કેટલા વર્ષ સુધી જીવે છે કીડીઓ, વગર કાને કેવી રીતે સાંભળે છે બધું જાણો તેના વિશે

કીડીઓ, મકોડાની શ્રેણીમાં જ આવે છે. કહેવામાં આવે છે કે આ ખુબ જ સામાન્ય પ્રાણી છે, જેને આપણે ઘરે અથવા બહાર સરળતાથી જોઈ શકીએ છીએ. તમે પણ કીડીઓને ઘણીવાર જોઈ હશે. પરંતુ શું તમેં તેની અમુક ખાસ વાત જાણો છો ? આજે અમે તમને કીડીઓ વિશેના અમુક એવા તથ્ય બતાવીશું કે જેને સાંભળી તમે હેરાન રહી જશો.

તાકાત

કીડીઓ સૌથી જુનું જીવ છે જેનું અસ્તિત્વ ડાયનોસોરના જમાનાથી લઈ હજુ સુધી છે. પૂરી દુનિયામાં કીડીઓની ૧૨ હજારથી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે. એક કીડીનો આકાર 2 થી લઈ 7 મિલીમીટર વચ્ચે હોઈ છે. તેમની સૌથી મોટી કીડીઓને કાર્પેટર કીડી કહેવામાં આવે છે જે 2 સેન્તીમીટર સુધી મોટી હોઈ છે. તે તેના વજન કરતા 20 ગણો વધુ વજન ઉઠાવી શકે છે.

દિમાગ

ફક્ત તાકાત જ નહી પરંતુ દિમાગથી પણ તે સૌથી આગળ હોઈ છે, તેના દિમાગમાં લગભગ 2 લાખ 50 હજાર મસ્તિષ્ટ કોશિકાઓ હોઈ છે. જેના લીધે તે તેની કાલોનીયા પણ મોટી વ્યવસ્થિત ઢંગથી બનાવે છે અને હમેશા લાઈન માં ચાલવાનું પસંદ કરે છે.

કામ પ્રક્રિયા

કીડીઓ એક સામાજિક પ્રાણી છે. તે હમેશા એક મોટું ગ્રુપ બનાવી રાખે છે. તેનું ગ્રુપ એક સોસાયટીની રીતે હોઈ છે, જેમાં દરેકનું કામ આપસમાં વહેચાયેલું હોઈ છે. અહી રાણી કીડી સૌથી મોટી અને રુત્બેદાર હોઈ છે. તેનું મુખ્ય કામ ઈંડા દેવાનું હોઈ છે. એક રાણી કીડી તેના જીવનકાળ દરમ્યાન લગભગ ૬૦ હજાર ઈંડા આપે છે. ત્યારબાદ નર કીડીઓ આવે છે જેનું શરીર રાણી કીડીની તુલનામાં નાનું હોઈ છે. તે રાણીને જયારે ગર્ભવતી કરે છે તેના થોડા દિવસ પછી મરી જાય છે. બાકીની કીડીઓ ઘર બનાવવાનું કામ કરે છે. તેમાંની અમુક કીડીઓ રક્ષક કીડીઓ હોઈ છે.

કીડીઓનો લડાઈ

કીડીઓ તેની વસાહત માટે અમુક સીમા નક્કી કરે છે. એવામાં તેની સીમામાં જો કોઈ બીજી કીડીઓ ઘુસી જાય તો યુદ્ધ થઈ જાય છે. તમને જાણીને હેરાની થશે કે વસાહતો ની વચ્ચે ની કીડીઓની લડાઈ અમુક કલાકોથી લઈ ઘણા અઠવાડિયાઓ સુધી ચાલે છે.

દયાવાન

કીડીઓ દુશ્મનો માટે લડાકુ અને તેના માટે દયાવાન હોઈ છે. તેની અંદર બે પેટ હોઈ છે. પહેલા પેટમાં તે તેના માટે ભોજન રાખે છે અને બીજા પેટમાં વસાહતો માટે કામ કરતી કીડીઓ માટે ખાવાનું જમા કરે છે.

કાન વિના સાંભળવું

કીડીઓના કાન નથી હોતા, એટલા માટે તે સાંભળી નથી સકતી. પરંતુ તે હળવી વીજળીને પણ મહેસુસ કરી શકે છે. તેના પગ અને ઘૂંટણમાં ખાસ સેંસર હોઈ છે જે કોઈ પણ કંપનને મહેસુસ કરી શકે છે.

ઉંમર

સામાન્ય કીડીઓની ઉંમર ૪૫ થી ૬૦ દિવસ સુધીની હોઈ છે પરંતુ રાણી કીડીની વાત કરીએ તો તે 20 વર્ષ સુધી જીવિત રહી શકે છે. એટલું જ નહી જો રાણી કીડી મરી જાય તો પૂરી વસાહત ખતમ થઈ જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment