SO SAD!! એક પિતાએ ખુદની દીકરીનું જ કન્યાદાન કરવાની ના કહી દીધી – કહાની છે કંઈક હટકે – કદાચ આ છે લગ્નનો નવો રીવાજ..

દીકરીના લગ્ન હોય અને બાપના આંખોમાં આંસુ ન આવે એવું બને!!! બાપના કાળજાનો કટકો દીકરી કહેવાય. નાના અમથા દર્દનો પણ અનુભવ દીકરીને ન થવા દે એ બાપ. એવી લાડલી દીકરીના લગ્ન હોય અને બાપ કન્યાદાન કરવાની ના કહે તો એ પાછળ પણ કંઈક કહાની હોવી જોઈએ.

પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયેલા આ લગ્નમાં પિતાએ દીકરીનું કન્યાદાન કરવાની મનાઈ કરી દીધી. ઉપરાંત કલકતાના આ  લગ્ન સોશિયલ મીડિયા પર બહુ વાઈરલ થયા. એટલી હદે વાઈરલ થયા કે બધાને આ લગ્નની માહિતી જાણવાની ઉત્સુકતા વધી ગઈ.

એવી રીતે આપણે પણ જાણી લઈએ કે શું બન્યું હતું આ લગ્નમાં? ખાસ જે ઘટના બની એ તમને જણાવી છે. તો દરેક ધર્મમાં લગ્નના રિવાજોમાં કંઈક થોડા અંશે ફેરફાર હોય છે. એ ધર્મ-જાતિ પણ આધાર રાખે છે. એવી રીતે લગ્ન રિવાજોને અલગ રીતે નકારી કાઢવામાં આવે તો અશુભ થાય છે એવું લોકો માને છે. પરંતુ કોલકત્તાના એક લગ્ન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં થયેલા આ લગ્નમાં પિતાએ દીકરીનું કન્યાદાન કરવાની મનાઈ કરી દીધી. આખી વાત એમ બની કે કોલકત્તામાં યોજાયેલા લગ્ન સમારંભમાં ચાર મહિલા પૂજારીઓએ લગ્ન સમારોહ સંપન્ન કર્યો. આમ તો હિન્દુ સમાજમાં પુરુષ પંડિત તરીકે હોય છે અને એ લગ્નવિધિ કરાવે છે. જ્યારે આ લગ્નની તમામ વિધિ મહિલા પંડિત દ્વારા કરવામાં આવી હતી. આ લગ્નમાં માત્ર આટલું જ નહીં પરંતુ અન્ય ખાસ કારણો પણ છે જે બધા માટે જાણવા જેવા છે.

આ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે પિતાએ તેની પુત્રીનું કન્યાદાન કરવાની જ ના કહી દીધી. કારણ કે હિન્દુ રિવાજનું મહત્વ આ પિતાએ થોડું અલગ સમજાવ્યું તેથી તેના દીકરીના લગ્નમાં કન્યાદાન કર્યું નહીં. આ સમયે દીકરીના પિતાએ ચોખ્ખું કહ્યું કે, “દીકરી કોઈ સંપત્તિ નથી કે તેને ભેટ સમજીને બીજાને સોંપી દઈએ.”

લગ્ન સમારંભની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી અને ધીમે-ધીમે બધાએ આ લગ્નની નોંધ લીધી હતી. એક તો આ લગ્નમાં તમામ વિધિ મહિલા પંડિત દ્વારા કરવામાં આવી ઉપરથી દીકરીના પિતાએ આવું ભાષણ આપ્યું જેમાં તે બોલ્યા, “મારી દીકરી કોઈ સંપત્તિ નથી કે બીજાને સોંપી દઉં.” આટલું થયું ત્યાં લગ્નમાં આવેલ મહેમાનોએ વિડીયો અને દીકરીના પિતાએ બોલેલું આ વાક્યને શેર કર્યું અને આ લગ્ન થયા બધે જ વાયરલ.

૪ફેબ્રુઆરીના દિવસે ટ્વીટરના માધ્યમથી “અસ્મિતા ઘોષ” નામની મહિલા યુઝર દ્વારા ટ્વીટને પોસ્ટ કરવામાં આવી હતી. જે બધા ઘણા લોકોએ વધુ પસંદ કરી હતી અને ઘણા લોકોએ રીટ્વીટ પણ કરી હતી. અલગ નથી કદાચ હવે નવા સમયમાં દીકરીનું કન્યાદાન કરવાની પ્રથા નીકળી જશે એવું પણ બની શકે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

1 thought on “SO SAD!! એક પિતાએ ખુદની દીકરીનું જ કન્યાદાન કરવાની ના કહી દીધી – કહાની છે કંઈક હટકે – કદાચ આ છે લગ્નનો નવો રીવાજ..”

Leave a Comment