દક્ષિણ કોરિયાની ઇમારતોમાં નથી હોતો ૪ (ચોથો ) માળ , કારણ જાણી હેરાન થઇ જશો

દક્ષિણ કોરિયા પોતાનામાં ઘણો વિચિત્ર દેશ છે. અહીયાના લોકો પૂજા-પાઠ પણ કરે છે અને અંધવિશ્વાસમાં પણ એટલુજ માને છે. અહીયાના લોકો નમ્બર ૪ થી ખુબજ ડરે છે, લાલ સ્યાહી ( રેડ ઇન્ક ) વાપરતા નથી. આવાજ ઘણાય ઇન્ટરેસટીંગ ફેક્ટસ છે, જે આ દેશને એકદમ અનોખું કરે છે. ચાલો જાણીએ આવા અનોખા ફેક્ટસ વિષે:

નમ્બર ૪ થી ભયભીત થઇ જાય છે 

Image result for south korea scared of number 4

દક્ષિણ કોરિયા માં નમ્બર ૪ જયારે પણ બોલવામાં આવે છે તો તે મૌતને આમન્ત્રણ આપે એવો લાગતો હોય છે.  એટલા માટે અહીયાના લોકો આનથી બચીને રહે છે. લીફ્ટ,હોસ્પિટલ કે કોઈ પણ જગ્યા હોય ક્યાય પણ નમ્બર ૪ બોલવાનું લોકો ટાળે છે.

જન્મ લેતાજ એક વર્ષના થઇ જાય છે

Image result for south korea birth

દક્ષિણ કોરિયામાં એકવાર જન્મ્યા પછી, ઉંમર 1 વર્ષનો હોવાનું માનવામાં આવે છે. તેમ છતાં, તે સાંભળવા માટે વિચિત્ર લાગે છે, પરંતુ અહીં કાયદો તે જ છે. અહીં પ્રત્યેક વ્યક્તિ તેના વાસ્તવિક વય કરતાં એક વર્ષ મોટો છે.

રેડ ઇન્ક વાપરવાનો ખૌફ 

Image result for south korea scared of red ink

અહીંના લોકો લાલ સયાહીના ઉપયોગથી પણ ડરતા હોય છે. આ લોકો માને છે કે લાલ રંગ મૃત્યુનું પ્રતીક છે. તેથી, તે તેનો ઉપયોગ કરતા નથી.

ગમે ત્યાં પી શકે છે દારુ 

Related image

દક્ષિણ કોરિયામાં ગમે ત્યાં દારુ પી શકાય છે. બાર, દુકાન ,ટ્રેન ગમે ત્યાં. અહિયાં ગળી ગલીમાં દારુ બનાવની દુકાન તમને નજર આવશે અને સસ્તી પણ એટલી કે રસ્તા પર ચાલતા લોકો તમને જુમતા નજર આવશે.

દર મહિનાની ૧૪ તારીખ છે રોમેન્ટિક ડે ( તારીખ )

Image result for south korea 14th of every month

દરેક મહિનાનો 14 મો દિવસ રોમેન્ટિક દિવસ છે. જો કે, અહી ઘણાય રીવાઝો છે. અહી વેલેન્ટાઇન ડે ના દિવસે છોકરી છોકરાઓને અને વાઈફ હસબન્ડને ગીફ્ટ આપે છે. અને ૧૪ માર્ચે છોકરાઓ છોકરીઓને ત્રણ ઘણું મોંઘુ ગીફ્ટ આપતા હોય છે.

એકજ સરનેમ વાળા સાથે લગ્ન કરી શકતા નથી 

દક્ષિણ કોરિયામાં, એક જ અટકવાળા લોકો એકબીજા સાથે લગ્ન કરી શકતા નથી. આ માન્યતા સદીઓ જૂની છે. લોકો માને છે કે એકજ અટકવાળા સાથે લગ્ન કરવાથી લોહી અશુદ્ધ થઇ જાય છે.

ઈન્ટરનેટ સ્પીડ સૌથી વધારે

Related image

ઈન્ટરનેટ સ્પીડના કિસ્સામાં દક્ષિણ કોરિયા દુનિયામાં નંબર 1 છે. દક્ષિણ કોરિયાની વસ્તીના 93% લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

અંધવિશ્વાસી હોય છે અહીના લોકો

દક્ષિણ કોરિયાના લોકો માને છે કે જો એક ઇલેક્ટ્રિક પંખાને આખી રાત ચાલુ રાખીએ તો તેની પાસે સુવાવાળી વ્યક્તિનું મૌત થઇ જાય છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment