ભૂખ્યાઓ માટે મસીહા બનીને આવ્યા મધ્યપ્રદેશના આ પાંચ યુવાનો, શરુ કરી રોટી બેંક

દેશના ઘણા વિસ્તારમાં રોજ કેટલાય લોકો ભૂખ્યા પેટે સુવા પર મજબુર હોઈ છે અને તેને બે ટાઈમની રોટલી પણ નસીબમાં નથી હોતી. એવા લોકો ઘણીવાર રેલ્વે સ્ટેશન પર પણ જોવા મળતા હોઈ છે. આવો જ એક નઝારો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના રેલ્વે સ્ટેશન, સુલ્તાનીયા હમીદિયા હોસ્પિટલ અને રેન બસેરા નજીક જોવા મળ્યો છે, જ્યાં સેંકડો થી લઈ હજારો લોકો રોજ ભૂખ્યા પેટે સુવે છે, પરંતુ તેના માટે અમુક યુવા લોકો મસીહા બનીને આવ્યા છે.

મધ્યપ્રદેશના ભોપાલ રેલ્વે સ્ટેશન પર રોજ આ લોકોને ભૂખ્યા સુવાની ચિંતાએ અમુક યુવાનોની રાતોની ઊંઘ છીનવી લીધી, પછી શું તેણે મદદ કરવાનું નક્કી કરી લીધું. હવે તે રોજ તેની મદદ માટે ખુબ મહેનત કરે છે, જેથી આ લોકો બે ટાઇમની રોટલી ખાઈ શકે. હકીકતમાં આ યુવાનોએ બે વર્ષ પહેલા રોટી બેંક ખોલ્યું હતું, જેમાં ભૂખ્યા લોકોને મદદ મળે છે. ચાલો જાણીએ કે આખરે કઈ રીતે તેના મનમાં આવ્યો રોટી બેંક ખોલવાનો વિચાર ?

બે વર્ષ પહેલાની રોટી બેંકની શુરુઆત –

મળતી જાણકારી મુજબ, લગભગ ૨ વર્ષ પહેલા આ યુવકોએ ભારત ટોકીઝ સ્થિત સેન્ટ્રલ લાયબ્રેરી માં એક રોટી બેંક ખોલી હતી. અહી આવતા દરેક યુવક યુવતીઓ એક એક રોટી તેના ટીફીન બોક્ષમાં વધુ લાવતા હતા, ત્યારબાદ તે રોટીને રોટી બેંકમાં જમા કરતા હતા અને ત્યાં આવતા લોકોને રોટલી મળી જતી હતી જેથી કરી તે ભૂખ્યા પેટે ના સુવે. તમને જણાવી દઈએ કે આ અભિયાનમાં માલવીય, વિષ્ણુ પંથી, આલોક તિર્કી, વિવેક શ્રીવાસ્તવ અને શોભિતસિંહનો પણ સમાવેશ થાય છે,જેમણે રોટી બેંક શરૂ કરી હતી.

શા માટે શરુ કરી રોટી બેંક ?

આ અભિયાનમાં સામેલ યુવાનો નું કહેવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે તેમને ખબર પડી કે દેશભરમાં લગભગ 19 કરોડ લોકોને ભૂખ્યા સૂવું પડે છે. યુવાનોએ વધુમાં કહ્યું કે તેઓએ રોટી બેંક શરૂ કરી અને ત્યારબાદ તેમાં લાઇબ્રેરીના અન્ય યુવાનોને ઉમેરવાનું શરૂ કર્યું,ત્યારબાદ લાંબી ચેન થતી ગઈ અને હવે ત્યાં રહેલા દરેક ભૂખ્યાઓ ને ખાવાનું મળી રહે છે. જેથી રાત્રે તે ભૂખ્યા ના સુવે અને અમને પણ શાંતિથી ઊંઘ આવે.

50 યુવાનો આપી રહ્યા છે યોગદાન

મીડિયા રીપોર્ટ મુજબ આ લાયબ્રેરીમાં લગભગ ૮૦૦ યુવાનો વાંચવા આવે છે જેમાંથી અત્યાર સુધી 50 યુવાનો આ અભ્યાનમાં જોડાઈ ગયા છે અને તે લોકોને ખાવાનું દેવામાં મદદ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા સસ્તો ખોરાક મળતો હતો,જેના લીધે  દરેક માણસ ખાઈ શકતા,પરંતુ હવે આ ખાવાનું મોંઘુ થઈ ગયું છે એટલે ક્યારેક ક્યારેક યુવાનોને પણ ભૂખ્યા પેટે સુવું પડે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment