હવે subway મા પૈસા ખર્ચશો નહી, ઘરે જ બનાવો આ 3 subway સોસ, જાણો તેની સરળ રેસીપી

Image Source

જો તમને સબવે સેન્ડવીચ પસંદ છે તો તમે ઘર પર જ તેના સોસ બનાવવાનું શીખી લો. તે દરેક પ્રકારના બર્ગર અને સેન્ડવીચમાં ઉપયોગી બનશે.

ભારતમાં એવા ઘણા સ્ટોર છે જે પ્રખ્યાત છે. તેમાંથી એક સબવે છે, જેની સેન્ડવીચ લોકોને ખૂબ પસંદ આવે છે. સબવેની ખાસ વાત એ છે કે તમે તેના સ્ટોરમાં જઇને જાતે બધી સામગ્રી અને સોસ પસંદ કરો છો. શું તમે પણ સબવે જઈને અલગ અલગ સોસ વાળી સેન્ડવીચ માટે પૈસા ખર્ચ કરો છો? તો હવે તમે તેને ઘરે જ બનાવી શકો છો. જી હા તમે સબવે સોસને સરળતાથી ઘરે બનાવી શકો છો અને તેને અલગ અલગ નાસ્તા સાથે પીરસી શકો છો.

તેમતો સબવેના ઘણા બધા સોસ હોય છે, પરંતુ આજના આ લેખમાં અમે તમને ફક્ત 3 સોસની રેસિપી જણાવીશું. તેની સામગ્રીઓ તમને સરળતાથી મળી જશે અને તમે તેને ઝડપથી બનાવી પણ શક્શો.

Image Source

1.સ્વીટ ઓનીયન સોસ –

સામગ્રી

 • 2 કાંદા
 • 3-4 લસણની કળી
 • 1/2 કપ પાણી
 • 1/2 કપ ખાંડ
 • 2 ચમચી વિનેગર
 • 1 નાની ચમચી મરી
 • 1 નાની ચમચી મીઠું
 • 1 ચમચી કોર્નફ્લોર
 • 1 ચમચી લીંબુનો રસ

બનાવની રીત –

 • સૌથી પેહલા કાંદા, લસણ અને પાણીને મિક્સરમાં નાખી એક મિશ્રણ બનાવી લો.
 • હવે એક વાસણને ગરમ કરો અને તેમાં તે મિશ્રણ નાખી. પછી તેમાં ખાંડ, વિનેગર અને મરી નાખીને ધીમા તાપે 4-5 મિનિટ સુધી પકાવો.
 • જરૂર મુજબ વધારે પાણી નાખી શકો છો અને સાથે કોર્નફ્લોર નાખી તેને સરખી રીતે મિક્સ કરો. ધ્યાન રહે કે તેમાં ગાંઠો ન પડે.
 • તેમાં 1 ચમચી લીંબુનો રસ નાખી પછી મિક્સ કરો અને તમારું સ્વીટ ઓનીયન સોસ બનીને તૈયાર છે.

Image Source

2.મસ્ટર્ડ હની સોસ –

સામગ્રી –

 • 2 મોટી ચમચી માયોનીઝ
 • 1 મોટી ચમચી ઓલિવ ઓઈલ
 • 2 મોટી ચમચી મધ
 • ચપટી મીઠું અને મરી પાવડર
 • 2 મોટી ચમચી ડીજોન સરસવ
 • 2 મોટી ચમચી પીળી સરસવ
 • 1 મોટી ચમચી તાજા લીંબુનો રસ અથવા સરકો

બનાવવાની રીત –

 • એક મિક્સિંગ બાઉલમાં માયોનીઝ, મધ, ડીજોન સરસવ, પીળી સરસવ અને સરકા નાખીને મિક્સ કરો.
 • હવે તેમાં ઓલિવ ઓઈલ, મીઠું અને મરી નાખીને સરખી રીતે ઉમેરી લો.
 • તમારો મસ્ટર્ડ હની સોસ તૈયાર છે, તેને નાચો, ટાકો, સેન્ડવીચ, બર્ગર વગેરે સાથે પીરસી આનંદ માણો.

Image Source

3.ચિપટોલ સોસ –

સામગ્રી –

 • 1 કપ માયોનીઝ
 • 2 ચમચી ટોમેટો સોસ
 • .1 ચમચી લીંબુનો રસ
 • 2-3 લસણની કળી
 • 1 નાનું લીલું મરચું
 • 3-4 ફુદીનાના પાન
 • ચપટી મીઠું
 • 1 ચમચી ઓરેગાનો

બનાવવાની રીત –

 • એક મિક્સરમાં લીંબુના રસ વગર બધી વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી એક પેસ્ટ બનાવી લો.
 • આ પેસ્ટ જાડી બની હોય તો તેમાં થોડું પાણી નાખી સોસ જેવી જાડાઈ રાખો.
 • હવે તેમાં લીંબુનો રસ ઉપરથી નાખીને મિક્સ કરો.
 • તમારો જાડી અને ટેસ્ટી ચિપટોલ સોસ તૈયાર છે, તેને તમે સેન્ડવીચમાં લગાવીને ખાઈ શકો છો.

આ ઉપરાંત જે સોસ સબવેની સેન્ડવીચની મજા બે ગણી કરે છે, જેમકે બારબેકયુ, મીટ સોસ, તંદુરી સોસ વગેરેની રેસિપી તમને બીજી વાર જરૂર જણાવીશું. ત્યાં સુધી તમે આ સોસની રેસિપી બનાવી અને અજમાવીને જુઓ.

અમને ખાતરી છે આ સોસની રેસિપી તમને પસંદ આવશે. જો તમારા ઘરમાં સેન્ડવીચ, બર્ગર, પાસ્તા, નુડલ્સ વગેરે ખૂબ બને છે, તો તેમાં આ સોસ વધારે સ્વાદ આપશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. આ પ્રકારની અન્ય રેસિપી જાણવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “હવે subway મા પૈસા ખર્ચશો નહી, ઘરે જ બનાવો આ 3 subway સોસ, જાણો તેની સરળ રેસીપી”

Leave a Comment