શું તમે ક્યારેય કેળાનું રાયતું ખાધું છે!! જો નહીં તો લંચ માટે ચોક્કસ ટ્રાય કરો

Image Source

તમે આજ સુધી બૂંદી-ખીરા જેવી વસ્તુઓમાંથી બનેલા રાયતાનો સ્વાદ તો ચાખ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય કેળામાંથી બનાવેલા રાયતું ખાધું છે?જો નહીં, તો લંચમાં ચોક્કસ ટ્રાય કરો.બાળકો હોય કે મોટા, દરેકને તેનો સ્વાદ ચોક્કસ ગમશે.આટલું જ નહીં, આ હેલ્ધી રાયતા ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.તો આવો જાણીએ આ ટેસ્ટી કેળાના રાયતા બનાવવાની રીત.

કેળાનું રાયતુ બનાવવા માટેની સામગ્રી

 • 1 કેળું
 • 2 કપ દહીં
 • અડધી ચમચી શેકેલ સરસવનો પાવડર
 • સ્વાદ મુજબ મીઠું
 • અડધી નાની ચમચી ખાંડ
 • જરૂરિયાત મુજબ લીલા ધાણા
 • બે કાપેલી લીલી મરચી

Image Source

કેળાનું રાયતુ બનાવવાની રીત –

 • સૌથી પહેલા કેળાને કાપીને એક વાસણમાં અલગ રાખો.
 • હવે બીજા બાઉલમાં દહીં અને બધી સામગ્રી નાખીને બરાબર મિક્ષ કરી લો.
 • ત્યારબાદ રાયતામાં કેળાના ટુકડા નાખો અને ઉપર લીલા ધાણા નાખો.
 • હવે રાયતાને થોડી વાર માટે ફ્રીજમાં રાખો અને ઠંડુ થયા પછી તેને પરાઠા સાથે સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment