ગરમીમાં ઠંડક મેળવવા માટે ટ્રાય કરો મેંગો સ્ટફ્ડ કુલ્ફી, જાણી લો એને બનાવવાની સરળ રીત.

Image Source

મેંગો સ્ટફડ કુલ્ફીની રેસિપી ખૂબ જ અલગ હોય છે. કારણ કે એમાં વચ્ચે રબડી ભરવામાં આવે છે અને બહારનો ભાગ કેરીનો હોય છે. કુલ્ફી ભારતનું એક પ્રસિદ્ધ ડેઝર્ટ છે અને ગરમીની ઋતુમાં દરેક જગ્યાએ તે સ્ટ્રીટ ફૂડ તરીકે સરળતાથી મળી રહે છે. એને બનાવવા માટે ની રીત એકદમ સરળ છે. આ રેસીપી બનાવવા માટે કેટલીક વસ્તુઓની જરૂર હોય છે. જે ઘર પર જ સરળતાથી મળી રહે છે. સામાન્ય રીતે એના માટે અલ્ફાંસો કેરી પસંદ કરવામાં આવે છે. કારણ કે એ ખૂબ જ મીઠી હોય છે, પરંતુ તમે સામાન્ય રીતે કોઈપણ મીઠી કેરી નો ઉપયોગ કરી શકો છો. ખાટી કેરી નો ઉપયોગ કરવો જોઈએ નહીં.

જરૂરી સામગ્રી –

  • પાકેલી કેરી 4 થી 5 નંગ
  • ખાંડ સ્વાદ પ્રમાણે
  • ઘરે બનાવેલો માવો 200 ગ્રામ
  • એક કપ ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ્સ
  • 3 નંગ ઈલાયચી
  • 3 કપ દૂધ

Image Source

દૂધને ઉકાળી લેવું અને અન્ય સામગ્રીને સાથે મિક્સ કરી લેવી.ત્યારબાદ માવો મિક્સ કરવો. જ્યારે માવો સરખી રીતે મિક્સ થઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય, ત્યારે એને ઠંડુ થવા દેવું. હવે બધી કેરી ના ઉપરના ભાગને કાઢીને બીજની ચારે બાજુથી એને ધ્યાનપૂર્વક કાપી લેવી.

હવે ખુબ જ ધ્યાનપૂર્વક હાથ વડે કેરીના બીજને કાઢી લેવા. ત્યારબાદ ઠંડી કુલ્ફીના મિશ્રણને કેરી માં નાખી દેવું. કેરી ને પડી ન જાય અને વ્યવસ્થિત રીતે જામે એના માટે નાની ગ્લાસ અથવા પ્યાલામાં રાખીને ઉપર થી ઢાંકી દેવું. ત્યારબાદ એને આખી રાત છથી સાત કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દેવું. ત્યારબાદ ફ્રીઝરમાંથી કાઢી ને કેરીને છોલી ને બેથી ત્રણ મિનિટ સુધી રાખી દેવી. ત્યારપછી અણીદાર ચપ્પુની મદદથી ગોળાકારમાં કાપવી એને ડ્રાયફ્રૂટ્સની સાથે સર્વ કરવી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ગરમીમાં ઠંડક મેળવવા માટે ટ્રાય કરો મેંગો સ્ટફ્ડ કુલ્ફી, જાણી લો એને બનાવવાની સરળ રીત.”

Leave a Comment