પૂજા કરતી વખતે ભગવાનને આ ફૂલ અર્પણ કરવાથી તમારી બધી જ ઈચ્છા થશે પૂર્ણ

આપણા હિંદુ ધર્મમાં લગભગ બધા જ મંદિરોમાં પૂજા કરતી વખતે બધા ફૂલો જરૂર અર્પણ કરે છે. ભગવાનને ફૂલ ચડાવવાનું પણ અલગ જ મહત્વ છે. ફૂલ ચડાવવા થી ભગવાન પ્રસન્ન થાય છે. શાસ્ત્રો માં ફૂલને ખુબ જ શુભ અને પવિત્ર ગણવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે ભગવાનને મનપસંદ ફૂલ ચડાવવાથી ભગવાન આપણી મનોકામના પૂર્ણ કરે છે. આવો જાણીએ કયું ફૂલ કયા ભગવાન ને પ્રિય છે.

ગુલાબના ફૂલ

ગુલાબના ફૂલ ખુબ જ ખુશ્બુદાર હોય છે અને આ ફૂલ ભગવાન ને અર્પિત કરવાથી પરિવારિક સબંધ યોગ્ય બની રહે છે અને પતિ-પત્નીની વચ્ચે પ્રેમ ઓછો થતો નથી. એ સિવાય આ ફૂલ ચડાવવાથી પ્રેમ, વિવાહ અને ધન સંપતિ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઇ જાય છે. આ ફૂલ માં લક્ષ્મીજી ને ખુબ જ પસંદ છે એને દરરોજ આ ફૂલ અર્પિત કરવાથી ધન લાભ થાય છે અને આ ફૂલનો સબંધ શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહ સાથે માનવામાં આવે છે. એટલા માટે આ બંને ગ્રહોના પ્રકોપથી બચવા માટે મંગળવાર અને શુક્રવારના દિવસે આ ફૂલ મંદિરમાં જરૂર ચડાવવા જોઈએ.

ગલગોટાના ફૂલ

પૂજા અથવા હવન દરમિયાન ગલગોટાના ફૂલનો પ્રયોગ ખુબ જ વધારે કરવામાં આવે છે. આ ફૂલ પીળા અને નારંગી રંગના હોય છે. ગલગોટા ના ફૂલ ભગવાન વિષ્ણુને ખુબ જ પ્રિય છે અને એવું માનવામાં આવે છે કે જો દરરોજ વિષ્ણુજી ની પૂજા કરતી વખતે એને પીળા ગલગોટા ના ફૂલ ની માળા ચડાવવામાં આવે તો સંતાન સાથે જોડાયેલી દરેક પરેશાનીઓ દૂર થઇ જાય છે. એ સિવાય જો પીળા રંગના ફૂલને ગુરુવારના દિવસે કેળાના ઝાડ પર ચડાવવામાં આવે તો ગુરુ ગ્રહ શાંત રહે છે.

કમળના ફૂલ

કમળના ફૂલ ભગવાનને અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂરી થઇ જાય છે. સફેદ રંગના કમળ ને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને આ ફૂલ ઉર્જાનું પ્રતિક હોય છે. કમળના ફૂલનો સબંધ નવ ગ્રહો સુધી માનવામાં આવે છે અને એને ભગવાનના ચરણોમાંઅર્પિત કરવાથી જીવનમાં શાંતિ બની રહે છે. એટલું જ નહિ જો ૨૭ દિવસ સુધી આ ફૂલ દરરોજ માં લક્ષ્મીજી ને અર્પિત કરવામાં આવે તો જીવનમાં ધન ની અછત ક્યારેય નથી થતી. એકાદશીના દિવસે કૃષ્ણજી ને કમળ ની માળા અર્પિત કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઇ જાય છે.

જાસૂસના ફૂલ

જાસૂસના ફૂલ નો પ્રયોગ ભગવાન સૂર્ય દેવની પૂજા દરમિયાન જરૂર કરવામાં આવે છે. જળમાં આ ફૂલને નાખીને આ જળથી જો સૂર્ય દેવને અર્ધ્ય આપવામાં આવે તો સૂર્ય દેવની કૃપા બની રહે છે અને શરીરની રક્ષા ઘણા પ્રકારના રોગોથી થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment