કોરોનાના કારણે લોકડાઉન થઈ ગયું અને ઘણા બધા લોકોની નોકરી પણ જતી રહી હતી ઘણા બધા લોકોની પાસે ખાવાના પણ ફાફા હતા પરંતુ લોકડાઉન એ ઘણા બધા સવાલો ઉભા કર્યા પરંતુ ઘણા બધા લોકોની મહત્વકાંક્ષા ને પૂરો કરવા માટે સમય પણ મળ્યો તેમાંથી અમુક લોકો પોતાના ગામ ઉપર કંઈક નિર્ણય લીધો અને ઘણી મોટી સફળતા હાંસલ કરી. એવી જ એક વાત છે જેમાં એક વ્યક્તિએ લોકડાઉનના કારણે નોકરી જતી રહેવાથી એક ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાંથી તેને દૂર કરી દેવામાં આવ્યો. પરંતુ તેને હિંમત હાર્યા વગર પોતાના દમ ઉપર કંઈક કરવાનું નિર્ણય લીધો અને આમ તેને માત્ર અઢી મહિના ની અંદર અઢી કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો.
આ સમગ્ર વાત છે મહારાષ્ટ્રના અહમદનગરમાં રહેનાર અનંત વિજય રાવ ઢોલેની. બાળપણથી જ સ્કૂલમાં તે ખૂબ જ હોશિયાર હતા અને ઈમ્બિનિટી સ્કૂલ માટે હંમેશા ટોપ પર રહેતા હતા. તેઓ બાળપણથી જ ડોક્ટર બનવા માંગતા હતા અને તેઓ એમબીબીએસ કરવાની ઈચ્છા ધરાવતા હતા પરંતુ દોસ્તો ની સંગતના કારણે તેમને બારમા ધોરણમાં ખૂબ જ ઓછા માર્ક આવ્યા, ત્યારબાદ તેમને બીએચએમએસ કરીને ડોક્ટર બનવાનો નિર્ણય કર્યો આમ તેમને તેમાં એડમિશન લીધું પરંતુ બે વર્ષ પછી તેમનું મન ઉદાસ રહેવા લાગ્યું,અને તેમને તેમના પિતાજીને કહીને તેમનું એડમિશન કેન્સલ કરાવ્યું. ત્યારબાદ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમને ખૂબ જ અફસોસ થયો અને તેઓ ખૂબ જ ડિપ્રેશનમાં રહેવા લાગ્યા.
જ્યારે તેઓ ઘરે જતા રહ્યા તે સમયે શહેરમાં તેમના મિત્રની મોબાઇલની દુકાન ઉપર જતા હતા, અને ભીડને જોઈને લાગતું હતું કે અહીં ધંધો શરૂ કરી દેવો જોઈએ, અને આમ તેમને બિઝનેસ કરવાનો નિર્ણય લીધો 2005માં તેમને ભાડાથી દુકાન શરૂ કરી હતી, અને આ દુકાન ત્રણ વર્ષથી સારું ચાલી રહી હતી પરંતુ લોકોના મહેણા ટોણા સાંભળવા પડતા હતા અને કહેતા હતા કે તારે માત્ર આટલું જ કરવાનું છે કે પછી નોકરીની તપાસ પણ કરવાની છે.
આમ 2007માં જલ સંસાધન વિભાગમાં તેમને પરીક્ષા આપી, અને તે બીજા નંબર ઉપર સિલેક્શન થઈ ગયા. ત્યારબાદ તેમને બેન્કિંગ શરૂ કરી અને પરીક્ષા પાસ કરી, તથા એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરવા લાગ્યા. આમ દરેક વસ્તુ ખૂબ જ સેટ હતી, લગ્ન પણ થઈ ગયા અને નોકરી પણ હતી, એક સમયે ગઢ ચીરોલી માં તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી અને તેઓ ત્યાં જવા ઈચ્છતા ન હતા, તેથી તેમને 15 દિવસ રજા લઈ લીધી આમ તેમને જણાવ્યું કે મારી આ બદલી રોકી દે પરંતુ બેંક વાળા તેમનું સાંભળ્યું નહીં, તેથી તેમને તે નોકરીમાં રાજીનામું આપી દીધું, ત્યારબાદ ફરીથી તેમને પસ્તાવો થવા લાગ્યો.
હવે તેમને નોકરી મળી રહે ન હતી તેથી તેમને એક કારખાનામાં નોકરી મળી અને તેમને માત્ર 60 રૂપિયા દિવસના મળતા હતા. આમ 18000 રૂપિયા મહિનાની નોકરી છોડીને તેઓ 1800 રૂપિયા મહિનાની નોકરી કરવા લાગી ગયા. આમ તેમનું ડિપ્રેશન ખૂબ જ વધી ગયું અને તેમને આ બધી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તેમનો પગાર વધીને 7000 થઈ ગયો હતો તે સમયે બે લાખ રૂપિયાનો તેમને એક લોન લીધી અને તેમને ગાડી લીધી અને ડ્રાઇવરને તેની ઉપર બેસાડીને ભાડું આપવા લાગ્યા પરંતુ એક વખત ફેક્ટરી માંથી અચાનક તેમને દૂર કરી દેવામાં આવ્યા. ત્યારબાદ એક સંસ્થામાં શાખા પ્રબંધકની નોકરી મળી આમ તે સંગઠનના અધિકારીઓના અનુરોધ પર તેમને પોતાના ગામ પાર્થડીમાં એક શાખા શરૂ કરવાનો પ્રયાસ કર્યો.
તે અધિકારીઓએ તેમને જણાવ્યું કે સંગઠનની એક સાથે ખાસ શરૂ કરવા માટે પહેલા વર્ષમાં એક કરોડ રૂપિયા જમા કરવા પડશે, અને આ સાંભળીને તેઓ ખૂબ જ સ્તબ્ધ થઈ ગયા હતા આમ તેમને આ કરોડનો આંકડો ક્યારેય સાંભળ્યો ન હતો. પરંતુ તેમને આત્મવિશ્વાસ હતો પાર્થલી શાખા ને લોકોની જબરજસ્ત પ્રતિક્રિયા મળી માત્ર એક જ વર્ષમાં પાંચ કરોડ રૂપિયા જમા થઈ ગયા એક દિવસની યાત્રા દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો ત્યારે તેમના જીવનના મહત્વનો અનુભવ થયો, ત્યારબાદ કામ ફરીથી વધી ગયું અને સંગઠનને 22 શાખા ની જવાબદારી આપી દીધી ત્યાં જ તે સમયે કોરોના આવી ગયો અને બધું બંધ કરવું પડ્યું ત્યાં જ સંસ્થાય દિવસ રાત કામ કરીને બધું ઊભું કર્યું અને લગ્ન માટે બધું જ બેસી ગયો ત્યારે તેમને અત્યંત દુઃખ થયું હતું.
આમ તેમને પોતાના દમ ઉપર કંઈક કરવાનો નિર્ણય લીધો અને તેમને પોતાનું સંગઠન શરૂ કરવાનો નિર્ણય લીધો ચૈતન્ય અર્બન મલ્ટીપલ ફંડની સ્થાપના કરી આમ તેમને લોકડાઉનમાં એક સંગઠન શરૂ કરવાની હિંમત કરી અને દિવસ રાત ખૂબ જ મહેનત કરી અને તેના કારણે જ લગભગ અઢી વર્ષમાં તેમને અઢી કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો આમ એક વધુ સંગઠન પણ શરૂ કર્યું આજે આ બંને સંસ્થાઓ નો કરોડોનો કારોબાર જોવા મળે છે. લોકડાઉન માં તેમના આત્મવિશ્વાસી વ્યવસાય માટે ખૂબ ખૂબ વધામણા.
1 thought on “લોકડાઉન ના કારણે નોકરી જતી રહી પરંતુ હાર ન માનીને ઊભી કરી પોતાની એક કંપની, બે મહિનામાં બે કરોડનું ટર્નઓવર..”