ગુજરાતનું સોમનાથ મંદિર અમદાવાદથી લગભગ 400 કિલોમીટર દૂર સમુદ્રના કિનારે આવેલું છે. કહેવાય છે કે, સોમનાથ મંદિરનું નિર્માણ સ્વયમ ચંદ્ર દેવે કરાવ્યું હતું. આ મંદિર પર ઘણા હુમલાઓ પણ થયા છે. ઘણી વખત મંદિરને ધ્વસ્ત કરવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. મંદિરમાંથી ખજાના પણ લૂંટવામાં આવ્યા પરંતુ, આક્રમણકારીઓ આસ્થાના સ્તંભને તોડી શક્યા નહીં. એ મંદિર થી જોડાયેલા ભક્તોની શ્રદ્ધામેં ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યા.
તો ચાલો આજે તમને બાર જ્યોતિર્લિંગો માંથી સૌથી મુખ્ય સોમનાથના જ્યોતિર્લિંગના દર્શન કરાવીએ. ખૂબ જ ખાસ છે. સોમનાથના મંદિરની ભવ્યતા અને દિવ્યતા નું પ્રતીક સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાં પહેલું છે.
ગુજરાતના વેરાવળથી સોમનાથ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે કર્યું હતું. ઋગ્વેદ, સ્કંદ પુરાણ અને મહાભારત પણ આ મંદિરનો મહિમા વ્યક્ત કરાયો છે. સોમનાથ ભગવાનનું સ્થાન એટલે કે સોમનાથ મંદિર અહીંયા આવનાર દરેકને ભગવાનની સાક્ષાત દર્શન ની અનુભૂતિ થાય છે. જેને હિંદુ ધર્મના ઉત્થાન – પતન અને ઇતિહાસનું પ્રતીક માનવામાં આવે છે.
સોમનાથ મંદિર વૈભવશાળી છે. જેને ઇતિહાસ માં ઘણી બધી વાર ખંડિત કરવામાં આવ્યું હતું. પરંતુ વારંવાર એનું પુનર્નિર્માણ કરાવીને સોમનાથ મંદિરને તોડવાના, નાબૂદ કરવાના પ્રયત્નો નિષ્ફળ કરાયા.
અરબ સાગરના તટ પર આવેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની છટા એકદમ નિરાલી છે. આ તીર્થસ્થાન દેશના પ્રાચીન તીર્થ સ્થાનોમાં નું એક છે. ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે વૈભવશાળી હોવાને કારણે આ મંદિરને ઘણીવાર મુસ્લિમ આક્રમણકારીઓ દ્વારા તોડવામાં આવ્યું હતું. તો ઘણી બધી વાર તેનું પુનઃનિર્માણ પણ કરાયું હતું. એમાં મહમૂદ ગઝનવી દ્વારા ઇતિહાસ પર આક્રમણ કરવામાં આવેલું, એ ઇતિહાસમાં ખૂબ જ ચર્ચામાં છે.
આ અદભુત મંદિર પોતાની શિલ્પકલા અને ગૌરવશાળી ઈતિહાસને કારણે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરના શિખર પર સુંદર નક્શીકામ કરવામાં આવેલું છે. આ મંદિર ગુજરાતના રાજા કુમારપાળ સોલંકી દ્વારા નિર્મિત કરાયું હતું. આ મંદિરમાં પાર્વતીમાતા, ભગવાન ગણેશ અને નંદિની મૂર્તિઓ ની સાથે સાથે ભગવાનનું સુંદર શિવલિંગ પણ છે. આ શિવલિંગને રાજા કુમારપાળ સોલંકી ગુજરાતના સૌરાષ્ટ્ર થી લાવ્યા હતા.
મંદિરની વ્યવસ્થા અને સંચાલન કાર્ય સોમનાથ ટ્રસ્ટ હેઠળ કરવામાં આવે છે. ભગવાન શિવનું આ પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. જેમાં મંદિરનું ગર્ભગૃહ, નૃત્ય મંડપ અને સભામંડપ સામેલ છે.
