શું તમે લાંબા વાળ ઇચ્છો છો!! તો ઘરે બનાવો વાળ માટે બેસ્ટ લવેંડર અને વિટામિન ઈ ઓઈલ

Image Source

સારા પોષણ અને સંભાળના અભાવને કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે અને તેનો ગ્રોથ અટકવા લાગે છે. તેટલું જ નહીં, પ્રદૂષણ અને વધતા તણાવને કારણે પણ તેનો વિકાસ અટકવા લાગે છે અને ઇચ્છવા છતાં પણ વાળ મોટા થતા નથી.

આ સ્થિતિમાં ગ્રોથ વધારવા અને સ્વસ્થ રાખવા માટે તમે ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરી શકો છો. અહીં અમે તમને વિટામિન ઈ અને લવેંડર ઓઈલ બનાવવાનું શીખવી રહ્યા છીએ જે વાળને અંદરથી મજબૂત અને સ્વસ્થ બનાવવામાં તમારી મદદ કરી શકે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે લવેંડરનું તેલ વાળના વિકાસમાં મદદ કરે છે. તેના એન્ટી સેપ્ટિક ગુણ પણ હોય છે જે વાળમાં કોઈપણ પ્રકારના સંક્રમણ વગેરેને રોકે છે અને ફંગસ અથવા બેક્ટેરિયાને દૂર રાખવાનું કામ કરે છે. જ્યારે વિટામિન ઈ વાળના વિકાસમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે ખોપરીની ચામડી ના ઓક્સીડેટીવ તણાવને ઓછું કરવામાં મદદ કરે છે અને વાળનો વિકાસ ઝડપી કરે છે.

આ રીતે ખાસ તેલ બનાવો

  • તેને બનાવવા માટે તાજા અથવા સૂકા લવેંડર ફૂલ, નારિયેળનુ તેલ, 1 થી 2 વિટામિન ઈ કેપ્સ્યુલની જરૂર પડશે.
  • લવેંડરના ફૂલોની પાંખડીઓ તોડીને સાફ કરી રાખો.
  • હવે એક કાંચની બરણીમાં ઉકાળેલું પાણી નાખો.
  • તેમાં લવેંડરના ફૂલને નાખો.
  • વિટામિન ઈ કેપ્સ્યુલને તોડીને નાખો.
  • આ બરણીને એક અઠવાડિયા સુધી તડકામાં રાખો.
  • હવે આ તેલને ગળી લો અને વાળમા તેલની જેમ ઉપયોગ કરો.

આ રીતે ઉપયોગ કરો

વાળની ખોપરીની ચામડી થી લઈને આખા વાળમાં સારી રીતે આ તેલને લગાવો અને અડધા કલાક પછી શેમ્પૂ કરી લો. અઠવાડિયામાં ઓછામાં ઓછી એક અથવા બે વાર આ તેલનો પ્રયોગ કરો. તમારા વાળનો ગ્રોથ દેખાવા લાગશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment