🥭શું તમે જાણો છો કે કેરી ખાતા પહેલા 30 મિનિટ સુધી પાણીમાં કેમ પલાળવી જોઈએ, જાણો દાદી નાનીના આ અસરકારક નુસ્ખા વિશે

ઉનાળામાં કેરી ખાવી ઘણા લોકોને પસંદ હોય છે. પરંતુ, આ ફળને ખાતા પેહલા પાણીમાં પલાળવામાં આવે છે. કેરી ખાવાથી 30 મિનિટ પેહલા પાણીમાં કેમ પલાળવી જોઈએ, આજે પણ ખૂબ અસરકારક છે દાદી-નાનીની આ જૂની રીત.

Image Source

ઉનાળાની ઋતુમાં કેરી જોઈને મોંમાં પાણી આવવું સાધારણ છે. મોટાભાગના લોકોનું મનપસંદ આ ફળ સ્વાદ અને તેની સુગંધ બંનેથી લોકોનું મન જીતી લે છે. ખાસ વાત એ છે કે ઉનાળામાં કેરી શરીરને ઠંડું રાખવામાં ઘણી મદદ કરે છે. તેથી લોકો આ ફળને અલગ અલગ રીતે ભોજનમાં સમાવેશ કરે છે. પરંતુ તેને ખાતા પેહલા લોકો કેરીને થોડી વાર માટે પાણીમાં પલાળીને રાખે છે. તે ઘણી જૂની રીત છે, જેને દાદી-નાની પણ ફોલોવ કરતી હતી.

તમને જણાવી દઈએ કે કેરીને ખાતા પેહલા પાણીમાં પલાળવી સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમે એક નહીં પરંતુ ઘણી બધી સમસ્યાથી પોતાને બચાવી શકો છો. હંમેશા લોકોને લાગે છે કે તેમ કરવા પાછળ ગંદકી અથવા તો કેમિકલ કારણ હોઈ શકે છે. જે સારું પણ છે, પરંતુ આ ઉપરાંત પણ ઘણા એવા કારણ છે, જેનાથી તમે અજાણ છો.

જો તમે કેરી બજારમાંથી લાવ્યા પછી તરત ખાવાનું શરૂ કરી દો છો તો ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. તેનાથી તમે સમસ્યાને આવકારી રહ્યા છો.

• ફાઈટિક એસિડથી છુટકારો મળશે : ફાઈટિક એસિડ એક પ્રકારનું ન્યુટ્રીશન છે, જે શરીર માટે સારું અને ખરાબ બંને હોઈ શકે છે. તેને એક એન્ટી પોષક તત્વ માનવામાં આવે છે, જે શરીરને આયરન, જિંક, કેલ્શિયમ અને અન્ય ખાનીજને અવશોષિત કરતું અટકાવે છે. જેના કારણે શરીરમાં મિનરલ્સની ઉણપ થવા લાગે છે. તેમજ કેરી નહિ પરંતુ અન્ય ફળ, શાકભાજીઓ અને નટ્સમાં પણ કુદરતી મોલિક્યુલ એટલે ફાઈટિક એસિડ હોય છે. ફાઈટિક એસિડ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, આવી સ્થિતિમાં થોડી વાર સુધી પાણીમાં રાખવાથી તે નીકળી જશે.

• બધા કેમિકલ દૂર થશે : કેરીના ઝાડમાં હાનિકારક પેસિટસાઈડ અને ઈસેકિટસાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. તે શરીર માટે ઝેર સમાન હોય છે અને તેના સેવનથી એલર્જી, સ્કિન ઇરિટેશન અથવા તો અન્ય ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ઘણીવાર માથાનો દુખાવો, ઊલટી જેવી સમસ્યાઓ પણ પલાળ્યા વગરની કેરી ખાવાથી થાય છે. તેથી તેને પાણીમાં પલાળીને થોડી વાર માટે રેહવા દો અને પછી ખાઓ.

• ત્વચાને લગતી સમસ્યાઓ દૂર થશે : ઘણા લોકોને કેરી ખાવાથી ખીલ, ફોલ્લીઓ અથવા તો અન્ય ત્વચાને લગતી સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત કબજિયાત, માથાનો દુખાવો અથવા તો પેટ સાથે જોડાયેલ અન્ય શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પાણીમાં તેને થોડી વાર પલાળીને રાખવાથી હિટ પ્રિંસિપલ ( તાસીર ) થી છુટકારો મળી શકે છે. રુજૂતા દિવાકરે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેરીને ખાતા પેહલા ઓછામાં ઓછી 30 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખવી જોઈએ. ત્યારબાદ ખાવાથી ત્વચા માટે સારી રહેશે.

• કુદરતી ચરબીને ઓછી કરે છે : આ ઉપરાંત તે ચરબીને બર્ન કરવામાં પણ મદદ કરી શકે છે. ખરેખર, કેરીમાં ફાઈટોકેમિકલ્સ સ્ટ્રોંગ હોય છે, આવી સ્થિતિમાં જ્યારે આપણે તેને પાણી શોષાવા માટે રાખીએ છીએ, ત્યારે તેની કોન્સન્ટ્રેશન ઓછી થાય છે, અને તે કુદરતી ચરબી બૂસ્ટર તરીકે કામ કરે છે.

• ગરમીમાં શરીરનું તાપમાન વધશે નહીં : કેરી ખાવાથી શરીરનું તાપમાન પણ વધે છે, જેના કારણે થર્મોજેનિકનું ઉત્પાદન થાય છે. પરંતુ, કેરીને થોડી વાર પાણીમાં પલાળીને રાખવાથી આ ગુણને ઓછા કરવામાં મદદ મળશે. ખરેખર, થર્મોજેનિકના ઉત્પાદન વધવાથી ખીલ, કબજિયાત, માથાના દુઃખાવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment