આ ઝુંપડીની કિંમત ૧૦ કરોડ રૂપિયા છે – વિશ્વાસ ન આવે તો આ વાંચો…

દેશ- દુનિયામાં આલીશાન અને ભવ્ય એવા ઘણા મકાનો બનેલ છે. બિલ્ડીંગો બનેલ છે જેની કિંમત કરોડોમાં છે. ભારત કરતા પણ અન્ય દેશોમાં બહુ મોંઘા એવા સ્ટ્રક્ચર આવેલા છે. જેની કિંમત સાંભળીને અચંબામાં પડી જવાય. અતિ મુલ્યવાન હોય એવા મહેલ કે બંગલો વિશેની જાણકારી તમને કદાચ હશે જ પણ શું તમે આ વાતને જાણો છો કે, આ ઝુંપડીની કિંમત કરોડોમાં છે. સાચ્ચે હો!!!

ઇંગ્લેન્ડમાં સામાન્ય દેખાતી ઝુપડી કરોડો રૂપિયામાં વેચાઇ. સાધારણ દ્રષ્ટિએ તો આ ઝુંપડીને જોતા આ વાત તદ્દન ખોટી જ લાગે. પરંતુ આ ઝુંપડીએ એક રેકોર્ડ બનાવ્યો છે. જેમાં ઝુંપડીની કિંમત કરોડોમાં ગણાય ગઇ. જેવી આ ઝુંપડી વેચાણી એ પછીના તથ્યો બહાર આવ્યા તે જાણીને તમે હેરાન થઇ જશો. નદીના કિનારે આ સામાન્ય દેખાતી ઝુંપડી ૧૦ કરોડ રૂપિયામાં વેચાણી.

ખાસિયત એ જ કે, આ ઝુંપડીની અંદરનું ઇન્ટીરીયર મહેલથી વધુ સુંદર છે. ભવ્ય, રજવાડી મહેલ જેવું ઇન્ટીરીયરના કારણે વેચાણ કિંમત ખુબ ઉંચી આવી. અંદરની સજાવટ બંગલાથી પણ કાંઈ ઓછી નથી!! આ ઝુંપડીની અંદર ત્રણ બેડરૂમવાળો ભવ્ય બંગલો છે.

૧૯૬૪માં ઝુંપડીને બાંધવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૧૬ માં ઝુંપડીના માલિકે તેના પર સારું એવું ખર્ચાળ ઇન્ટીરીયર તૈયાર કરાવ્યું હતું. અંતે તેની વેચાણ કિંમત ૧૦ કરોડ જેટલી પહોંચી. અમુક સેલેબ્રીટી તો અહીં ભાડા પર રહી ચૂકયા છે.

૧૦ કરોડમાં આ ઝુંપડીને વેચી એ પહેલા તે જ ઝુંપડીને ૩ કરોડમાં વેચી હતી. ત્યારે આ ઝુંપડીમાં આટલી સુવિધા ઉપલબ્ધ ન હતી. ઝુંપડીના માલિકે અંદરના ફોટોગ્રાફ શેર કર્યા અને જણાવ્યું કે, આ ઝુંપડીને બહારથી જોતા તેને સામાન્ય ગણવાની ભૂલ ન કરતા. અંદરની ખુબસુરતી જોતા બંગલા જેવું લાગે છે.

આ ઝુંપડી સામાન્ય ઝુંપડી નથી. બંગલાથી વિશેષ ઝુંપડી છે. તો ૧૦ કરોડની ઝુંપડી ખરીદનારને આપણા બધા તરફથી ખુબ ખુબ અભિનંદન….

“ફક્ત ગુજરાતી” ફેસબુક પેઇઝને અત્યારે જ લાઇક કરો. અવનવી પોસ્ટ તમને મળતી રહેશે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *