OMG!! 103 વર્ષના ફાઈટર દાદીએ કોરોનાને આપી માત, બીયર પી ને કરી ઉજવણી

કોરોના રોગચાળોનો દંશ વિશ્વના તમામ દેશો સહન કરી રહ્યા છે અને શું અમિર અને ગરીબ બધા દેશો તેનાથી બેહાલ છે, દુનિયાની વાત કરીએ તો અમેરિકા તેનાં ડંખથી સૌથી વધું પિડિત છે. ત્યાં સૌથી વધું લોકો ચેપગ્રસ્ત છે અને મૃત્યુંઆંક 1 લાખએ પહોંચ્યો છે. આ સંકટની વચ્ચે એવા સમાચાર પણ છે જે ચહેરા પર સ્મિત પણ લાવી રહ્યા છે.

image source

અમેરિકાનાં મેસેચ્યુસેટ્સ રાજ્યમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં  એક 103 વર્ષની મહિલાએ કોરોનાવાયરસને હરાવી બીઅર પીને આનો આનંદ મનાવ્યો.

જેની સ્ટીંજના નામની 103 વર્ષની મહિલાને કોરોના ચેપ લાગ્યો હતો, આ મહિલાના કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેની સ્થિતિ જોઈને કોઈને પણ અપેક્ષા નહોતી કે તે આ ઉંમરે પણ કોરોના રોગચાળા સામે લડીને સાજા થઇ જશે. પરંતુ તેવું જ થયું. તેમના પરિવારે તેમને અંતિમ વિદાય આપવા માટે પણ તૈયારી કરી લીધી હતી, પરંતુ બાદમાં જાણ કરવામાં આવી હતી કે તે હવે સંપૂર્ણ સાજા થઇ ગયા છે.

image source

જેની સ્ટિજનાએ કોવિડ –19 ને માત કર્યા પછી હોસ્પિટલમાં કોલ્ડ બીયર પીને તેની રિકવરીની ઉજવણી કરી, જ્યારે તે સાજી થઈ ત્યારે કર્મચારીઓએ તેને આ વિશેષ ક્ષણની ઉજવણી કરવા માટે એક કોલ્ડ બીયર આપી. લગભગ ત્રણ અઠવાડિયાથી તે કોરોના વાયરસ સામે લડી રહી હતી, તેની સ્થિતિ જોતા એવું લાગતું હતું કે તે કદી સ્વસ્થ થઈ શકશે નહીં.

image source

પરિવારે જણાવ્યું હતું કે ફાઇટર દાદીની વૃદ્ધાવસ્થાને કારણે સ્થિતિ બગડતી હોવાથી પરિવારે તેના બચવાની આશા છોડી દીધી, પરંતુ તેણી ખૂબ હિંમતવાન નિકળી અને કોરોનાને પરાજિત કરી દિધો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment