ચાલો જાણીએ ઘરે મજેદાર અને એક દમ ટેસ્ટી કાજુ કતરી કેવી રીતે બનાવી શકાય…

કાજુ કતરી એક એવી મીઠાઇ છે કે ઘરના નાના મોટા સૌને ભાવે. આ મીઠાઇ ને બજાર માં મળે એવી ઘરે પણ બનાવી શકાય છે અને એ પણ એક દમ ઓછા પૈસા માં. સાથે જ કાજુ કતરી બનવામાં ખૂબ ઓછો સમય પણ લાગે છે. આવો જાણીએ આ મજેદાર કાજુ કતરી કેવી રીતે બનાવી તેની રેસીપી..

Image Source

કાજુ કતરી બનાવા માટે ની સાધન સામગ્રી:

Image Source

  • કાજુ- 250 gm
  • પાવડર મિલ્ક
  • ખાંડ
  • ચાંદી નો વરખ
  • બટર પેપર અથવા મોટી કોથડી

કાજુ કતરી બનાવાની વિધિ:

Image Source

સૌથી પહેલા 250 gm કાજુ લો. યાદ રાખો કે ફ્રિજ માં રાખેલ કાજુ નો ઉપયોગ ન કરવો. હવે કાજુ ને મિક્ષર ના જાર માં દળી લો. દળેલા કાજુ ને એક ચાણની માં લઈ ને ચાળી લો. ત્યારબાદ તેમા  મિલ્ક પાવડર નાખો. મિલ્ક પાવડર થી કાજુ કતરી મુલાયમ બનશે. હવે આ મિશ્રણ ને બરાબર રીતે મિક્સ કરો. હવે એક ગેસ પર કઢાઈ મૂકો. તેમ 200 gm જેટલી ખાંડ નાખો. હવે તેમા  લગભગ અડધો ગ્લાસ પાણી નાખો. ચાશણી ને ધીમા તાપે થવા દો.

ચાશણી એક તાર ની થાય પછી તેમા પીસેલું કાજુ નાખી દો. તેને બરાબર મિક્સ કરી દો. થોડીવાર પછી તે જૉસો તો લોટ જેવુ દેખાશે. હવે તેને થોડું ઠંડુ થવા દો. ત્યાર બાદ એક થાળી માં મોટી કોથડી લઈ તેમ આ લોટ જેવા મિશ્રણ ને નાખો.. હવે આ મિશ્રણ ને બરાબર મસળો. હવે લોટ ને કોથડી માં જ રાખી ને તેને વેલણ ની મદદ થઈ વણી નાખો. હવે કાજુ કતરી ની સાઇઝ તમારે તમારી રીતે નક્કી કરી લેવી. હવે વણયા પછી કોથડી કાઢી નાખવી અને ઉપર થી થોડું ઘી નાખવું. એના પછી ચાંદી ની વરખ લગાવી અને તેના ટુકડા કરી લેવા. તેને ડીશ માં કાઢી લેવી. બજાર માં મળે એવી કાજુ કતરી તૈયાર છે!!!!!

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment