ખરતા વાળ અને વાળના ગ્રોથ માટે બેસ્ટ છે આ આયુર્વેદિક તેલ, તેને ઘરેજ આ રીતથી આસાનીથી બનાવો

જો તમે પોતાના વાળની ગુણવત્તામાં સુધારો લાવવા માંગો છો અને વાળને ખરતા રોકવા માંગો છો તો આ આયુર્વેદિક તેલનો ઉપયોગ કરો.

વાળનું ખરવું એક સામાન્ય સમસ્યા છે. જીવનશૈલી અને ખાણીપીણી યોગ્ય ન હોવાના કારણે અથવા પ્રદૂષણના લીધે પણ વાળ ખરવાની સમસ્યા થઈ જાય છે. મહિલાઓની સાથે સાથે પુરુષોને પણ આ સમસ્યા થી પસાર થવું પડે છે આપણા શરીરમાં વિટામિન પ્રોટીન અને મિનરલ્સ ની ઉણપ અને થાઇરોઇડ વગેરેને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણા લોકોને તણાવના કારણે પણ વાળ સફેદ થવા લાગે છે જો તમે વાળના ખરવાથી પરેશાન છો તો આ તમારા વાળ અને સ્કાલ્પ ઉપર ધ્યાન આપવાનો સમય છે.

વાળને ખરવાથી નિયંત્રિત કરવા અને તેને રોકવા માટે ઘરે જ આસાનીથી ઉપલબ્ધ ઘરેલુ સામગ્રીનો ઉપયોગ કરી શકાય છે. વાળને ખરતા રોકવા માટે આયુર્વેદિક તેલ ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે તેની સાથે વાળના વિકાસને પણ વધારો આપવાની સાથે તેને જાડા અને કાળા પણ બનાવશે. વાળને ખરતા વાળને પાતળા થવા તેને શરૂઆતથી જ રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પોતાના વાળની ગુણવત્તામાં સુધારો કરવા માંગો છો અને વાળને ખરતા રોકવા માંગો છો તો આ આયુર્વેદિક તેલનો ઉપયોગ કરો.

હેર ઓઇલ બનાવવા માટે સામગ્રી

  • તલ, નાળિયેર અથવા સરસવનું તેલ
  • થોડી માત્રામાં ભાંગ
  • 1 થી 15 મીઠા લીમડાના પાન
  • થોડું ભૃંગરાજ
  • ત્રણથી ચાર સુકવેલા આંબળા
  • એક ચમચી ત્રિફળા
  • 2 ડુંગળી નાના આકારની

આ પ્રમાણે બનાવો હેર ઓઇલ

  • સૌપ્રથમ એક કઢાઈમાં તેલ નાંખીને તેને ગરમ કરો.
  • તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન અને ડુંગળી નાખો.
  • હવે એક પછી એક દરેક વસ્તુ નાખો અને ધીમી આંચ પર તેને થવા દો.
  • જ્યારે દરેક વસ્તુ એકદમ કાળી થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને તેલને ઠંડું થવા દો.
  • જ્યારે તે ઠંડુ થઈ જાય તો તેને બોટલમાં ભરો.
  • તમારું તેલ બનીને તૈયાર છે.
  • અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ તેલને વાળમાં લગાવીને સારી રીતે મસાજ કરો.
  • ત્યારબાદ માઈલ્ડ શેમ્પુ અને કંડિશનરથી વાળ ધૂઓ.

નોંધ

આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે અને તેના પરિણામ અલગ અલગ લોકો માટે અલગ અલગ હોઈ શકે છે તેને ઉપયોગ કરતા પહેલા મહેરબાની કરીને કોઈ વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment