આ જ્યુસથી હંમેશા રહેશો યુવાન અને વૃદ્ધત્વને રોકવામા મદદ પણ કરી શકે છે…

શું તમે જાણો છો ઘણા ચમત્કારી ફળોનું જ્યુસથી ઝડપથી વૃદ્ધત્વ રોકી શકાય છે. દરરોજ ભોજનમાં તેનું સેવન કરવાથી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાશો.

તાજા ફળોનું જ્યુસ પીવાથી આપણને તે બધા પોષક તત્ત્વો મળે છે જેની આપણા શરીરને જરૂર હોય છે. તે ફક્ત સ્વાદમાં જ ઉતમ હોતું નથી, પરંતુ તેનાથી શરીરને ઘણા મોટા ફાયદાઓ પણ થાય છે. શું તમે જાણો છો ચમત્કારી ફળોના જ્યુસથી ઝડપથી વૃદ્ધત્વ પણ અટકાવી શકાય છે. નિયમિત ભોજનમાં તેનું સેવન કરવાથી તમે લાંબા સમય સુધી સુંદર અને યુવાન દેખાશો.

દાડમનું જ્યુસ

દાડમના જ્યુસમાં પોલીફેનલ્સ જેવા ઘણા પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે. તે ઇન્ફેકશનની સમસ્યા, કેન્સર અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. દાડમ શરીરના એજીંગ સેલ્સને પણ અસર કરે છે. 50 વર્ષની ઉંમર પછી આપણી કોશિકાઓ માઈટોકોન્ડ્રિયાની રીસાઈકલિંગ સાથે સંઘર્ષ કરવાનું શરૂ કરી દે છે, જેની અસર સીધી આપણા સ્નાયુઓ પર પડે છે. શરીરમાં જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે પાર્કીસનની બીમારીનું જોખમ પણ વધે છે. દાડમમાં યુરોલીથીન નામનું તત્વ તમારા માઈટોકોન્ડ્રિયલ પ્રક્રિયાને સ્વસ્થ બનાવી રાખવાનું કામ કરે છે.

ગાજરનું જ્યુસ

ગાજરમાં જોવા મળતા એન્ટી ઓક્સિડન્ટ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલ લ્યુટિન આપણી આંખ અને મગજના અવયવો માટે ખૂબ સારું માનવામાં આવે છે. બીટા કેરોટિન નામનું પણ પોષક તત્વ જોવા મળે છે. તે એક એવું એન્ટી ઓક્સિડન્ટ છે જેનાથી તમારું શરીર વિટામિન એ માં રૂપાંતર કરે છે. કેન્સર એપિડેમાયોલોજી, બાયોમાર્કસ એન્ડ પ્રિવેન્શનના એક રિપોર્ટ મુજબ બીટા કેરોટિન યુવાનોમાં કેન્સરનું જોખમ પણ ઓછું કરે છે.

બીટનું જ્યુસ

બીટનું જ્યુસ કેટલાક લોકોને પસંદ આવે છે, તો ઘણા લોકો તેનાથી દૂર ભાગે છે. લગભગ તમને જાણ નહિ હોય કે બીટનું જ્યુસ આપણી એજિંગ પ્રક્રિયાને ધીમી કરવાનું કામ કરે છે. રિડૉકસ બાયોલોજીના એક અભ્યાસ મુજબ બીટના જ્યુસમાં જોવા મળતા ઘણા પ્રકારના બેક્ટેરિયા આપણા હદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. બીટનું જ્યુસ પીધા પછી લોકોના બ્લડ પ્રેશર લેવલમાં સુધારો થયેલો જોવા મળ્યો છે.

પિંક ગેપફ્રૂટ જ્યૂસ

કૈરટેનોઈડ એવું સંયોજન હોય છે, જે ફળ અને શાકભાજીને કુદરતી કલર આપવાનુ કામ કરે છે. કૈરટેનોઈડ ઍજિંગ પ્રક્રિયાની ગતિને ધીમી કરવાનું કામ કરે છે. પિંક ગ્રેપ ફ્રૂટમાં પણ લાઈકોપીન નામનું કૈરટેનોઈડ હોય છે. લાઈકોપીન આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. એક અભ્યાસમાં તેનાથી ત્વચા પર પડતી અસરની જાણ પણ થઈ છે. અમેરિકન જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં જણાવેલ એક રિપોર્ટ મુજબ લાઈકોપીન શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત રાખે છે જેની સીધી અસર આપણા હદયના સ્વાસ્થ્ય પર પડે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment