આ છે આ દુનિયાના સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ

Image Source

આખી દુનિયામાં ૧૯૦ થી પણ વધારે દેશ હશે જેમાં ફરવા માટે એકથી એક અવિશ્વસનીય અને સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ છે, જે દર વર્ષે દુનિયાના જુદા જુદા ખૂણામાંથી લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જો આપણે આખી દુનિયાની વાત કરીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા થી લઈને સ્થાપત્ય સંરચનાઓ સુધી તે બધી જ વસ્તુઓ રહેલી છે જે આપણા વિચારથી પણ આગળ છે. જો તમે ભારત ની બારની દુનિયાના સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ ફરવા પણ માંગો છો તો તમારું આખું જીવન નીકળી જશે પરંતુ તમે દુનિયાના સૌથી સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ ફરી નહીં શકો.

કોઈપણ પ્રવાસી માટે દુનિયાની બધી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ફરી શકવું શક્ય નથી તેથી અમે આ લેખમાં દુનિયાની સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સની યાદી તૈયાર કરેલી છે, જેનાથી તમે તમારી ઈચ્છા અનુસાર કોઈપણ સ્થળને તમારી મુસાફરી માટે લઈ શકો છો.

જો તમે અત્યારે ત્યાં ફરવા માટે જઇ શકતા નથી તો પણ તમારે આ લેખને સંપૂર્ણ વાંચવો જોઈએ જેમાં તમે અંદાજો લગાવી શકો છો કે આપણી દુનિયા કેટલી સુંદર છે.

Image Source

પેરિસ:

ફ્રાન્સ ની રાજધાની પેરિસ વિશ્વના સૌથી સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ માંથી એક છે જે દર વર્ષે દુનિયાભરના લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. “સિટી ઓફ લવ અને સિટી ઓફ લાઇટ્સ”જેવા બીજા નામથી પ્રખ્યાત આ સુંદર સ્થળ ઍફીલ ટાવર, લૌવર અને આર્ક ડી ટ્રાયંફ જેવા ઘણા વિશ્વ વિખ્યાત પ્રવાસીઓને પોતાની અંદર સમાવેલા છે. પ્રવાસીઓના આકર્ષણ ની સાથે સાથે પેરિસમાં વિચિત્ર કૈફે, જીવંત બજાર, ટ્રેન્ડી શોપિંગ જેવા બીજા ઘણા આકર્ષણ પણ રહેલા છે, જેનાથી પ્રવાસીઓ ને હકીકતમાં પ્રેમ થઈ જાય છે. જ્યારે પણ તમે પેરિસ આવશો તો અહીં દુનિયા ભરથી આવેલા પ્રવાસીઓને જોશો. જે સીટી ઓફ લાઈટસ કે પેરિસની સુંદરતાનો અનુભવ અને આનંદ માણવા માટે આવે છે.

પેરિસની ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ:

  • ઍફીલ ટાવર
  • નોટ્રે ડેમ ગિરજાઘર
  • સૈક્રે કોઇર
  • સીન નદી
  • લ્યુવ્રે મ્યુઝિયમ

Image Source

બોરા બોરા, ફ્રેન્ચ પોલિનેશિયા:

ફ્રેંચ પોલિનેશિયા ના એક ભાગમાં આવેલું બોરા બોરા એક જ્વાળામુખી ની સાથે સાથે એક સ્વપ્નિલ ટાપુ છે. જે આરામદાયક રજાઓ માટે તરસતા પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે.ગાઢ જંગલો, નીલા લૈગૂન, રોમેન્ટિક ઋતુ અને નાના નાના ટાપુ થી ધેરાયેલા બોરા બોરા ટાપુ દુનિયાના સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સની યાદીમાં ટોચ પર છે. જેને લેખક જેમ્સ માઈકલનર એ પોતાના એક પુસ્તક ટેલ્સ ઓફ ધ સાઉથ પૈસિફિક, માં દુનિયાના સૌથી સુંદર ટાપુના રૂપમાં લખ્યો હતો.

જ્યારે પણ તમે અહી આવશો તો તમને અહી મનોહર સમુદ્ર કિનારો, લીલાછમ જંગલો અને શાનદાર રોમેન્ટિક રિસોર્ટ મળશે, વિશ્વાસ કરો જ્યારે પણ હવાઈમાર્ગે થી ઉતારશો તો તમને આ જાદુઈ જગ્યાને જોઈને એવો અનુભવ થશે જાણે તમે દુનિયાના કોઈ જુદા જ ભાગમાં આવી ગયા હોઈ જેની કલ્પના પણ નહીં કરી હોય આપે. ઘણા બધા યુગલો પોતાના હનિમૂન માટે પણ અહી આવવાનું પસંદ કરે છે જે હનિમૂન માટે ખૂબ જ ખાસ છે.

બોરા બોરા ના ટોચના આકર્ષણો:

  • સ્કુબા સ્નોરકલિંગ
  • મતીરા બીચ
  • લેપર્ડ રેન્જ

Image Source

લંડન:

લંડન પોતાના માં જ એક દુનિયા છે જેને દુનિયાના સૌથી સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાં ક્યારેય ભુલાતું નથી. લંડન શહેર ઇંગ્લેન્ડની રાજધાનીની સાથે સાથે ગ્રેટ બ્રિટન માં સૌથી વધારે વસ્તી વાળુ શહેર છે. લંડન હકીકતમાં હિસ્ટ્રિકલ લેન્ડમાર્ક અને મોર્ડન દુનિયાનું સંયોજન છે જે દર વર્ષે લખો લોકોને  આંતરરષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરે છે. લંડન ગ્રેટ આર્કિટેકચર અને હેરિટેજ સહિત લંડન આઇ, બિગ બેન, હાઉસિસ ઓફ પર્લામેન્ટ, વેસ્ટમિંસ્તર ના એબી અને નેલ્સન જેવા ઘણા પ્રવાસી આકર્ષણ વાળુ શહેર છે જે તેને દુનિયાના સૌથી સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ માનું એક બનાવે છે.

લંડન ના ટોચના પ્રવાસ આકર્ષણો:

  • સેંટ પોલ કૈથેદ્રલ
  • બંકિંધમ પેલેસ
  • લંડન આઇ
  • ટાવર બ્રીજ
  • બ્રિટિશ મ્યુઝિયમ
  • નેશનલ ગેલેરી

Image Source

સેંટોરીની, ગ્રીસ:

સેન્ટોરીની એક જ્વાળામુખી ટાપુ છે જેનું નિર્માણ મોટા જ્વાળામુખી વિસ્ફોટ પછી થયું હતું. તમે તમારા પ્રવાસ માટે દુનિયાના સૌથી સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ શોધી રહ્યા હોય તો તમે સેંટોરીની, ગ્રીસ ની પસંદગી કરી શકો છો. તે સૌથી સુંદર આઈલેન્ડ રોમેન્ટિક બિચિસ, પ્રાકૃતિક સુંદરતા, વૈભવશાળી રિસોર્ટ, ગામડાઓ અને બીજા ઘણા પ્રવાસી આકર્ષણો થી ઘેરાયેલું છે જે તેને દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક બનાવે છે. સેંટોરીની સમુદ્ર કિનારો, સૂર્યાસ્તના અદભુત નજારો અને ગામડાઓ સહીત પ્રવાસી આકર્ષણો ને એક સમૃદ્ધ વિવિધતા પ્રદાન કરે છે જે તેને સૌથી સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ આ દુનિયાથી બહાર કરી જ નથી શકતા.

સેંટોરીનીમાં રોમેન્ટિક બિચિસની સાથે સાથે પ્રાચીન ફિરા અને પ્રાચીન અક્રોટિરી જેવા ઘણા પુરાતત્વીય સ્થળો પણ છે જેમાં મીનોઅન યુગ ના ખંડેરો છે. સેંટોરીની ને ઘણી પત્રિકાઓ અને ટ્રાવેલ સાઇટો દ્વારા દુનિયાના સર્વશ્રેષ્ઠ ટાપુ રૂપે સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં ટ્રાવેલ લીઝર મેગેઝીન, બીબીસી, યુએસ સમાચાર અને ટ્રીપએડવાઈઝર નો સમાવેશ છે.

સેંટોરિનીના ટોચના પ્રવાસ આકર્ષણો:

  • ફિરા
  • ઑયા
  • એક્રોટિરી
  • પેરીસા
  • જ્વાળામુખી

Image Source

માઉઈ આઇલેન્ડ હવાઈ:

પોતાના ચોખ્ખા સમુદ્ર કિનારા, સર્ફિંગ,નાટકીય દ્રશ્યો અને અદભુત જળવાયું માટે વિશ્વ વિખ્યાત માઉ દુનિયાના સૌથી સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ માનું એક છે. આ સુંદર આઈલેન્ડ હવાઈ ના મોટા ટાપુની પશ્ચિમે આવેલું છે, જેને અલનુઈડા ચેનલ દ્વારા જુદું કરવામાં આવ્યું છે. માઉ ના પહાડી દ્રશ્યોમાં વાતાવરણ ઘણું જુદું લાગે છે.

માઉ માં જો તમે હાના રોડ પર ગાડી ચલાવી રહ્યા હોય, હેલિકોપ્ટરથી હર્યા ભર્યા સમુદ્ર કિનારા ના દ્રશ્યનો આનંદ લઈ રહ્યા હોય, સમુદ્રી કાચબાઓ સાથે સ્નોર્કલિંગ કરી રહ્યા હોય કે ફક્ત દ્વીપના મધ કે કાળા રંગના સમુદ્ર કિનારા પર આરામ કરી રહ્યા હોય, તમે જોશો કે માઉ માં આ બધી જ ક્રિયાઓ હાજર છે જે દર વર્ષે વિશ્વભરના કેટલાય મિલિયન પ્રવાસીઓને આકર્ષિત કરવામાં સફળ થાય છે.

માઉઇ આઈલેન્ડના ટોચના પ્રવાસ આકર્ષણો:

  • હલા કેલા નેશનલ પાર્ક
  • માઉઇ ઓશિયન સેન્ટર
  • લાહિના અને કાનાપાલી બીચ
  • હાના એન્ડ હાના રોડ

Image Source

કેમોનિક્સ, ફ્રાન્સ:

વિશ્વના સૌથી સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ ની યાદીમાં શૈમોનીક્સ, ફ્રાન્સનું ખૂબ જ સુંદર પહાડી શહેર કે હિલ સ્ટેશન છે જેને શૈમોનિકસ મોંટ બ્લાંક ના નામથી પણ જાણવામાં આવે છે. શૈમોનીકસ ફ્રાન્સ ફ્રાંસીસી આલ્પ્સ ના સૌથી પ્રખ્યાત પર્વત અને યુરોપના સૌથી બર્ફીલા શિખરની છાયા માં આવેલું શૈમોનિકસ રોમેન્ટિક રેસ્ટોરેન્ટ, કૈફે, દુકાનો, સ્ટાઇલિશ હોટેલો અને જૂના જમાનાની એબર્જેસ ની સાથે એક આકર્ષક અલ્પાઇન ગામ છે જેને દુનિયાના સૌથી સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ માંથી એક બનાવે છે.

સ્વીઝરલેન્ડ અને ઈડલી ના જંકશન પાસે આવેલું કેમોનિક્સ, પોતાના સ્કિઈગં, કલ્ચર અને ભવ્ય દ્રશ્યો માટે ઓળખીતો છે. સ્કીઇગં ઉપરાંત, શૈમોનિકસ લાંબી પૈદલ યાત્રા, પત્થર ચઢાણ, પેરાગ્લાઈડિંગ જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓ માટે પણ વિશ્વની ટોપ સાઈટસ માંથી એક છે.

