કેરી એક ઉત્તમ, સ્વાદિષ્ટ અને ગુણકારી ફળ છે, જાણો કેરી ખાવાથી થતા આ 25 ફાયદાઓ વિશે.

Image Source

કેરી ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે, કેન્સરના દર્દીઓ માટે કેરી ખૂબ જ ફાયદાકારક છે.

ત્વચાને સ્વસ્થ બનાવે છે અને ત્વચાને તાજગી સભર રાખે છે.

આંખોના તેજમાં વધારો કરે છે.

Image Source

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયક હોય છે.

સેક્સ લાઈફને સફળ બનાવે છે.

પાચનશક્તિને મજબૂત બનાવે છે, કેરી ખાવી દરેક રીતે ફાયદાકારક છે.

ચાલો કેરીના ફાયદાઓ વિશે જાણીએ”

વધારે પરસેવો આવે ત્યારે:

કેરીની ગિરીને શેકીને પીસીને શરીર પર ઘસીને થોડા સમય પછી સ્નાન કરવાથી વધારે પરસેવો આવવાની વિકૃતિ દૂર થાય છે.

Image Source

ચાંદાનો દૂષિત સ્ત્રાવ:

કેરીના ફળને વૃક્ષની ડાળી પરથી તોડતી વખતે જે દુગ્ધ રસ નીકળે છે તેને દાંત પર લગાવવાથી ચાંદા પડે તે દરમિયાન દૂષિત સ્ત્રાવ નીકળી જવાથી ઘણા લાભ થાય છે.

ગળાના અવાજને સરખો કરે છે:

કેરીના પાનને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો, આ ઉકાળાને ગાળીને મધ ભેળવી હળવું ગરમ-ગરમ પીવાથી સ્વરભેદ, ગળું ખરાબ જેવી વિકૃતિ દૂર થાય છે.

કેરીના પાપડના ફાયદા:

કેરીના ટુકડાને કોઈ કાપડ કે ચટાઈમાં ફેલાવીને તડકામાં સૂકવીને આમ્રવર્ત તથા પાપડ બનાવવામાં આવે છે. આમ્રવર્તના સેવનથી પોષ્ટબદ્ધતા દૂર થાય છે. આમ્રવર્ત વમન ઉલટી પણ રોકે છે. તરસ છિપાવે છે અને વાયુ તથા પિતની વિકૃતિનું નિવારણ કરે છે.

Image Source

દાદર અને ઉષ્ણતા:

કેરીની ગોટલીને થોડી પીસીને શરીરના જુદા જુદા ભાગોમાં ઘસવાથી દાદર, ઉષ્ણતા દૂર થાય છે.

પીનસ રોગને દૂર કરે છે:

કેરીના મોરનો રસ કાઢીને તેના ટીપા નાકમાં નાખવાથી પીનસ રોગમાં રાહત મળે છે.

Image Source

અર્શ રોગ:

કેરીના પાનનો રસ અને જાંબુના પાનનો રસ 5-5 ગ્રામ લઈને તેમાં દૂધ અને ખાંડ ભેળવીને પીવાથી અર્શ રોગમાં ખૂબ લાભ મળે છે.

ગર્ભાવસ્થામાં ઉલટી થવી:

કેરીનો રસ ગુલાબનો અર્ક, ચૂનાનું નીતર્યું પાણી અને ગ્લુકોઝ બધી વસ્તુઓ 50-50 ગ્રામ ભેળવીને થોડું થોડું પીવાથી ગર્ભાવસ્થામાં ઊલટીની સમસ્યા દૂર થાય છે.

ગર્ભધારણ કરવા માટે:

રવિવારના દિવસે કેરીના વૃક્ષના મૂળને લાકડા ચંદનની જેમ પીસીને થોડી ખાંડ ભેળવીને ઋતુસ્ત્રાવના દિવસો દરમિયાન બે અઠવાડિયા સુધી સેવન કરવાથી સ્ત્રીઓ ગર્ભધારણ કરે છે.

અનિંદ્રાની ફરિયાદમાં:

પાકેલી મીઠી કેરીને ચૂસીને ખાધા પછી ભેંસનું દૂધ પીવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. ખૂબ ઊંડી ઊંઘ આવે છે.

પાચન શક્તિ વધારવા માટે:

કેરી ચૂસીને ખાવાથી કે કેરીને કાપીને થોડું સિંઘવ મીઠું ભેળવીને ખાવાથી પાચનશક્તિ ઝડપથી વધે છે. કેરી અને જાંબુના પાનને ભેળવીને તેમાં સિંધવ મીઠું ભેળવી સેવન કરવાથી ઉલટી અને તરસની સમસ્યા દૂર થાય છે.

બાળકોનું અતિસાર દસ્ત:

કેરીની ગિરી પાણીમાં પીસીને નાભિની આજુબાજુ લેપ લગાવવાથી બાળકોના અતિસાર દસ્તમાં ખૂબ લાભ થાય છે.

કાનના દુખાવામાં સારવાર:

કેરી, જાંબુ, મહુડી અને વડના કૂણાં પાનને થોડા પીસીને દસ ગ્રામ મિશ્રણને ચાલીસ ગ્રામ તલના તેલ સાથે પકાવો. જ્યારે મિશ્રણ બળી જાય ત્યારે તેલને ગાળીને શીશીમાં ભરીને રાખી દો, આ તેલને હળવું ગરમ કરી ટીપુ ટીપુ કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને કાનમાંથી લોહી નિકળતું બંધ થઈ જાય છે.

Image Source

દસ્ત સાથે લોહી આવે ત્યારે:

કેરીના પાનને પીસીને તેનો રસ કાઢીને, કેરીના પાનના 20 ગ્રામ રસમાં મધ 10 ગ્રામ અને ઘી પાંચ ગ્રામ દૂધમાં ભેળવીને ખાવાથી અતિસાર દસ્તમાં લોહી નીકળવાની વિકૃતિ દૂર થાય છે. ઘી અને મધ સરખી માત્રામાં લેવાં નહીં.

કેરીની ગિરીને પીસીને ચૂર્ણ બનાવીને 7-8 ગ્રામ માત્રા સુધી મઠ સાથે સેવન કરવાથી લોહી અતિસાર દસ્તમા ખૂબ લાભ થાય છે. ગિરીના આ ચૂર્ણને ચોખા સાથે ખાવાથી પણ લાભ થાય છે.

મરડો સાથે દસ્ત આવે ત્યારે:

કેરીની ગોટલીની અંદરની ગીરિને પીસીને 10 ગ્રામ માત્રામાં દહીં સાથે ખાવાથી મરડાના દસ્તમાં લાભ થાય છે.

Image Source

તિલ્લી વધવાની સમસ્યા:

કેરીના રસમાં મધ ભેળવીને ખાવાથી પ્લિહા વૃદ્ધિ, તીલ્લી વધવાની વિકૃતિ દૂર થાય છે.

પ્રદર રોગમાં રક્તસ્ત્રાવ થાય ત્યારે:

કેરીની ગોટલીની અંદરની ગીરીનું ચૂર્ણ બનાવીને મધ ભેળવીને થોડા દિવસો સુધી ખાવાથી અર્શ તેમજ સ્ત્રીઓના પ્રદર રોગમાં રક્તસ્ત્રાવની વિકૃતિ દૂર થાય છે.

માથાના દુખાવાને દૂર કરવાનો ઉપાય:

કેરીની ગીરી અને નાની હરડને સરખી માત્રામાં લઈને દૂધ સાથે પીસીને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

વીંછી કરડે ત્યારે:

કેરીના મોર, ફૂલોને હાથથી મસળીને વૃશ્ચિક વીંછીના ડંખ મારેલી જગ્યા પર લગાવવાથી ઝેરની અસર ઓછી થાય છે. તેનાથી અસહ્ય દુખાવો પણ ઓછો થાય છે.

કાળી ખાંસીને દૂર કરવા માટે:

કેરીની ગોટલીને પાણીથી સાફ કરી સૂકવીને રાખો, પછી આ ગોટલીઓને આગમાં બાળીને રાખ બનાવી લો, રાખ બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ કરો. રાખને પીસીને એક ગ્રામ જેટલી માત્રા લઈને તેમાં લસણના રસનાં બેથી ત્રણ ટીપાં અને મધ ભેળવીને ચાટવાથી કાળી ખાંસીનો પ્રકોપ દૂર થાય છે.

હૈઝાનો શરૂઆતમાં નાશ કરવા માટે:

કાચી કેરીની છાલને પીસીને દહીંમાં ભેળવી ખાવાથી હૈઝાની શરૂઆતમાં ખૂબ લાભ થાય છે. કેરીના કૂણાં પાંદડાનો ઉકાળો બનાવી પીવાથી હૈઝામા ખુબ લાભ થાય છે. કેરી ચૂસીને ખાવાથી રક્તપિતની વિકૃતિ પણ દૂર થાય છે.

Image Source

જીર્ણ, અતિસાર અને સંગ્રહણી રોગ:

કેરીના 60 ગ્રામ રસમાં 200 ગ્રામ દહીં અને 5 ગ્રામ આદુનો રસ ભેળવીને દિવસમાં બેથી ત્રણવાર ખાવાથી જીર્ણ, અતિસાર અને સંગ્રહણી જેવા રોગમાં ખૂબ લાભ થાય છે.

રક્ત તિસાર રોગનો નાશ કરે છે:

કેરી, જાંબુ અને અર્જુનની છાલ સરખી માત્રામાં લઈને પીસીને રાખો, દસથી પંદર ગ્રામ માત્રામાં ચૂર્ણ લઈને રાત્રે પાણીમાં નાખીને રાખો. સવારે મધ ભેળવીને આ મિશ્રણને ગાળીને પીવાથી રક્ત તિસારની વૃત્તિ દૂર થાય છે.

ખાંસીના રોગ માટે:

કેરીની ગોટલીની ગીરિને પીસીને મધ સાથે ચાટવાથી શ્વાસ અને ખાંસી જેવા રોગોમાં ખુબ જ ફાયદો થાય છે.

હિચકી જેવા રોગ માટે:

  • કેરીના પાનને પીસીને ચલમમાં રાખી તેનો ધુમાડો પીવાથી હિચકી રોગ દૂર થાય છે.
  • કેરીના વૃક્ષની ગાંઠને ગૌમૂત્ર સાથે પીસીને અંડ વ્રતી પર લેપ કરવાથી ખૂબ જ લાભ થાય છે.

કાનનો દુખાવો દુર કરે છે:

કેરીના મોરને એરંડાના તેલમાં પકાવો, જ્યારે મોર બળી જાય ત્યારે તે તેલને ગાળીને રાખી દો. આ તેલના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો દૂર થાય છે.

દાઝેલા અંગો પર આરામ પહોંચાડવા માટે:

કેરીના પાંદડા સૂકાઇ ગયા પછી તેને માટીના વાસણમાં રાખી આગ ઉપર ખૂબ ગરમ કરીને રાખ બનાવી લો. તે રાખને પીસીને દાઝેલા અંગ ઉપર રાખીને ઘસવાથી ખૂબ લાભ થાય છે.

કેરીની ગોટલીની ગીરીને પાણી સાથે પીસીને આગથી દાઝેલા ભાગ પર લેપ કરવાથી બળતરા તેમજ દુખાવો દૂર થાય છે.

સફેદ વાળ કાળા કરે છે:

કેરીની ગોટલીની ગીરીનું તેલ કાઢીને માથા પર લગાવવાથી વાળ સફેદ થવાની વિકૃતિ દૂર થાય છે. વાળ ઝડપથી કાળા થવા લાગે છે.

કેરી ખાવાના નુકશાન:

  • વધારે પ્રમાણમાં કેરી ખાવાથી અતિસાર થઇ શકે છે.
  • કેરી ખાધા પછી દહીંની લસ્સી કે ઘી કે તેલથી બનેલા ભોજનનું સેવન કરવાથી નુકશાન થવાની સંભાવના રહે છે.
  • ખાટી કેરી ખાઈને દૂધ પીવાથી નુકસાન થાય છે.
  • ગરમ પ્રકૃતિવાળા સ્ત્રી પુરુષોને કેરી ખાવાથી નુકશાન થાય છે. તેવા સ્ત્રી પુરુષોને કેરી ખાવાથી અર્શ તેમજ પ્રવહિકા પેચિસ થઈ શકે છે.
  • વધુ કેરી ખાવાથી એસીડીટી થાય ત્યારે દૂધ પીવાથી લાભ થાય છે.
  • કલ્મી કેરી ભારે હોવાથી કેટલાક વ્યક્તિઓને આધ્યમાન, અફારા ની ઉત્પત્તિ કરે છે.
  • કાચી કેરીનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી રક્તવિકાર, નેત્ર રોગ, મંદાગ્નિ અને સ્વપ્નદોષ જેવી વિકૃતિ થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment