શું તમને શિયાળામાં આંખોનો ભેજ સુકાઈ રહ્યો છે? તેનાથી બચવા માટે અપનાવો આ આસાન ઉપાય..

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે શિયાળાની ઋતુની ખૂબ જ નાજુક માનવામાં આવે છે અને હવામાં પાણીની ઉણપ હોવાના કારણે આપણા વાળ ચહેરો અને ખાસ કરીને આંખોની ખાસ દેખાડ રાખવાની જરૂર પડે છે આમ શિયાળાની ઋતુમાં આંખોની યોગ્ય સાર સંભાળ ન રાખવામાં આવે તો ખંજવાળ બળતરા અને આંખો સુકાઈ જવાની સમસ્યા ઊભી થઈ જાય છે. આમ આ સમસ્યા લગભગ વધુ શિયાળો હોય ત્યારે જોવા મળે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, તેથી જ આજે અમે તમને જણાવીશું કે શિયાળામાં આંખોની સાર સંભાળ કઈ રીતે કરી શકાય.

પાણી વધુ પીવું જોઈએ

શિયાળાની ઋતુ આવતા જ લગભગ લોકો પાણી ઓછું પીતા હોય છે અને પાણી ઓછું પીવાના કારણે શરીર તથા આંખની ઘણી બધી પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ગરમીની જેમ જ શિયાળામાં પણ શરીરને યોગ્ય માત્રામાં પાણીની જરૂર હોય છે, અને શિયાળામાં પર્યાપ્ત માત્રામાં પાણી પીને આંખોની સમસ્યાથી દૂર રહી શકાય છે

ટોપી અને ચશ્મા પહેરો

ઘરની બહાર નીકળતી વખતે ઠંડી હવા ડાયરેક્ટ આંખ ઉપર લાગે છે અને તે ન લાગે તેની માટે ટોપી અથવા ચશ્મા પહેરીને જાવ આંખ ઉપર ચશ્મા પહેરવાથી શિયાળાની ઠંડી હવાની અસર ઓછી થઈ જાય છે, તેની સાથે જ આંખમાં રહેલ ભેજ બરાબર રહે છે.

હીટરથી દૂર રહો

શિયાળાની ઋતુમાં લગભગ લોકો શરીરને ઘરમાં તો આપવા માટે હીટર નો ઉપયોગ કરતા હોય છે, અને હીટર નો ઉપયોગ આંખો તથા ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે, હીટરમાંથી નીકળનાર કિરણ આંખના ભેજને સુકવી નાખે છે, તેનાથી આંખમાં બળતરા અને ખંજવાળ ની સમસ્યા વધી જાય છે જો તમે શિયાળામાં ઠંડીથી બચવા માટે હીટર નો ઉપયોગ કરો છો તો તેનાથી થોડા દૂર બેસો.

ગુલાબ જળનો ઉપયોગ કરો

શિયાળાની ઋતુમાં આંખોમાં ભેજ રાખવા માટે આંખમાં ગુલાબજળ નાખવું જોઈએ ગુલાબજળમાં ઉપસ્થિત નેચરલ ટરપેન એન્થોસાયનીન અને ફ્લેવોનોઇડ્સ આંખોમાં ભેજ રાખવાનું કાર્ય કરે છે. ગુલાબ જળમાં ઉપસ્થિત અને એન્ટી બેકટેરિયલ પ્રોપર્ટીસ આંખોના પ્રદૂષણ તથા ધુળ રજકણ થી થતા નુકસાન થી બચાવવામાં મદદ કરે છે.

હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો

તમે જો ગરમ જગ્યા ઉપર તમારું સમય પસાર કરો છો તો હવામાં પાછો ભેજ લાવવા માટે હ્યુમિડિફાયર નો ઉપયોગ કરો. તેનો ઉપયોગ કરવાથી આંખોમાં ભેજ બનાવી રાખવામાં મદદ મળશે.

1 thought on “શું તમને શિયાળામાં આંખોનો ભેજ સુકાઈ રહ્યો છે? તેનાથી બચવા માટે અપનાવો આ આસાન ઉપાય..”

Leave a Comment