જો તમે કેદારનાથ જઈ રહ્યા છો તો ભૂલથી પણ ન કરશો આ ભુલો, પડી શકે છે ભારે

કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે અને એવામાં હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ જઈ રહ્યા છે. આવો જાણીએ કેદારનાથ ધામ જવાનો યોગ્ય સમય અને યાત્રા દરમિયાન તમારે શું કરવું જોઈએ અને શું કરવું જોઈએ નહીં અને તેની સાથે જ જાણીએ કેદારનાથ ધામ યાત્રા થી જોડાયેલી અમુક સામાન્ય જાણકારી.

કેદારનાથ મંદિર હિન્દુઓના મુખ્ય તીર્થ સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. અને આ મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરમાં ભગવાન શંકરના દર્શન કરવા માટે અલગ-અલગ રાજ્યોમાંથી આવતા હોય છે, અને આ મંદિર ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે તેથી વાતાવરણને દેખીને આ મંદિરના કપાટ એપ્રિલથી નવેમ્બર ની વચ્ચે જ ખોલવામાં આવે છે, અને ત્યારબાદ ખૂબ જ ભારે બરફ પડવાના કારણે મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવે છે.

3 મે 2022એ કેદારનાથ ધામના કપાટ ખોલી નાખવામાં આવ્યા. કોરોનાની મહામારી ના કારણે પૂરા બે વરસ પછી કેદારનાથ ધામ ની યાત્રા શરૂ થઈ ત્યારે ભક્તોની ભીડે રેકોર્ડ તોડી નાખ્યા છે.

જો તમે કેદારનાથ ધામ ની યાત્રામાં જવાનો પ્લાન કરી રહ્યા છો તો અમુક વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, આવો જાણીએ કેદારનાથ યાત્રા ઉપર જતી વખતે તમારે શું કરવું જોઈએ અને કઈ ભુલો કરવી જોઈએ નહીં.

કેદારનાથ જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વધુ શિયાળામાં અને ચોમાસાની ઋતુમાં જવાથી બચવું જોઈએ. પહાડી ક્ષેત્રમાં ચોમાસા દરમિયાન પુર અથવા તો ભૂસ્ખલન નું જોખમ વધુ હોય છે એવામાં તમારે આ દરમિયાન યાત્રામાં જવું જોઈએ નહીં.

યાત્રા પર જતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પોતાની સાથે શિયાળાના કપડાં જરૂરથી લઈને જાવ. ભલે તમે ગરમીની ઋતુમાં જ કેમ જઈ રહ્યા હો.

પહાડમાં વરસાદ ક્યારેય પણ આવી શકે છે, તેવામાં યાત્રા પર જતી વખતે તમારી પાસે છત્રી અને રેઇનકોટ જરૂરથી લઈ જાઓ.

એક નોર્મલ વ્યક્તિ ગૌરીકુંડથી કેદારનાથ જવા માં કુલ પાંચ થી છ કલાકનો સમય લાગી શકે છે, તેથી ઉતાવળ કર્યા વગર તમે આરામથી ચાલો અને ચાલતી વખતે ભાગદોડ ન કરો. નહીં તો તમને શ્વાસ લેવામાં તકલીફ નો સામનો કરવો પડી શકે છે.

પોતાની યાત્રાની શરૂઆત સવારમાં જલ્દી જ કરો, જેથી દિવસ સુધીમાં તમે આરામથી કેદારનાથ ધામ પહોંચી શકો. અને દર્શન કર્યા બાદ અહીં રાત્રે આરામ કરો અને બીજે દિવસે સવારે ગૌરીકુંડ માટે તમે ફરીથી યાત્રા શરૂ કરો.

Image Source

ધ્યાન રાખો કે તમે દર્શન, ચઢાણ અને ફરી પાછું આવવું એક જ દિવસમાં કરવાનું વિચારી રહ્યા છો તો તમે સાંજ સુધી અથવા રાત સુધી ફરીથી ગૌરીકુંડ પહોંચી જાવ પરંતુ તમને ગૌરીકુંડથી સોનપ્રયાગ માં તકલીફ થઇ શકે છે, તેથી રાતના સમયે ગૌરીકુંડથી સોનપ્રયાગ માટે ગાડીમાં સીટ મેળવવા માટે ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડી શકે છે. તેની સાથે જ ગૌરીકુંડ માં ખુબ જ ઓછી હોટલ અથવા લોજ હોવાના કારણે અહીં તમને રૂમ શોધવામાં પણ તકલીફ પડી શકે છે.

કેદારનાથ યાત્રા દરમિયાન 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ક્યારેય પણ સાથે લઈને ન જાઓ. અહીં વાતાવરણની કઈ જ જાણકારી હોતી નથી તે સિવાય અહીં તાપમાન પણ ખૂબ જ ઓછું જોવા મળે છે જેથી બાળકો ની તબિયત ખરાબ થવાનો ભય રહેલો છે.

Image Source

જો તમે કેદારનાથ ધામ સુધી કોઇપણ ખચકાટ વગર પહોંચવા માગો છો તો તમે ડોલી ઉપર બેસીને જઈ શકો છો, જેનું ભાડું 8 થી 10 હજાર રૂપિયાની વચ્ચે હોય છે. ત્યાં જ કંડીના રાઉન્ડ ટ્રીપનું ભાડુ લગભગ 5000 રૂપિયા છે, અને ખચ્ચર રાઉન્ડ ટ્રીપ નું ભાડું 5 થી 6 હજાર રૂપિયા છે, જો તમે હેલિકોપ્ટરથી જવાનું વિચારી રહ્યા છો તો તેનું ભાડું લગભગ 7000 રૂપિયા છે.

  • સારા ફોન નેટવર્ક માટે કેદારનાથ યાત્રા પર જતી વખતે બી.એસ.એન.એલ, વોડાફોન અને રિલાયન્સ જીઓનું સીમ લઈને જાવ.
  • તમારું યાત્રા કાર્ડ અને આધાર કાર્ડ લઇ જવાનું બિલકુલ ન ભૂલો.
  • કેદારનાથ મંદિરની યાત્રા રાત્રે કરવાથી દૂર રહો, કારણ કે રાત્રે જંગલી જાનવરોનો ભય રહે છે.
  • યાત્રા પર જતા પહેલા તમારી પાસે ટોર્ચ અને એક્સ્ટ્રા બેટરી જરૂરથી રાખો.
  • કેદારનાથ ધામ ની યાત્રા ના અમુક દિવસ પહેલા જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કસરત કરો, તેનાથી તમને ત્યાં શ્વાસ લેવામાં તકલીફ પડશે નહીં.
  • હોટલનું બુકિંગ એડવાન્સ માં જ કરાવી લો, ત્યાં રૂમ મળવાની ખૂબ જ તકલીફ પડી શકે છે. કારણ કે આ દરમિયાન લોકોની ભીડ ખૂબ જ રહે છે.

સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટ ના ડેટા અનુસાર ત્રણ મેહી શરૂ થયેલી ચારધામ યાત્રામાં 20 લોકોનું મૃત્યુ થઈ ગયું છે જેમાંથી ૧૦ શ્રદ્ધાળુઓનું મોત યમનોત્રી જતી વખતે અને છ શ્રદ્ધાળુઓનું મોત કેદારનાથ જતી વખતે અને ત્રણ શ્રદ્ધાળુઓનું મોત ગંગોત્રી તથા એકનું મોત બદ્રીનાથ જતી વખતે થયું છે.

Image Source

જે લોકોને આ દરમિયાન મૃત્યુ થયું છે તેમાં ઘણા બધા લોકોની ઉંમર 60 વર્ષથી વધુ હતી જે હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હતા, એવામાં જો તમે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સાથે કેદારનાથ જવાનો પ્લાન કરી રહ્યા છે તો ખાસ ધ્યાન રાખો અને ખાસ કરીને ચડતી વખતે તો ખાસ, જો તમને સ્વાસ્થ્ય સંબંધી કોઇ પણ બીમારી છે તો કેદારનાથ જવાનો પ્લાન બિલકુલ ન કરો.

કેદારનાથ ધામ યાત્રા સાથે જોડાયેલી સામાન્ય જાણકારી

  • ઊંચાઈ – સમુદ્ર સપાટીથી 3,553 મીટર
  • મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય – ઉનાળો (મે-જૂન), શિયાળો (સપ્ટેમ્બર-ઓક્ટોબર)
  • નજીકનું એરપોર્ટ- દેહરાદૂન જોલી ગ્રાન્ટ એરપોર્ટ
  • નજીકનું રેલ્વે સ્ટેશન- દેહરાદૂન રેલ્વે સ્ટેશન
  • કેદારનાથ ટ્રેકિંગ અંતર – 14 થી 18 કિમી (એક બાજુ)

Image Source

બસ થી કઈ રીતે પહોંચવું કેદારનાથ

દિલ્હી થી કેદારનાથ માટે કોઈ ડાયરેક્ટર્સ નથી તેની માટે તમારે સૌથી પહેલા કાશ્મીરી ગેટ આંતરરાજ્ય બસ અડ્ડાથી હરિદ્વાર અથવા ઋષિકેશ માટે બસ લેવી પડશે. રોડવેજ બસ નું ભાડું 300 રૂપિયા છે પરંતુ તમે ઈચ્છો તો પ્રાઇવેટ બસમાં પણ જઈ શકો છો ઋષિકેશ પહોંચ્યા બાદ તમને અહીંથી સોનપ્રયાગ માટે બસ લેવી પડશે સોનપ્રયાગ માટે બસ તમને સવારે જલ્દી મળશે.

જો તમે સોનપ્રયાગ માટે સવારે જલ્દી બસ લો છો તો સાંજ સુધી તમે ત્યાં પહોંચી જશો, ત્યારબાદ ગૌરીકુંડ જવા માટે સોનપ્રયાગથી તમને ટેક્સી મળી જશે. સોનપ્રયાગથી ગૌરીકુંડ માત્ર આઠ કિલોમીટર છે. ગૌરીકુંડ પહોંચ્યા બાદ તમારે કેદારનાથ ધામ માટે ચાલતા યાત્રા કરવી પડશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “જો તમે કેદારનાથ જઈ રહ્યા છો તો ભૂલથી પણ ન કરશો આ ભુલો, પડી શકે છે ભારે”

Leave a Comment