શૈમોનિકસ ના ઉત્તમ પ્રવાસ આકર્ષણો:

  • મોંટ બ્લંક
  • શૈમોનીકસ વિલેઝ
  • મેર દે ગલ
  • આઇગ્વિલ ડૂ મિડી એન્ડ પૈનોરમિક મોન્ટ – બ્લેન્ક ગોંડોલા
  • ગ્રાન્ડસ મોંટેસ્ટ
  • Brevent Flegere સ્કી રિસોર્ટ

Image Source

બગન, મ્યાનમાર:

કેન્દ્રીય મ્યાનમારમાં આવેલું બગન, પુરાતત્વીય ક્ષેત્ર સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ, વાસ્તુકલા અને પ્રાકૃતિક સુંદરતાનું મિશ્રણ છે જે તેને દુનિયાની બીજી જગ્યાઓ થી અલગ અને લોકપ્રિય બનાવે છે. આ અદભૂત સ્થળમાં દુનિયાના સૌથી વધારે બૌદ્ધ મંદિરોનો સમૂહ છે જેમાં હજારો બૌદ્ધ મંદિરો અને મઠો ના અવશેષો છે, જેમાંથી લગભગ ૧૦૦૦ આજે પણ બનેલા છે. બગન એક પ્રસિદ્ધ યુનેસ્કો નો વારસા સ્થળ અને દુનિયાના સૌથી વધારે જોવાતા પ્રવાસ સ્થળો માંથી એક છે. જે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગરમ હવાના બલુનની સવારી બગન, ખૂબ જ પ્રખ્યાત સવારી અને પ્રવાસી આકર્ષણ છે જેમાં આકાશમાં ઉડતા આ સમૃદ્ધ શહેર ની સુંદરતા અને મંદિરને જોવું પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે.

બગન ના ટોચના પ્રવાસ આકર્ષણો:

  • માઉન્ટ પોપા
  • બૌદ્ધ મંદિર
  • યૈડાબો ગામ

Image Source

વેનિસ, ઈટલી:

વેનિસ દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાં ખૂબ જ રોમેન્ટિક અને આકર્ષક જગ્યા છે. વેનિસ દુનિયાની તે સુંદર જગ્યાઓમાંથી એક છે જે વર્લ્ડ ટુરીઝમ નો મહત્વપૂર્ણ ભાગ છે. વેનિસ શહેરમાં ગ્રેન્ડ કેનાલ નામનો જળ માર્ગ છે જે શહેરનો કેન્દ્રીય જળ માર્ગ છે આ જળ માર્ગને ” ધ સિટી ઓફ વોટર”ના નામથી ઓળખવામાં આવે છે અને આ જળ માર્ગ વેનિસ શહેર ના સહારે લૈગૂન અને સેન્ટ માર્કીન ની વચ્ચે પોતાનો રસ્તો બનાવે છે. વેનિસ પ્રેમી પંખી પંખી ઓ દ્વારા સૌથી વધારે જોવાતા સ્થળોમાંથી એક છે જે દર વર્ષે દુનિયાભરમાંથી કેટલાય મિલિયન પ્રવાસીઓને આકર્ષિત કરે છે. વેનિસ શહેર ની યાત્રા કરતા તમને કેટલીક એવી આકર્ષિત જગ્યાઓ મળશે જ્યાંથી તમે આ અદભુત જળમાર્ગને પણ જોઈ શકો છો.

વેનિસના ટોચના પ્રવાસ સ્થળો:

  • ગ્રેન્ડ કેનાલ
  • રિયાલ્ડો બ્રિજ
  • ડોગે નો મહેલ
  • બેસિલિકા ડી સૈન માર્કો
  • પિયાજા સૈન માર્કો
  • ડેલ એકેડીમિયા ટેટ્રો લા ફેનીસ

Image Source

ગ્રેટ બેરિયર રીફ – ઓસ્ટ્રેલિયા:

ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડ ના કિનારા પર આવેલું ગ્રેટ બેરિયર રીફ દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. ગ્રેટ બેરિયર રીફ હજારો મેદાનો,સફેદ રેતાળ સમુદ્ર કિનાર અને સેંકડો ટાપુઓથી દ્વારા બનેલો છે. આ સુંદર જગ્યાની સાચી સુંદરતા પાણીની નીચે છે, જિહા આ જગ્યા ૬૦૦ પ્રકારના પ્રવાલ, રંગીન માછલીઓની અગણિત પ્રજાતિઓ અને બીજા કેટલાક સમુદ્રી છોડો અને જાનવરો માટે ઘર છે જે તેને સ્કુબા ડાઈવિંગ સ્નોકર્લ માટે વિશ્વની ટોપ ડેસ્ટિનેશન્સ માંથી એક બનાવે છે.

ગ્રેટ બેરિયર રીફ ના પ્રવાસી આકર્ષણો:

  • સમુદ્ર કિનારો
  • વોટર સ્પોર્ટ્સ
  • સ્કુબા ડ્રાઇવિંગ
  • આઇલેંડ

Image Source

માચુ પિચ્ચુ પેરુ:

માચૂ પિચ્ચુ દક્ષિણ અમેરિકા દેશ પેરુમાં આવેલું છે જે તેની સભ્યતા સાથે જોડાયેલું એક ઐતિહાસિક સ્થળ છે. આ સુંદર સ્થળ ઉરૂબાંબા ખીણની ઉપર એક પહાડ પર આવેલું છે. માચુ પિચ્ચુ ને “Lost City of the Incas”ના નામે પણ જાણવામાં આવે છે. માચુ પિચ્ચુ ભવ્ય મનોહર દ્રશ્યો અને અવિશ્વસનીય ઇતિહાસ ને સમેટાયેલું છે, જે તેને ઇતિહાસ પ્રેમીઓ અને પ્રવાસીઓને ફરવા માટે દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક બનાવે છે. માચુ પિચ્ચુ સમુદ્ર ની સપાટી થી એક પહાડી ઉપર ઊંચાઈએ આવેલું છે જ્યાં જવું એ તમારા માટે ખૂબ જ યાદગાર સાબિત થઈ શકે છે. માચુ પિચ્ચુ ની સુંદરતા જોયા પછી તમને જાણ થઈ જશે કે તે દુનિયાના સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માનું એક કેમ છે.

Image Source

નાયગ્રા ધોધ, કેનેડા:

સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડાની સીમા પર આવેલો નાયગ્રા ધોધ વિશ્વના સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ માંથી એક છે જે પોતાના અદભૂત નજારાઓ માટે દુનિયામાં પ્રખ્યાત છે. નાયગ્રા ધોધ અમેરિકન ધોધ, હોર્સશી ધોધ અને બ્રાઇડલ વિલ આ ત્રણ મોટા અને નાના પાણીના ધોધ નું સંયુક્ત રૂપ છે. જ્યારે ૫૧ વિચારની ઊંચાઈએથી પડતું પાણી ઝાકળ બનાવે છે અને પાણીનો સુંદર અવાજ ઝરણા માંથી નીકળે છે.

નાયગ્રા ધોધ વિશેની સૌથી વિશેષ બાબત એ છે કે જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે વિશ્વના સૌથી મોટા ધોધનો સુમર નાયગ્રા ધોધ બરફના રૂપમાં થીજે છે. નાયગ્રા પાણીનો ઘટાડો બરફમાં ફેરવાઈ ગયા પછી પણ પ્રવાસીઓ લાંબી લાઇનમાં આ નજારો જોવા માટે આવતા રહે છે. બરફથી થીજેલા નાયગ્રા ધોધને જોવું એ પોતાનામાં એક અલગ જ અનુભવ હોય છે.

Image Source

અમલાફી કોસ્ટ, ઈટલી:

નેપલ્સ અને સાર્લેનો ની વચ્ચે આવેલું અમલાફી કોસ્ટ કિનારો, ઇટલીના પ્રખ્યાત પ્રવાસી સ્થળો અને દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. સરાસર મેદાનો, નાના નાના સમુદ્ર કિનારાઓ અને સમુદ્ર કિનારે વસેલા ભવ્ય શહેરો અમાલ્ફિ તટ ના ટોચના પ્રવાસ આકર્ષણો છે જે દર વર્ષે વિશ્વ ભરથી હજારો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થાય છે. આ સુંદર સ્થળ ની સુંદરતા ને શબ્દોમાં વર્ણવું મુશ્કેલ છે તેથી તમારે તમારા જીવનમાં એકવાર અહીં જરુર આવવું જોઈએ.

અમાલ્ફિ તટ ના ટોચના પ્રવાસ આકર્ષણો:

  • સોરેંટો શહેર
  • પેજીટાનો
  • અમાલ્ફિ શહેર રવેલો
  • વોટર સ્પોર્ટ્સ

Image Source

બ્લુ લગૂન આઇલેન્ડ, બહામાસા

બ્લુ લગૂન આઇલેન્ડ બહામાસા ની રાજધાની શહેરમાં આવેલું એક સુંદર આઈલેન્ડ છે જે અહીં આવનારા પ્રવાસીઓને જુદા જુદા પ્રકારના વોટર-સ્પોર્ટ્સ અને સમુદ્ર તટના કિનારે રોમેન્ટિક સમય વિતાવવાનો અવસર આપે છે. સમુદ્ર તટ ની ચમકતી સફેદ રેતી, ફિરોઝા સમુદ્રનું પાણી અને શાનદાર નારિયેળના તાડના વૃક્ષોથી સજ્જ”બ્લુ લૈગૂન ટાપુ” ધરતી ઉપર સ્વર્ગ સમાન છે.

પ્રાકૃતિક વનસ્પતિ, બગીચાઓ, દેશી પક્ષી અને અદ્વિતીય પ્રવાલ ભીતો આ ટાપુ ને વધારે આકર્ષક બનાવે છે જે દુનિયા ભરના પ્રવાસીઓને અહીં આવવા માટે મજબુર કરે છે. જો તમે ફેમિલી વેકેશન કે મિત્રો પ્રવાસ માટે દુનિયાના સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ ની શોધ કરી રહ્યા છો તો તમે બ્લુ લગૂન આઇલેન્ડ ની તમારી મુસાફરી માટે પસંદ કરી શકો છો.

Image Source

પ્લિટવિસ લેક, ક્રોએશિયા:

એદ્રિયાટિક સાગરના કિનારે જાગ્રેબ અને જડાર ની વચ્ચે અડધા રસ્તા માં આવેલું પ્લિટવિસ તળાવ દુનિયાના સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ માંથી એક છે. પ્લિટવિસ તળાવ ક્રોએશિયા એક રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવેલું ૧૬ તળાવો છે જે જળપ્રપાતો થી જોડાયેલા છે. આ બધા જ તળાવો સુંદર જંગલો અને અવિશ્વસનીય રસ્તાઓથી ઘેરાયેલા છે જે આ ટ્રેકર્સ વચ્ચે પણ ઘણું લોકપ્રિય બનાવે છે. તળાવો અને પ્રાકૃતિક નજારો ની સાથે સાથે અહી રીંછ, ભેડિયા અને સુવર અને પક્ષીઓ સહિત જુદા જુદા પ્રકારના વન્યજીવ પ્રજાતિઓ પણ રહેલી છે જે તેના આકર્ષણમાં વધારો કરવાનું કામ કરે છે. વિશ્વાસ રાખો જો તમે એક વાર અહીં પગ રાખશો તો તેની સુંદરતા અને અદભૂત દ્રશ્યો ના દિવાના બની જશો.

Image Source

યલોસ્ટોન નેશનલ પાર્ક અમેરિકા:

સંયુક્ત રાજ્ય અમેરિકામાં મોંટાના અને ઇડહો ની વચ્ચેના સરહદ ક્ષેત્રમાં આવેલું યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રીય ઉદ્યાન અને દુનિયાના સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ માંથી એક છે. યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન ની સ્થાપના ૧૮૭૨માં કરવામાં આવી હતી, જે લગભગ મિલિયન એકર ના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન ઓલ્ડ ફેથફૂલ,ગીજર અને ગ્રાન્ડ પ્રીઝમેટિક સ્પ્રિંગ માટે અમેરિકાનું સૌથી પ્રખ્યાત સ્થળ છે.વન્યજીવ પ્રજાતિઓ ની વાત કરીએ તો યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન ગ્રીજલી કાળા રીંછ, જંગલી બાઈસન, ભેદિયાઓ સહિત ઘણી બીજી વન્યજીવ પ્રજાતિઓને આશ્રય આપે છે. આ ઉપરાંત પ્રાકૃતિક સુંદરતા, વિશાળ ઝરણાઓ અને પૃથ્વી પર સક્રિય ગીઝર યલોસ્ટોન નેશનલ પાર્ક નું મુખ્ય આકર્ષણ છે, જે દર વર્ષે લખો પ્રવાસીઓ મુલાકાત કરે છે.

યલોસ્ટોન નેશનલ પાર્કના ટોચના પ્રવાસ આકર્ષણો:

  • ગિજર અને કલરફૂલ હોટ સ્પ્રિંગસ
  • ગ્રેન્ડ કેનિયન વોટરફોલ
  • ટ્રેકિંગ
  • વોટર રાફટીંગ

Image Source

રિયો ડી જનેરિયો બ્રાઝિલ:

દુનિયાની સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ માંથી એક રિયો ડિ જેનેરિયો બ્રાઝિલ ના સૌથી જીવન શહેરોમાંનું એક છે જે પોતાના સમુદ્ર કિનારા, સંગીત, પાર્ટીઓ અને સંસ્કૃતિ માટે ઓળખાય છે. ભલે તમે શહેરના મોલ કે બજારોમાંથી ખરીદી કરવા ઈચ્છતા હોય કે સમુદ્ર ના કિનારે શાંત અને સુખદ વાતાવરણ માં સમય વિતાવવા માંગતા હોય રિયો ડિ જેનેરિયો એક એવું શહેર છે જેને તમે ભૂલવા નથી માંગતા. રિયો ડિ જેનેરિયો ને પોતાના સુંદર દ્રશ્યો અને પ્રવાસી આકર્ષણોને લીધી સિડેડ મારવિલોચા કે અદ્ભુત શહેર રૂપે જાણવામાં આવે છે.

આ અદભૂત સ્થળેથી કોર્કોવાડો પર્વતના શાનદાર દ્રશ્યો પણ જોઈ શકાય છે. અહીં કેટલીય સાંસ્કૃતિક આકર્ષણોની સાથે સાથે વિશ્વ વિખ્યાત સ્મારકો પણ છે, જેમાંથી સૌથી વધારે પ્રખ્યાત ક્રાઇસ્ટ ધ રિડીમર પ્રતિમા છે. જે દુનિયાની સાત અજાયબીઓ માંથી એક છે. એક વાત તમે પણ આ જગ્યા પર પગ મુકશો તો તમને જણાશે કે તમે જેટલું સાંભળ્યું કે વાંચ્યું હતું તેનાથી પણ ઘણી વધારે સુંદર છે.

રિયો ડિ જેનેરિયો ના ટોચના પ્રવાસ આકર્ષણો:

  • ક્રાઇસ્ટ ધ રિડીમર
  • કોપાકબાના
  • જરદીમ બોટનિકો
  • શાંતા ટેરેસા નેબરહુડ
  • લૈપા નેબરહુડ
  • તીજુકા નેશનલ પાર્ક
  • મારકાના સ્ટેડિયમ

Image Source

એપિલીંગ્સ સ્વિત્ઝરલેન્ડ:

અપેંલેજ સ્વિત્ઝરલેન્ડ નું એક ખુબ જ સુંદર ગામ છે જેને દુનિયાના સૌથી સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ ની યાદી માં છે. જેનું મુખ્ય કારણ છે આ નાનકડા ગામની સંસ્કૃતિ, પરંપરા અને હરેલા ભરેલા પર્વતોના સુંદર દ્રશ્યો. પેનેલ ઈનરહોડેન કૈટન માં આવેલું આ વિચિત્ર ગામ શાંતિપૂર્વક પશુપાલન અને પનીર બનાવવા ના ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે. એપિલીંગ્સ કરવા માટે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ ની વિવિધતા પ્રદાન કરે છે જે તેને દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક બનાવે છે.

જ્યારે પણ તમે અહીં આવશો તો ઐતિહાસિક ગામના રસ્તાઓ પર ફરતા ફરતા, એપિલીંગ્સની કલાત્મક લહેરોને જોઈ શકશો. જીવંત તહેવારો, ખેતી, પશુપાલન અને લોક રીતિરિવાજો નો અનુભવ કરી અને આસપાસના એપિલીંગ્સ એપ્લસ માં બીજી પ્રવૃત્તિઓ નો આનંદ માણી શકશો. કદાચ વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ આ નાનકડા ગામની મુલાકાત માટે દર વર્ષે દુનિયા ભરના હજારો પ્રવાસીઓ આવે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment