરકારક દવા માટે તમે ગરમ પાણી અને મીઠું લઈ શકો છો. આ ઉપાય માટે તમે નવશેકા ગરમ પાણી માં ચપટીક મીઠું નાખી ને તેના કોગળા કરી શકો છો.આમ કરવાથી તમને ખાંસી ના લીધે જે દુખાવો થતો હોય છે તેમાં રાહત થાય છે.

૨. આમળા ને ખાંસી રોકવાના ઉપાય માં ખૂબ મહત્વ આપવામાં આવે છે.આમળા માં વિટામિન સી હોય છે જે શરીરમાં લોહીના રક્ત સંચાર ને કાબૂ માં રાખે છે, રોજીદા ખાન પાન માં આમળા નો ઉમેરો કરવાથી તે શરીર માં રોગ પ્રતિકારક શક્તિ માં  વધારો કરે છે.

૩. અડધી ચમચી મધ માં એક ચપટી ઇલાયચી અને થોડોક લીંબુ નો રસ નાખો, આ મિશ્રણ ને દિવસમાં બે થી ત્રણ વખત લો.આ ઘરેલુ ઉપાય ખાંસી નો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે એમ છે.

૪. ખાંસી માટે લોકો અંગ્રેજી દવા તો ઘણી બધી લેતા હોય છે પરંતુ તેનાથી ઊંઘ આવી જતી હોય છે, ને તેના સાઈડ ઇફફેક્ટ પાન ઘણા  છે.આની જગ્યાએ તમે હળદર વાળું દૂધ લઈ શકો છે. હળદર માં એંટી વાઇરલ અને એંટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે કોઈપણ જાતના બીમારી ના સંક્રમણમાં લડવા માટે મદદ કરે છે. તો આપના રસોડા ની હાથવગી દવા તરીકે આપ હળદર વાળું દૂધ લઈ શકો છો.

૫.લસણ પણ ખાંસી ને રોકવા માં ગણી રીતે ફાયદાકારક છે, પરંતુ તમારે ખાંસી રોકવા માટે લસણ ને ઘી માં શેકીને ગરમા ગરમ ખાવું પડશે.

૬.જો તમે ખાંસી થી કંટાળયા છો તો આદું નો રસ પીવો, ને આનો વધુ ફાયદો મેળવવા તમે આદું ના રસ માં મધ ઉમેરીને પી શકો છો.

૭.જેમ કે અમે પહેલા જણાવ્યુ છે કે આદું અને મીઠું બંને ખાંસી થી થતાં ગળા ના દુખાવા માં રાહત આપે છે.પણ જો બંને ને સાથે ખાવા માં આવે તો એ વધારે ફાયદાકારક નીકળી  શકે એમ છે.તમારે આ બંને ને સાથે ખાવા માટે ફક્ત આદું ના ટુકડા ઉપર મીઠું ભભરાવીને ખાવાનું છે.

૮.દાડમ નો રસ પણ ખાંસી ને રોકવા માં મદદ કરે છે.પરંતુ આના માટે તમારે ફક્ત દાડમ નો રસ એકલો નહીં પણ સાથે પીપડી પાઉડર અને આદું પણ નાખવું પડશે.

૯.ખાંસી ની સાથે ઘણીવાર કફ પણ થઈ જતો હોય છે, આ બેચેની અને દુખાવો પેદા કરે છે.આના ઉપાય માં તમે કાળી મિર્ચ ને ઘી માં મેળવી ને લઈ શકો છો, આના પ્રયોગ થી ઘણી રાહત મળી રહેશે.

૧૦, ખાંસી થી બચવા ના ખાસ પ્રયોગ માં ઘર આંગણે રાખવામા આવતી તુલસી ઘણી જ ઉપયોગી સાબિત થાય છે, તમે તુલસી સાથે ફૂદીનો, આદું નો ઉપયોગ કરી ઉકાળો બનાવી  તેને પી શકો છો, આ ખાંસી માં ઘણી રાહત આપે તેમ છે.

આમ આપના રોજીદા જીવનમાં વપરાતા મસાલા ઑ જ આપના માટે દવાનું કામ કરે છે ને ખાંસી શરદી જેવા રોગો માં ફાયદો કરે છે.. તેથી અમે કહીયે છે કે આપે શરદી ખાંસી જેવા રોગો માં દવા લેવા માટે બહાર જવાની જરૂર નથી ,ફક્ત બે પગલાં માંડીને રસોડા તરફ જવાનું જરૂર છે.આપણું રસોડુ આયુર્વે દ ની ઔષધીઓ  થી ભરેલું છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment