સૂતી વખતે વજન ઘટાડવા માટે આ પાંચ પીણાં છે ઉત્તમ, જે વગર કસરતે તમને પાતળા બનાવી શકે છે

Image Source

કસરત કે કામ કરતાં જ નહીં, પરંતુ નિંદ્રામાં પણ તમે તમારું વજન ઘટાડી શકો છો. એવા ઘણા પીણાં છે, જેને સૂવાના સમય પહેલાં લેવામાં આવે તો તમારું વજન ઝડપથી ઘટી શકે છે.

વજન ઘટાડવા માટે તમે શું નથી કરતા. ઘણા પ્રકારના ભોજન અને ભોજનની રીતો અનુસરો છો. પરંતુ આ બધી વસ્તુઓ ઘણા પ્રકારના ભ્રમ ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં સમજવું મુશ્કેલ છે કે અંતે શું સાચું છે અને શું ખોટું. તમને જણાવી દઈએ કે ફક્ત ખોટી ખાણી પીણી જ નહીં, પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે, જે આપણું વજન ઝડપથી વધારે છે. ઘણા ઓછા લોકો જાણે છે,પરંતુ રાત્રિનું ભોજન આપણું વજન વધારવાનું સૌથી મોટું કારણ છે.

ખરેખર, તમે રાત્રે સુતા પહેલા ભરપેટ ભોજન કરો છો, જે વજન વધારવા માટે જવાબદાર છે. વિશેષજ્ઞોના મત મુજબ, સૂતા પહેલા તરત જ ખાવાપીવાથી વધારાની કેલેરીને વધારી શકે છે. તેનાથી હૃદયરોગ અને ડાયાબિટિસની સાથે તમારું વજન પણ ઝડપથી વધવાનું શરૂ થાય છે. જો તમે ખરેખર તમારું વજન નિયંત્રિત કરવા ઈચ્છો છો, તો રાત્રે સૂવાથી બે કલાક પહેલા ભોજન કરી લો. સાથે અમુક એવા પીણાંનું સેવન કરો જે સૂતી વખતે વજન ઘટાડવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જો તમે મૂંઝવણમાં છો, તો તમારી મદદ માટે અહીં અમે અમુક એવા બેડ ટાઇમ વેટ લોસ ડ્રિંકસ જણાવી રહ્યા છીએ જેનું સેવન કરવાથી તમારું વજન સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રહેશે.

Image Source

કૈમોમાઈલ ટી:

કૈમોમાઈલ ટી વજન ઘટાડવા માટેનું ઉત્તમ પીણું છે. રાત્રે સુતા પહેલા જો કૈમોમાઈલ ટી નું સેવન કરવામાં આવે, તો તેનાથી તમારું વજન નિયંત્રણમાં રહેશે. આ પીણું સારી ઊંઘ માટે પ્રખ્યાત છે. તેનો એક કપ તમારા શરીરમાં ગ્લાયસીન લેવલ, જે એક પ્રકારનું ન્યુરોટ્રાન્સમીટર છે, જે સ્નાયુઓને આરામ આપવાની સાથે તમને ઊંઘનો અનુભવ પણ કરાવે છે. ઘણા અભ્યાસોમાં એવું સૂચવવામાં આવ્યું છે કે કૈમોમાઈલ ટી શુગર લેવલને નિયંત્રિત કરી વજન ઘટાડવામાં મદદ કરે છે.

Image Source

ગ્રીક યોગર્ટ પ્રોટીન શેક:

રાત્રે સુતા પહેલા ગ્રીક યોગર્ટ પ્રોટીન શેક લેવું એ ઉત્તમ વિકલ્પ છે. તેમાં રહેલા પ્રોટીનથી સ્નાયુઓની સાર સંભાળ થાય છે, જેનાથી તમે શાંતિપૂર્ણ ઊંઘ લઇ શકો છો. તમને જણાવી દઈએ કે, જેટલા વધારે સ્નાયુઓ હશે, તમારા શરીરમાં એટલી વધારે કેલેરી બર્ન થશે. આવી સ્થિતિમાં તમારું વજન ઝડપથી ઘટશે. તેને ઘરે બનાવવું ખુબ જ સરળ છે. એક બરણીમાં એક ચમચી બદામ વાળુ માખણ, કેળુ, એક ચમચી ઇન્સ્ટન્ટ કોફી, એક ચમચી ચોકલેટ ફ્લેવરનું બદામ વાળુ દૂધ, એક ચમચી ફ્લેવર પ્રોટીન પાવડર અને પાંચથી સાત બરફના ટુકડા નાખો. સરખી રીતે મિક્સ કરો અને ૩૦થી ૪૫ સેકન્ડ સુધી પીસો. ગ્રીક યોગર્ટ પ્રોટીન શેક તૈયાર છે.

Image Source

તજની ચા:

જો તમે ખૂબ જ ઝડપથી વજન ઘટાડવા ઇચ્છો છો, તો આ તજની ચાનુ સેવન ચાલુ કરી દો. વજન નિયંત્રિત કરવા માટે તજની ચા ઉત્તમ કુદરતી પીણું છે. તેમાં મેટાબોલિઝમ વધારવાના ગુણ હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટિબાયોટિક તેને ડીટોક્સ પીણું બનાવે છે. તે ચરબી બર્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેને બનાવવું સરળ છે.

સૌપ્રથમ તજના ટુકડાઓને પાણીમાં નાંખી દો અને ઉકળવા દો. ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી તેમાં સુગંધ આવવા લાગે. હવે તેમાં લીંબુના રસના એકથી બે ટીપાં નાખો.

તેની કડવાશ કદાચ તમને પસંદ ન આવે, તો ચા મા એક ચમચી મધ ભેળવી લો.તમારું બેડ ટાઇમ વેટ લોસ પીણું તૈયાર છે. જણાવી દઈએ કે લીંબુ, મધ અને તજનું મિશ્રણ વજન ઘટાડવા માટે એક રામબાણ ઈલાજ છે.

Image Source

મેથી ની ચા:

જો તમને તજની ચા પસંદ ન હોય, તો મેથીની ચા એક બીજો વિકલ્પ છે. સારી ઊંઘ માટે મેથીની ચા જરૂર પીવી. રાત્રે જો તમે ભરપેટ ભોજન કરી લીધું હોય, તો પાચનના સુધારણા માટે આ અસરકારક માનવામાં આવે છે. તેને બનાવવા માટે એક ચમચી મેથી એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખી દો. સવારે તેને ગાળીને પાણી અલગ કરી લો અને આ પાણીને હુંફાળું કરીને રાત્રે સુતા પહેલા પીવું. તેનું નિયમિત સેવન કરવાથી ખૂબ જ ઝડપથી વજન નિયંત્રિત કરી શકશો.

Image Source

હળદર વાળું દૂધ:

હળદરના ગુણો આપણે બધા જાણીએ છીએ. હળદર ફક્ત ભોજનને રંગ અને સ્વાદ આપતી નથી, પરંતુ તે એક ઔષધીય ગુણો માટે પણ ઓળખવામાં આવે છે. શરદી, ઉધરસ, તાવ કે ઘાને સરખું કરવા ઉપરાંત તે વજન ઘટાડવા માટે પણ અસરકારક સાબિત થાય છે. હળદર એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે, જે શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. વિશેષજ્ઞો મુજબ, રાત્રે સૂતા પહેલાં દરરોજ હળદરવાળું દૂધ પીવું જોઇએ. થોડા જ દિવસોમાં તમે ઓછા વજનનો અનુભવ કરશો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. અમે ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે અને તમારી સુધી પોહચાડવાનો પ્રયત્ન કરેલ છે, ફક્તગુજરાતી કે ફક્તફૂડ આનું સમર્થન નથી કરતું.

Author: FaktGujarati Team

Leave a Comment