આ પ્રસિદ્ધ મંદિરના પરિસરમાં રાખવામાં આવેલા કળશનું વજન લગભગ દસ ટન છે. જ્યારે એની ધ્વજા 27 ફૂટ ઊંચી છે. મંદિર આશરે 10 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. વર્તમાનમાં જોવા મળી રહેલ સોમનાથ મંદિરના ભવનનું નિર્માણ ભારતની સ્વતંત્રતા પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યું હતું . 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું.
સોમનાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક પર્યટન સ્થળ પણ ગણાય છે. પૌરાણિક કથા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને અહીં દેહ ત્યાગ કર્યો હતો. એ જ કારણથી આ જગ્યાનુ મહત્વ વધી ગયું. આ મંદિર સાથે એક પ્રાચીન ધાર્મિક કથા પણ જોડાયેલી છે. જેના પ્રમાણે ચંદ્ર દેવે એટલે કે સોમદેવે રાજા દક્ષ પ્રજાપતિ ની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા.
ચંદ્રદેવની બધી જ પત્નીઓમા સૌથી સુંદર રોહિણી હતી. માટે ચંદ્ર દેવ એને સૌથી વધારે પ્રેમ કરતા હતા. ત્યારે દક્ષ પ્રજાપતિને જ્યારે પોતાની દીકરીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું. ત્યારે એમણે પહેલા ચંદ્રદેવને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચંદ્ર પર એની કોઈ અસર થઈ નહીં. જેના બાદ રાજા દક્ષે પોતાની પુત્રીઓને દુઃખી જોઈને ચંદ્રદેવને ક્ષયગ્રસ્ત થઈ જવાનો અભિષાપ આપ્યો હતો.
એમણે કહ્યું હતું કે, ચંદ્રદેવનું તેજ ધીમે – ધીમે નષ્ટ થઈ જશે. જેના પછી ચંદ્ર દેવ રાજા દક્ષ અભિશાપ થી દુઃખી રહેવા લાગ્યા. ત્યાર પછી એમણે ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી. ત્યારબાદ ભગવાન શિવે ચંદ્રદેવને અમરત્વનું વરદાન આપ્યું અને રાજા દક્ષના શ્રાપથી પણ મુક્ત કર્યા. સાથે કહ્યું કે, કૃષ્ણ પક્ષમાં ચંદ્રદેવની ચમક ઓછી થશે. જ્યારે શુક્લ પક્ષમાં એમની ચમક વધી જશે.
ચંદ્ર દેવે ભગવાન શિવ અને માતા પાર્વતી ની સાથે આ સ્થળ પર સ્થાયી રવાની આરાધના કરી હતી. ભગવાન શિવે પોતાના પ્રિય ભક્ત ચંદ્ર દેવની આરાધના નો સ્વીકાર કર્યો હતો અને, તેઓ જ્યોતિર્લિંગ સ્વરૂપે માતા પાર્વતીની સાથે ત્યાં રહેવા લાગ્યા હતા. ત્યારબાદ પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્રદેવ એટલે કે સોમ દેવે અહીં ભગવાન શિવનું ભવ્ય સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. જેનો મહિમા અને પ્રસિદ્ધિ આખા વિશ્વમાં ફેલાયેલી છે.
દૂર થાય છે દરેકના દુઃખ – એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવના આ પ્રસિદ્ધ જ્યોતિર્લીંગના દર્શન કરવાથી જ ભક્તોના બધા દુઃખ દર્દ દૂર થઈ જાય છે. ઉપરાંત ભગવાન સોમનાથની પૂજા-અર્ચનાથી ભક્તોનો ક્ષય અને કોઢ જેવા રોગ પણ દૂર થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “વિશ્વ પ્રસિદ્ધ એવા ગુજરાતમાં સ્થિત આ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવા માત્રથી ભક્તોના દુઃખ થાય છે દૂર…”