આ નવ કારણોને લીધે શરીરમાં રહે છે બેચેની, તો જાણો તેના લક્ષણો અને ઉપાયો

Image Source

બેચેની એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ અસામાન્ય અનુભવે છે. આ સમસ્યા વધુ પડતા કેફીનના સેવનથી, ચિંતાથી, અમુક સપ્લિમેન્ટ લેવાથી કે ચેતા સંબંધિત સ્થિતિઓના કાર્યમાં અવરોધ આવવાથી ઉત્પન્ન થઇ શકે છે. આ એક એવી પ્રક્રિયા છે જે શારીરિક અને માનસિક બંનેની ચિંતાનું કારણ બને છે. આવી સ્થિતિમાં ફક્ત હૃદયની ગતિ જ નહીં પરંતુ શ્વાસ પણ ઝડપથી લેવાય છે. વ્યક્તિ યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી અને તેમના દરરોજના કાર્યો પર પણ અસર પડે છે. આજે અમે તમને આ લેખ દ્વારા બેચેનીના કારણો, લક્ષણો અને તેની સારવારના ઉપાયો વિશે જણાવીશું.

બેચેનીના કારણો:

બેચેનીના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક કારણે કે શારીરિક પરિસ્થિતિના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. જાણીએ તેના કારણો વિશે

  1. ઓસિડી એટલે કે ઓબ્સેસિવ કંપ્લીસિવ ડિસોર્ડરને લીધે બેચેની ઉત્પન્ન થઇ શકે છે.
  2. આ સિવાય પોસ્ટ ટ્રોમા સ્ટ્રેસ પણ બેચેનીનું એક કારણ છે.
  3. ગભરામણને કારણે વ્યક્તિ ઝડપથી બેચેન થઈ જાય છે.
  4. જે લોકો સ્લીપ એપનીયા એટલે કે ઊંઘ સંબંધિત વિકૃતિઓ કે અનિંદ્રાનો શિકાર થાય છે તેઓ પણ ઝડપથી બેચેન થઈ જાય છે.
  5. ઊંઘ સંબંધી વિકારોમાં રેસ્ટલેસ લેગ સિંડ્રોમનો પણ સમાવેશ છે. આ તેવી પરિસ્થિતી હોય છે જેમાં વ્યક્તિ સતત બેચેન રહે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ પોતાના પગ હલાવવા, આંગળીઓના પોઇન્ટને દબાવવા વગેરે વસ્તુઓ કરવા માંડે છે. તેના લીધે શરીરમાં આઈબીએસ ઇરીટેબલ બાઉલ સિંડ્રોમની સમસ્યા ઉત્પન થઈ જાય છે. તે લોકો પગને એટલા માટે હલાવે છે કારણકે તેઓ પગમાં ખેંચાણ અનુભવે છે જે હલાવવાથી સરખું થાય છે.
  6. જ્યારે કોઈ માણસને કંટાળો આવે છે ત્યારે પણ વ્યક્તિ બેચેન થઈ જાય છે.
  7. એડીએચડી ને લીધે પણ વ્યક્તિ ઝડપથી બેચેન થઈ જાય છે.
  8. જે લોકો નશો કરે છે કે ડ્રગ્સ સંબંધિત વસ્તુઓ લે છે તેના શરીરમાં ખરાબ અસરો જોવા મળે છે જેમાં બેચેની પણ એક લક્ષણ છે.
  9. હાઇપરથાઇરોઇડિઝમને લીધે વ્યક્તિ ઝડપથી બેચેન થઈ જાય છે.

બેચેનીના લક્ષણો:

તમને જણાવી દઈએ કે બેચેનીમાં ઘણીવાર લોકો મનની અશાંતિ અને અસમાનતાનો અનુભવ કરે છે. તેના વિશે સતત ખસેડવાની ઇચ્છા રહે છે અને જ્યારે તે ખસેડવામાં અસમર્થ રહે છે ત્યારે પોતાના હાથ પગમાં એક અલગ જ ખેંચાણનો અનુભવ કરે છે. આ ઉપરાંત કેટલાક બીજા પણ લક્ષણો જોવા મળે છે જે આ રીતે છે

  1. શરીરમાં ધ્રુજારી
  2. હૃદયના ધબકારા વધી જવા
  3. ચિંતા
  4. અનિંદ્રાનો શિકાર થવો
  5. કોઈપણ વસ્તુમાં ધ્યાન લગાવવું
  6. હાથ અને પગને થપથપાવુ
  7. અતિ સંવેદનશીલતા
  8. તમારી જાતને માનસિક બીમાર સમજવું
  9. નાની નાની વાતમાં વ્યાકુળ થઈ જવું

Image Source

બેચેનીની સારવાર:

બેચેનીથી ઘણી રીતે સારવાર કરી શકાય છે-

  1. તમારા ભોજનમાં એવા જટિલ કાર્બોહાઈડ્રેટ ઉમેરો જે ધીમે-ધીમે પચે છે.
  2. દિવસ દરમિયાન અને રાત્રે પણ સુતા પહેલા ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ન કરવો. સાથે તમારા સુવા અને ઉઠવાનો સમય નક્કી કરો.
  3. નિયમિત રીતે વ્યાયામ કરો અને વધુમાં વધુ કુદરતી પ્રકાશના સંપર્કમાં રહો.
  4. દારૂના સેવનથી બચવું અને સાથે જ નશાની આદતથી દૂર રહેવું.
  5. ચા, કોફી કે પીણાંનું સેવન ટાળો. ખાસ કરીને કૈફીનનું સેવન મર્યાદિત માત્રામાં કરો.

નોંધ:જો તમને ઉપરનાં લક્ષણો ગંભીર સ્વરૂપ લેતાં દેખાય તો ડોક્ટર પાસે તપાસ જરૂર કરાવવી. ડોક્ટર લોહીની તપાસ દ્વારા, થાઈરોઇડ ફંક્શન ટેસ્ટ, સિબિસી, સીટી સ્કેન, એમઆરઆઈ, ઇસીજી વગેરેની પણ તપાસ કરે છે. જો તેઓ કોઈ તબીબી કારણોને સમજી શકતા નથી તો તેઓ તમને મનોવૈજ્ઞાનિક પાસે જવાની સલાહ આપે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment