તો વાત એમ છે કે વાત છે એક બાળકની જેનું બાળપણ એની માં વગર સફર થાય છે, અને વાત છે એક માં ની જેનું માતૃત્વ ઓફિસ અને ઘર વચ્ચે ક્યાંક ખોવાઈ ગયું છે. સવારે જલ્દી ઉઢીને ઘરના બધાય કામ પતાવે છે અને કામ વચ્ચે જો થોડો સમય મળી જાય તો બાળક સાથે રમવા માટે કાઢે છે જેનાથી તેની સવાર સોનેરી સવાર બની જાય છે.
સવાર થતાંજ બાળકની આંખ ખોલી ‘મમ્મા’ ને ગોતવાનો પણ ઓફિસના કારણે મમ્મા આંખો ખોળતાંજ નજર ન પડતી. કારણકે આ વાત છે વર્કિંગ વુમને ની..
તમને ખબર છે, જયારે માં ગાડી ચાલુ કરી એમ કહે છે કે, ‘બેટુ હું ચોકલેટ લેવા જવ છું, હમણાં પછી આવું છું.’ આ શબ્દ બોલતાની સાથેજ એ બાળક સમય કરતા પહેલાજ પરિપક્વ થઇ ગયું છે. એ કઈ પણ જીદ કર્યા વગર દાદી પાસે જતું રહે છે. આખા રસ્તા પર બાળક નું એ કઈ કહ્યા વગરની ફીલિંગ્સ એક માં ને અંદરો અંદર દુભાય છે. કારણકે વાત છે વર્કિંગ વુમેન ની.
ઓફિસની જવાબદારી પુરી કરી ટાઈમ મળે એટલે ત્યારે એ એના બાળકના ફોટોસ ચેક કરે છે. કેમ કરતા અને કઈ રીતે બાળક ઝટપટ મોટું થઇ ગયું. સમય જતા વાર ક્યાં લાગે છે. માં અને બાળકની સોનેરી પળો ઘર અને ઓફિસ ની જવાબદારી પુરી કરવામાં આ સમય પણ ઝટપટ જતો રહે છે.
આખો દિવસ શું કરતું હશે મારુ બાળક? શું જમ્યું હશે? મારા વગર એ રડતું હશે બસ આજ વિચારો સાથે દિવસ પસાર થઇ જાય છે. સાંજે જયારે એ ગાડીનો અવાજ સાંભળી ગેટ પર દોડીને આવી ઉભું રહે છે અને જયારે એ ‘મમ્મા’ શબ્દ હજો નથી બોલતો પણ ‘ઉઉઉઉ’ બોલી એના એ હાવભાવ થીજ પોતાની ખુશી વ્યક્ત કરે છે. અને એ માં બાળક ના એ સ્વર થીજ આખા દિવસનું ટેંશન બધું ભૂલી જાય છે. તે બસ પોતાના બાળકમાં સમાય જાય છે.
બાળક સાથે એક વર્કિંગ વુમેન અને એક માં પણ ઉછરી રહી છે. એ છે એક દાદીમા અને એની વાત પણ આપણે આવતા સમયે કરશું.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.
Author : Bhumika Patel
Editing : Aditi Nandargi.