આ વસ્તુ ખાશો તો 7 દિવસમાં 5 કિલો વજન ઉતરી જશે

જીરું, ધાણા, અજમો, વરીયાળી, મેથી આ દરેક સામગ્રી આપણને આપણા રસોડામાં ખૂબ જ આસાનીથી મળી જાય છે અને આપણામાંથી ઘણા બધા લોકો એવા છે જેમની ખાણીપીણીનો આ એક મહત્વનો ભાગ પણ છે મસાલાથી લઈને ઘરેલુ ઉપાયના રૂપે પણ આ દરેક સામગ્રીનો પ્રયોગ ખૂબ જ કરવામાં આવે છે

આ દરેક મસાલા સ્વાસ્થ્યના લાભથી ભરપૂર જોવા મળે છે, અને તેના ઘણા બધા ફાયદા પણ હોય છે. ઘણા બધા લોકો તેનું સેવન કરે છે, પરંતુ અલગ અલગ રીતે. પરંતુ શું તમે જાણો છો કે આ દરેક મસાલાનું જો તમે એક સાથે સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્ય અને જબરજસ્ત ફાયદા મળે છે. હવે પ્રશ્ન તે ઉભો થાય કે આ મસાલાઓનું સેવન કઈ રીતે કરી શકાય.

આ સમગ્ર વિષય ઉપર વધુ જાણકારી માટે અમે આયુર્વેદિક ચિકિત્સક ડોક્ટર ભુવનેશ્વરી સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે જીરુ, ધાણા, અજમો,વરીયાળી અને મેથીના બીજને પીસીને તેનો પાવડર પાણીમાં ઉકાળીને ગરમ પાણી સાથે ઉમેરીને લઈ શકો છો, અને તેના સ્વાસ્થ્યના લાભો પ્રાપ્ત કરવાનો તે ખૂબ જ આસાન ઉપાય છે. ખાસ કરીને જો તમે રાત્રે સુતા ના એક કલાક પહેલા તેનું સેવન કરો છો તો તેનો તમને વધુ ફાયદો થશે.

રાત્રે જીરું, ધાણા,વરીયાળી, અજમો અને મેથી પાવડર પાણીમાં ઉમેરીને પીવાના થતા ફાયદા

ભોજન નું પાચન કરવામાં મદદ કરે

આપણામાંથી લગભગ લોકો રાત્રે ખૂબ જ મોડા ભોજન કરતા હોય છે, અને તે યોગ્ય રીતે પચી શકતું નથી તેનાથી પેટ સબંધિત સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ જો તમે રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ પાવડર ઉમેરીને તેનું સેવન કરો છો તો ભોજન પચાવવામાં ખૂબ જ આસાની થાય છે, અને મેટાબોલિઝમ ની પ્રક્રિયા પણ ખૂબ જ તીવ્ર થાય છે.

બ્લડ સુગર કંટ્રોલમાં રાખે

આ કોમ્બિનેશન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી છે. કારણ કે તેમાં HbA1c ને ઓછુ કરવાની ક્ષમતા હોય છે તેની સાથે જ ઇન્સ્યુલિન રજિસ્ટ્રેટને પણ ઓછું કરીને ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. અને તેનાથી જ બ્લડ સુગર લેવલને કંટ્રોલ રાખી શકાય છે.

સવારે પેટ સાફ ન થવાની સમસ્યાને દૂર કરે

સવારે જો યોગ્ય રીતે પેટ સાફ ન થાય તેવી સમસ્યા ઘણા બધા લોકોને હોતી હોય છે. પરંતુ આ પાવડરનું ગરમ પાણીમાં સેવન કરવાથી આપણું પાચન તંદુરસ્ત બને છે, તથા પેટ સબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

વજન ઓછું કરવામાં મદદ મળે

વજન ઓછું કરવા માટે આ પાવડર ખૂબ જ સારું ડ્રિંક સાબિત થશે. આ પાવડર થી મેટાબોલિઝમને તીવ્ર કરી શકાય છે, અને આપણી કેલેરી ખૂબ જ ઝડપી બર્ન થાય છે, તેનાથી વજન ઓછું કરવામાં ખૂબ જ મદદ મળે છે. તેની સાથે સાથે પાચન તથા ભોજનના પોષક તત્વોના અવશોષણને પણ વધારો આપે છે.

1 thought on “આ વસ્તુ ખાશો તો 7 દિવસમાં 5 કિલો વજન ઉતરી જશે”

Leave a Comment