એક દિવસમાં ૫ રેસ્ટોરન્ટમાં જમે છે આ છોકરી – તસવીર જોઇને વિશ્વાસ અહીં આવે..

સ્વાદના શોખીન લોકો પણ હોય છે, જેને અવનવી વાનગીઓ બહુ જ પસંદ હોય છે. રેસ્ટોરન્ટ અને હોટેલમાં સ્વાદના દીવાના લોકો દૂર-દૂર સુધી જાય છે. ઘણાને જોઇને એવું લાગે કે, આ વ્યક્તિ ખાવા માટે જ જીવતા હોય છે. આજે તમને પણ એક એવું જ ઉદાહરણ બતાવવું છે. પછી તમે શું કહો છો એ જોઈએ.

શરીરની વધુ ચરબી નકામી પણ જે લોકો ખાવા માટેના શોખીન હોય છે તેને આ વાતથી કોઈ ફરક પડતો નથી. શરીરનો મોટાપો ગમે ત્યાં સુધી પહોંચે બસ દિલથી અને દિલ ભરીને ખાવું જ છે. કોઈ શરીર પર હાસ્ય કરશે એ વાતથી પણ કોઈ ફેર નથી પડતો. એક એવી જ ૨૧ વર્ષની છોકરી છે, જે પોતાની એક આદતથી બહુ ફેમસ છે. આ છોકરીને આખો દિવસ કંઈક ને કંઈક ખાવા માટે જોઈએ. કેનેડાની આ છોકરી તેની પોતાની જ બહુવાર ખા-ખા કરવાની આદતથી પરેશાન છે. પણ આ પરેશાની તેને મોટે કોમન છે કારણ કે આદત પણ એની જ છે ને.

જુઓ, અહીંની તસવીર. આ તસવીરમાં છે છોકરી દેખાય છે એ અલીશા છે. આ છોકરી ખુદ તેના મોઢે જ કહે છે કે તેને નાનપણથી અલગ-અલગ રેસ્ટોરન્ટમાં જઈને રેસિપીઓ ટેસ્ટ કરવાનો બહુ શોખ હતો. આ શોખ ઘીમે-ધીમે એવો ટ્રાન્સફર થતો ગયો કે હવે તો એ એક દિવસમાં પાંચ વખત રેસ્ટોરન્ટમાં જઈને કંઈને કંઈ ખાય છે. આજે આ છોકરીનો વજન ૧૭૨ કિલો થઇ ચુક્યો છે.

પહેલા કરતા આજે આ આદતને કારણે આલીશાની હાલત એવું થઇ ગઈ છે કે એ ખૂબસૂરત હોવા છતાં બેડોળ શરીરની લાગે છે અને મોટેભાગે તો એ બસના ગેઇટમાં ફસાઈ જાય છે. કારમાં બેસવામાં પણ બહુ તકલીફ પડે છે. નાની સાઈઝની કાર તો લગભગ તેના માટે નકામી જ સાબિત થાય છે. હવે પોતે ખુદ તેની આ આદતથી કંટાળી છે અને તેના શરીરને મેન્ટેઈન કરવા માટે મહેનત કરવા લાગી છે. ડોક્ટર પાસે પહોંચી અને ડોક્ટરના માર્ગદર્શન મુજબ કરવા લાગી છે. હવે તો ધીમે-ધીમે વજન ઓછો થતો જાય છે.

ખૂબસૂરત છોકરી પણ શરીર બેડોળ હોવાને કારણે બેડોળ લાગતી હતી. હવે તો એ પ્રોપર ડાયેટ પ્લાન ફોલો કરે છે જેને કારણે તેના શરીરમાં ઘણો તફાવત આવ્યો છે સાથે વજન પણ ઓછો થતો જાય છે. પહેલા તેને આદત હતી કે એક દિવસમાં પાંચ રેસ્ટોરન્ટમાં જઈને અલગ-અલગ રેસિપીઓ ખાઈને એકદમ પેટને ભરી લેતી પણ હવે એ આદત પર કંટ્રોલ મુક્યો છે. હવે જીમ અને યોગાથી વજનને કાબુ કરી રહી છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Comment