મોટાભાગના લોકો શાકભાજીની છાલ અને દાંડીઓ ફેકી દે છે, પરંતુ તમે જાણો છો કે તેમાંથી પણ શ્રેષ્ઠ વાનગીઓ બનાવી શકાય છે??

Image Source

જો તમે પણ છાલ અને દાંડીઓને નકામી સમજીને ફેંકી દો છો, તો આ લેખ વાંચ્યા પછી તેને તમે ઉતમ વાનગી બનાવવામાં ઉપયોગ કરવા ઇચ્છશો.

સારું! જો તમને સવાલ કરવામાં આવે કે ફળ અને શાકભાજીની છાલ ફેંકી દો છો કે તેનો ઉપયોગ પણ કરો છો, તો તમારો જવાબ શું હોઈ શકે છે? કદાચ, તમે બોલશો કે લગભગ ફળ અને શાકભાજીની છાલ અને દાંડીઓ ફેકી જ દો છો. પરંતુ, જો તમને તે કેહવામાં આવે કે તમે આ છાલ અને દાંડીઓમાંથી એકથી એક સરસ રેસિપી બનાવી શકો છો, તો પછી તમારો જવાબ શું હશે? જી હાં, જો તમે પણ બટેકા, ગાજર, લીંબુ, બીટ વગેરે ફળ અને શાકભાજીની છાલને નકામી સમજીને ફેકી દો છો, તો તમારે પણ આ લેખને જરૂર વાંચવો જોઈએ કેમકે, અમે તમને તેની છાલ અને દાંડીમાંથી તૈયાર થતી રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ.

Image Source

બટેકા ની છાલ

લગભગ, તમને જાણ હશે, જો જાણ ન હોય તો તમને જણાવી દઈએ કે બટેકાની છાલમાં પોટેશિયમની માત્રા જોવા મળે છે. તેથી છાલને પણ શરીર માટે ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે બટેકાની છાલ ફેંકી દો છો, તો તેને નાસ્તા રૂપે પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે છાલને એકથી બે વાર સરખી રીતે સાફ કરી છાલમાં મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાવડર વગેરે વસ્તુને ઉમેરી શેકીને નાસ્તા રૂપે ઉપયોગ કરી શકો છો.

Image Source

ખાટા ફળોની છાલ

ખાટા ફળોની છાલ પણ રેસીપીમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે. નારંગી, લીંબુ વગેરે ખાટા ફળની છાલનું તમે અથાણું બનાવવા અથવા સલાડ ડ્રેસિંગ રૂપે પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત કોઈપણ ભોજનને ખાટુ કરવા માટે તમે લીંબુની છાલનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. ઘણા લીંબુની છાલને કાપડમાં બાંધી ચોખાનો સ્વાદ વધારવા માટે પણ ઉપયોગ કરે છે.

Image Source

ગાજરની છાલ

કદાચ, તમને જાણ હશે, જો જાણ ન હોય, તો તમને જણાવી દઈએ કે ગાજરની છાલ પણ ફાઇબર અને બીટા કેરોટિનથી ભરપુર હોય છે. તેથી તમારે તેની છાલનો જરૂર ઉપયોગ કરવો જોઈએ. ગાજરની છાલને સરખી રીતે સાફ કરી તમે સૂપ, સલાડ અથવા જ્યુસ વગેરે બનાવવામાં સરળતાથી ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તેનો સ્મુધી બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે.

Image Source

આ ફળ અને શાકભાજીની છાલનો પણ ઉપયોગ કરો

બટેકાની છાલ, ખાટા ફળોની છાલ અને ગાજરની છાલ ઉપરાંત કોળાની છાલને પણ તમે નાસ્તા રૂપે ઉપયોગ કરી શકો છો. પપૈયાની છાલથી પણ તમે નાસ્તો તૈયાર કરી શકો છો. બ્રોકોલીના દાંડીને પણ સલાડ, સૂપ વગેરે રેસિપીમાં ઉપયોગ કરી શકાય છે. આ રીતે તમે મૂળા અને બીટ ની છાલને પણ નાસ્તા રૂપે વગેરે રેસિપીમાં સરળતાથી ઉપયોગ કરી શકો છો.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “મોટાભાગના લોકો શાકભાજીની છાલ અને દાંડીઓ ફેકી દે છે, પરંતુ તમે જાણો છો કે તેમાંથી પણ શ્રેષ્ઠ વાનગીઓ બનાવી શકાય છે??”

Leave a Comment