આટલી વસ્તુઓ ખાશો તો પણ બીપી ની ગોળીઓ નહીં ગળવી પડે.

હાઇ બ્લડ પ્રેસર ત્યારે થાય છે જ્યારે આપણી લોહીની ધમનીઓ એટલે કે લોહીને વહેવામાં દબાણ આવતું હોય, આ હ્રદય રોગ માટે ખૂબ જોખમી ગણાય છે. વિશ્વમાં 1 અરબથી વધારે લોકો છે જેઓ હાઇ બ્લડ પ્રેશરથી હેરાન થાય છે. બ્લડ પ્રેશર લેવલને ઓછું કરવા માટે સામાન્ય રીતે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

જો કે લાઇફસ્ટાઇલમાં પરિવર્તન, જેમાં શારીરિક કસરત અને ડાયટ પર શામિલ છે. હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને હ્રદયરોગના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. હાઇ બીપી કંટ્રોલ કરવા માટે પોષટીક, હાર્ટ હેલ્થી ડાયટનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

આજે અમે તમને કેટલીક વસ્તુઓ વિષે જણાવી રહ્યા છે જે તમારી ડાયટમાં તમારે શામેલ કરવા જોઈએ. આમ કરવાથી તમારું હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.

1. બીન્સ અને દાળ : બીન્સ અને દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેમાંથી ફાઈબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો મળે છે. ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બીન્સ અને દાળ ખાવાથી હાઇ બ્લડ પ્રેશર લેવલ કંટ્રોલમાં રહેલ છે. એટલે હાઇ બીપી માટે ડાયટમાં આ વસ્તુને શામેલ કરો.

2. ખાટા ફ્રૂટ : દ્રાક્ષ, નારંગી અને લીંબુ જેવા ખટ્ટા ફળોમાં શક્તિશાળી બ્લડ પ્રેશરને ઓછું કરવા માટેના ગુણ હોય છે. તે વિટામિન, ખનીજ અને એંટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જે હાઇ બ્લડ પ્રેશર જેવા હાર્ટ એટેકના જોખમને ઓછું કરે છે. અમુક રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે જે નારંગી અને દ્રાક્ષનો રસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે.

3. ગાજર : ગાજર ક્લોરોજેનિક, પી-કોમરીક અને કેફીક જેવા ગુણોથી ભરપૂર હોય છે, જે લોહીની ધમનીઓને આરામ આપવામાં મદદ કરે છે. સોજો ઓછો કરે છે, જે હાઇ બ્લડ પ્રેશરના લેવલને ઓછું કરે છે, આમ તો ગાજરને બાફીને કે કાચું ખાવામાં આવે છે પણ હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓને માટે ગાજર કાચું ખાવું ખૂબ વધારે ફાયદાકારક રહેશે.

4. ટમેટાં : ટામેટાં પોટેશિયમ અને કૈરોટીનોયડ લાઇકોપીનથી ભરપૂર હોય છે. લાઇકોપીન હ્રદયની હેલ્થ સાથે જોડાયેલ હોય છે. તેનાથી બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ મળે છે.

5. બ્રોકોલી : બ્રોકોલી એક ક્રુસિફેરસ શાક છે જે હેલ્થ પર ઘણીરીતે ફાયદાકારક રહે છે. હાઇ બીપીની માટે આ વસ્તુને તમારા ડાયટમાં શામેલ કરવું એ બ્લડ પ્રેસર માટે એક સ્માર્ટ અને પ્રભાવશાળી રસ્તો છે. બ્રોકોરી ફલેવોનોઈડ, એંટી ઓક્સિડેન્ટથી ભરપૂર છે જે તમારા શરીરમાં લોહી વહીકાંને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. ઓકસાઈડ લેવલને વધારીને બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે.

Leave a Comment