મારી કામકાજી મેણા-ટોણા વાળી વહુ

આ વાર્તા છે કોકિલાબહેનની, પતિના મ્રુત્યુ પછી જે રીતે એમને ઘરની જવાબદારી સંભાળી છે એ એક મિશાલ છે… એમને એકનો એક જ છોકરો અમિત તે એન્જિનિયર થઈ ગયો અને સારી કંપનીમાં જોબ કરે છે છોકરાને ઉછેરવામાં અને ઘરની સાર સંભાળ એમને સૌ નાનાંમોટાં કામ કર્યા… છે પણ હવે તો તેમનું એક જ સ્વપ્નું છે કે અમિતનાં લગ્ન કરાવીને એમની વહુ ઘરની સાર સંભાળ લે અને એ ભગવાનની સેવા કરે

એક દિવસ તે અમિતને વાત કરે છે કે હવે આપણે તારું જોવાનું ચાલુ કરીએ ત્યાં અમિત બોમ્બ ફોડે છે કે મમ્મી મારે એક છોકરી સાથે અફેર ચાલે છે બંનેના પેરન્ટ્સની મીટીંગ થાય છે અને આમ ઝટ મંગની ને પટ બ્યાહ થાય છે.

કોકિંલાબહેનનું રિટાયર્ડ થવાનું સ્વપ્ન તો સ્વપ્નું જ રહી જવાનું વહુ શીતલ તો આવી પણ એકદમ કેરિયર ઑરિયેન્ટેડ ના ઘરના કોઈ કામમાં ઇન્ટ્રેસ્ટ ના ઘરમાં ઇન્ટ્રેસ્ટ પણ કોકિલાબહેન તો પ્રેક્ટિકલ સ્વભાવના આ આજ કાલનો ટ્રેન્ડ છે એમ કરીને એમનું મન મનાવી લે છે દીકરો વહુ સવારે ૮-૦૦ વાગ્યે નીકળી જાય છે અને કોકિલાબેનને તો જવાબદારી ઊલટી વધી ગઈ સવારે ૯ વાગ્યે ઊઠીને બેઉનાં ટિફિન તૈયાર કરવાના, અને રાત્રે ૯-૦૦ વાગ્યે જ્યારે બેઉ રિટર્ન થાય ત્યારે ડિનર તૈયાર કરીને રાખવાનું એમને તો એવું જ લાગવા લાગ્યું કે બે ભાડુઆત એમના ઘરમાં રહે છે.

એક દિવસ કોકિલાબહેન તેમની વહુ શીતલને વાત કરે છે કે બેટા આ જોબની સાથે સાથે ઘર સંભાળવું પણ એટલું જરૂરી છે કાલે મારા મૃત્યુ પછી તારે જ ઘર સંભાળવું પડશે ત્યાં તો શીતલ બોલી ઊઠી મમ્મીજી મને ઘરકામમાં કોઈ ઇન્ટ્રેસ્ટ નથી આ ઘરની ચાર દીવાલમાં રહીને કોઈનો પ્રોગેસ થતો નથી અને તમારાથી બી કામ થતુ ન હોય તો આપણે બાઈ રાખી લઈશું વહુ શીતલ તો એવી કે તે તેની બેડસીટ એ બરાબર ન કરે, અને ટોવેલ બી સૂક્વવા ન નાખે.

એક દિવસ કોકિલાબહેન અમિતને વાત કરે છે કે હવે શીતલ આ ઘરની વહુ છે. એને એનું કામ જાતે જ કરવું જોઈએ. ત્યાં અમિત બોલી ઊઠે છે કે- મમ્મી હું આટલો મોટો થયો તો પણ તું મારો ટોવેલથી લઈને નાહવાનું પાણી સુધ્ધાં તું જ ભરે છે, તેમ તારે શીતલનું પણ કામ કરી દેવાનું.

ત્યારે કોકિલાબહેનને એમની ભૂલનો અહેસાસ થાય છે કે અમિતને એમને બહુ માથે ચડાવ્યો છે અને એ બધું આજે તે જ ભોગવી રહ્યાં છે. એક દિવસ કોકિલાબહેનને એમની કામવાળી રાત્રે નહિ આવે એમ કહે છે ત્યારે કોકિલાબહેન વહુની પરીક્ષા લેવાનું સોચે છે. વહુ ને દીકરો જયારે રાત્રે ઘરે આવે છેત્યારે કહે છે કે પગમાં બહુ દુઃખાવો ચાલુ થયો છે અને કામવાળી બાઈ આવવાની નથી, એટલે શીતલ તું વાસણ કરી નાખજે. શીતલનું મોઢું તો એકદમ પડી જાય છે.

શીતલ તો આજુબાજુ બધાંને ફોન કરીને એમનાં કામવાળાની તપાસ કરે છે. એમ કરતા તે વીસ જેટલા ફોન કરે છે, પણ કોઈ કામ કરવા માટે હા નથી પાડતું, એટલે તે પોતે જ ગુસ્સામાં ને ગુસ્સામાં વાસણ કરે છે. કોકિલાબહેન આ બધો જ તમાશો જોઈને ખુશ થાય છે. કોકિલાબહેનની રસોઈમાં તેલ થોડું ચડિયાતું હોય, તો શીતલ એમને રોજ હસતા-હસતા સંભળાવે કે મમ્મીજી મારે તમારી જેમ, ઘરમાં નથી બેસવાનું, પણ બહાર કામ કરવા જવાનું છે,

આટલું તેલ ખાઈશ તો ઘરની બહાર જઈને કામ કેવી રીતે કરીશ ? હવે કોકિલા બહેનનું ધૈર્ય તૂટી જાય છે અને નક્કી કરે છે કે શીતલને પાઠ ભણાવીને જ રહેશે. એક દિવસ શીતલની દુબઈવાળી બહેનનો ફોન આવે છે કે – તે એક વીક માટે ઈન્ડિયા શોપીંગ કરવા માટે આવી રહી છે.

એટલે શીતલ એક વીક માટે ઓફીસ ની રજા લઈને રાખે. શીતલ લિવ માટે એપ્લાય કરે છે, અને બસ બે દિવસ પછી એની એક વીકની રજા ચાલુ થાય છે. સવાર થઈ અને શીતલની રજા ચાલુ થાય છે, તે તો બહું ખુશ હોય છે. ત્યારે એની બહેનનો ફોન આવે કે – કોઈ કારણસર તે ઇન્ડિયા નહિ આવી શકે. ત્યાં શીતલને પહેલો ઝટકો લાગે છે. પછી એ નક્કી કરે છે કે – કાંઈ નહિ હું તો ઘરે નહિ બેસી રહું, ઓફિસ પાછી જોઈન્ટ કરી દઈશ.

પછી શીતલ ને અમિત બેઉ મમ્મીજીને બોલાવે છે અને પૂછે છે કે- ટિફિન, હજુ કેમ તૈયાર નથી થયું ? ત્યાં કોકિલાબહેન ટાઇટ-માઇટ થઈને નીકળે છે અને બોમ્બ ફોડે છે કે – તેમને જ્વેલર્સમાં એક સારી જોબ મળી ગઈ છે અને આજે તેમનો પહેલો દિવસ છે. ત્ચાં તો વહુ-દીકરો બંને જોર-જોરથી હસવા લાગે છે, ત્યાં જ કોકિલાબહેન બીજો ઝટકો આપે છે કે – એમને તો ત્યાં લન્ચની સગવડ છે, એટલે જમવાનું – નથી બનાવ્યું અને ડીનર તો તે ઘરે આવીને જ લેશે.

ત્યાં અમિત એમને કહે છે કે – આ ઉંમરે એમને નોકરી કરવાની શી જરૂર છે ? ત્યાં કોકિલા- બહેન કહે છે કે – ઘરની ચાર દીવાલમાં રહીને કોઈની પ્રોગ્રેસ થતો નથી. ત્યાં શીતલનું મોટું એકદમ કાળું પડી જાય છે, અને કોકિલાબહેન હોંશે-હોંશે નીકળી પડે છે… પછી વહુ-દીકરો રસોઈવાળીની શોધ ચાલુ કરી દે છે, ત્યાં એક રસોઈવાળી ખાલી રાત્રે એક ટાઇમ આવવા માટૅ તૈયાર થાય છે. શીતલ માથે તો દુ:ખનો પહાડ તૂટી પડયો છે.

હવે સવારે શીતલ રસોઈ બનાવીને અમિતનું ટિફિન તૈયાર કરે છે અને અમિત રોજ શીતલને ફોન કરીને તેલ અને મીઠું બંને વધુ પડતું નખાય છે, એની ફરિયાદ કરે છે. ત્યાં શીતલ જવાબ આપે છે કે – ખાવુ હોય તો ખાવ. રાતની રસોઈવાળી બાઈ પણ શીતલના નખરાથી બે દિવસમાં ભાગી જાય છે.

ત્યારે શીતલ અને અમિતને એમની જવાબદારીનું ભાન થાય છે. અને મમ્મીજીના કામ ની કદર થાય છે. શીતલ કોકિલાબહેનની માફી માંગે છે અને તે કહે છે કે – તે હવે નોકરી છોડી દેશે અને ઘર સંભાળશે. ત્યારે કોકિલાબહેન કહે છે કે – આ પુરું નાટક તેને તેની ભૂલ સમજાવવા માટે હતું.

તેમને જ શીતલની બહેનને ફોન કરીને નહિ આવવાનું કહ્યું હતું. હવે સાસુ અને વહુ બંને ઘરનું કામ જોડે કરે છે અને ડ્રેસ-મટીરિયલનો બિઝનેસ પણ સાથે કરે છે અને અમિતની કોઈ પણ ભૂલ થાય તો જોડે મળીને જ વઢે છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close