માધુરી મેડમની જેમ તમે પણ કથક યોગથી 50 વર્ષની ઉંમરે પણ રહી શકો છો ફિટ, ડાયટનું પણ ખાસ આવી રીતે રાખો ધ્યાન, જાણો ફિટનેસ ટિપ્સ

માધુરી દીક્ષિત આ નામ કોણ ન જણાતું હોય, બોલિવૂડની સૌથી પ્રખ્યાત અને બ્યુટી ક્વીન અભિનેત્રીઓમાંની એક આ નામ છે. 50 વર્ષની ઉંમર થઈ ગયા પછી પણ તેમની સુંદરતામાં કોઈ કમી આવતી નથી.

માધુરી દીક્ષિત બોલિવૂડની સૌથી લોકપ્રિય અને સુંદર અભિનેત્રીઓમાંની એક ગણાય છે. આજે પણ તેમની શાનદાર ફિટનેસ બોલિવૂડમાં ખૂબ જ ફેમસ છે. માધુરી એક મહાન ડાન્સર તરીકે પણ જાણીતા છે. તેમને ફક્ત ત્રણ વર્ષની ઉંમરે કથક નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું. તે સૌથી વધારે ઉત્તમ ફિટનેસનો શ્રેય પણ કથકને જ આપે છે.

માધુરી મેડમ પર ઘણી જવાબદારીઓ છે, પણ આ બધું હોવા છતાં તે હંમેશા પોતાની ફિટનેસ માટે કોઈના કોઈ સમય કાઢી જ લે છે. માધુરી આઉટડોર એક્સરસાઇઝની સાત રનિંગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરે છે.

માધુરી માટે ડાન્સ એક મહત્વપૂર્ણ વર્કઆઉટ માનવામાં આેછે છે. તેઓ માને છે કે તે તેમને એક આખી અલગ ઊર્જા આપે છે. તે અઠવાડિયામાં 2-3 દિવસ ઘરે ડાન્સની પ્રેક્ટિસ કરતા જ હોય છે. આ સિવાય તે અઠવાડિયામાં ફક્ત 2 દિવસ જ વર્કઆઉટ કરે છે. માધુરી કહે છે કે ડાન્સને કારણે જ તે આ ઉંમરે પણ એટલી ફિટ રહી શકી છે.

કથકને આજે યોગનું માન્ય સ્વરૂપ માનવામાં આવે છે. આમ કરવાથી પગની વધારાની ચરબી સરળતાથી ઘટાડી શકાય છે. આ સિવાય આ કરવામાં ચહેરાના હાવભાવનો ઘણો ઉપયોગ થાય છે. આ ચહેરાના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણને વધારે છે.

માધુરી ફિટનેસ માટે પોતાના ડાયટ પર પણ ઘણું ધ્યાન આપે છે. તે તેના આહારમાં વધુને વધુ ઓર્ગેનિક ખોરાકનો ઉપયોગ કરે છે. માધુરી તૈલી અને ચરબીયુક્ત ખોરાકથી દૂર રહે છે અને તેના આહારમાં કાર્બોહાઇડ્રેટ અને ઉચ્ચ પ્રોટીન ખોરાકનો સમાવેશ કરે છે.

માધુરી દીક્ષિત કોલા અને કેફીન પદાર્થોથી દૂર રહે છે. તે દિવસભર પુષ્કળ પાણી પીવે છે અને પૂરતી ઊંઘ લે છે. તેઓ માને છે કે દિવસભર ચહેરાને ચમકદાર અને ઉર્જાવાન રાખવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

Leave a Comment