ગોળ ખાવાના છે અદ્ભૂત ફાયદા, જે તમને ખુબજ કામ આવી શકે છે 

Image Source

જો તમે ક્યારે ગોળને બનતા જોયો છે અથવા તેને બનાવવાની જગ્યાએ આસપાસ પણ ગયા છો? તો તેની સુગંધથી જ તમારું મન ખુશ થઈ જશે. ત્યારે આવતા ગોળની સુગંધ ખુબ જ આકર્ષક લાગે છે, અને આ જ કારણ છે કે તેને વિન્ટર સ્મેલ પણ કહેવામાં આવે છે, ગોળનો ઉપયોગ ભારતીય ભોજનમાં ઘણા બધા સમયથી કરવામાં આવે છે અને તેને અલગ અલગ વાનગી માં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

એક પ્રકારથી જોવા જઈએ તો પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને ખાંડની સરખામણીએ તેનું સેવન કરવાથી આ સમસ્યા પણ ઓછી થાય છે, તે ખૂબ જ ન્યુટ્રિશિયસ હોય છે અને તમે શુદ્ધ ગોળ લીધો છે તો તેનો સ્વાદ પણ એકદમ અલગ લાગે છે.

નેચરલ રીતે ગળ્યો હોવાના કારણે તમે ગોળને ખૂબ જ સારો માનો છો અને તમે એ લોકોમાંથી તો જેમને અત્યાર સુધી ગોળનો ઉપયોગ સારી રીતે કર્યો નથી તો ચાલો અમે તમને અમુક આસાન હેક્સ જણાવવા જઇ રહ્યા છીએ જે ગોળ નો ઉપયોગ તમારા રસોડામાં વધુ સારી રીતે કરાવી શકે છે.

1 ચા માં ખાંડની જગ્યાએ ગોળ નાખો

તમે ચા મા સફેદ અથવા બ્રાઉન ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો. આ રીત તમારી ચાને તૈયારીમાં જ હેલ્ધી બનાવવામાં કામ લાગી શકે છે.

  • ચામાં પહેલા પાણી અને ત્યારબાદ ગોળ ઉમેરો જેથી તે સારી રીતે ઓગળી જાય.
  • ત્યારબાદ તેમાં દૂધ અને બીજી બધી વસ્તુઓ નાખો.
  • તે ચામાં એક અલગ ફ્લેવર લઇને આવશે, જેનાથી ચા વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનશે.

2 તીખા શાકમાં ગોળનો ઉપયોગ

જો શાક ખૂબ જ તીખું થઈ ગયું હોય તો તમારી પાસે ઓછો સમય હોય તો તમે ગરમ શાકભાજીમાં દેખીને રાખી શકો છો તેનાથી ભોજન કરતી વખતે પણ સારી રીતે પીગળી જશે અને શાકભાજીમાંથી તીખાસ દૂર થઈ જશે અને તેનાથી એક અલગ ફ્લેવર આવશે.

3 સાંભાર અને રસમમાં આમલી અને ગોળ

તમને કદાચ એ જાણકારી ન હોય પરંતુ જો તમે રસમ અથવા તો સંભાર કોઈપણ સાઉથ ઇન્ડિયાની ડીશમાં આંબલી ને ઉમેરી રહ્યા છો તો થોડો ગોળ પણ ઉમેરી શકાય છે. તે સ્વાદને ખૂબ જ વધારી દે છે. પરંતુ જો તમે અડધો કપ પાણી ઉમેરી રહ્યા છો તો અડધી ચમચી ગોળ ઉમેરો તે ફ્લેવર માટે ઉમેરવાનો હોય છે, અને બીજા મસાલાની સાથે તેનો એકદમ યુનિક સ્વાદ લાગશે.

ઘણા લોકો તેની સાથે લાલ મરચાનો તડકો લગાવે છે જેથી તેમને ઘણા બધા ફ્લેવર એક જ વાનગીમાં મળી શકે.

Image Source

4 લિક્વિડ ગોળનો ઉપયોગ

આ ટાઇટલ જોઈને ગભરાવાની જરૂર નથી, અહીં અમે ગોળ અને ગરમ પાણીની વાત કરી રહ્યા છીએ, જ્યાં પણ લીક્વીડ ગોળની જરૂર હોય ત્યાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. બસ જેટલો ગોળ લો તેનાથી ડબલ ગરમ પાણી લો, અને ગોળને ઓગાળીને તેનો ઉપયોગ કરો. જેમકે પેનકેક વગેરેમાં મેપલ સિરપ અથવા મધ ની જગ્યાએ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

કોર્ન સીરપ, મધ, મેપલ સિરપ અને ખાંડની ચાસણી ની જગ્યાએ ગોળ અને ગરમ પાણીનો ઉપયોગ કરો.તે ખૂબ જ હેલ્ધી ઓપ્શન સાબિત થશે.

5 ટામેટાની ગ્રેવીમાં ગોળ

ટામેટામાં એસિડ હોય છે અને તે દરેક વ્યક્તિને જાણકારી હોય છે. એવામાં ઘણા લોકોને તે નુકશાન પણ કરી શકે છે પરંતુ તમે ગોળનો ઉપયોગ ટામેટામાં કરો છો તો ટામેટાના એસિડને થોડું ઓછું કરી શકાય છે.

વધુ મસાલાવાળા શાકમાં અડધી ચમચી ગોળ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે, અને તે વાનગીમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે જેમાં થોડો સિરકો નાખેલો હોય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment