આયુર્વેદ અનુસાર દરરોજ કરવું જોઈએ આ ફૂડ્સ નું સેવન 

Image Source

ચાલો જાણીએ આયુર્વેદ અનુસાર કયા ફૂડસનું ઉચિત માત્રા માં હંમેશા સેવન કરતા રહેવું જોઈએ.

જો તમને સવાલ કરવામાં આવે કે કયા ફૂડસનું તમારે દરરોજ ઉચિત માત્રામાં ભોજનમાં સામેલ કરતા રહેવું જોઈએ. તો પછી તમારો જવાબ શું હોઈ શકે છે કદાચ તમે આ સવાલનો કોઈ સર્ટીફીકેટ જવાબ ન આપી શકો પરંતુ અમુક એવા ફૂડ્સ છે જે આયુર્વેદ અનુસાર દરરોજ ભોજનમાં સામેલ કરવો જોઈએ અમુક એવા ફૂડ્સ છે જેને દરેક ઉંમરના લોકોએ દરરોજ સેવન કરવું જોઈએ. જો તમે આ બાબતમાં કોઇ જાણકારી નથી તો આયુર્વેદની ડોક્ટર દ્વારા વારાલક્ષ્મી આ વિશે જણાવવા જઈ રહ્યા છે કે કયા ફૂડ્સને દરરોજ ભોજનમાં સામેલ કરવા જોઇએ.

Image Source

 ચોખાને કરો સામેલ

 જે મહિલાઓ સ્વાસ્થ્યને લઈને વધુ ધ્યાન આપે છે તે ચોખાની પસંદગી અને તેને ખાવા માટે ખૂબ ધ્યાન આપે છે. બાસમતી ચોખા અને બ્રાઉન રાઈસ ને મહિલાઓ ખાસ કરીને શામેલ કરવાનું પસંદ કરે છે. પરંતુ ડોક્ટર વારાલક્ષ્મીના અનુસાર અન્ય ચોખાની જેમ જ ઉચિત માત્રામાં સફેદ ચોખાને પણ ભોજનમાં સામેલ કરતા રહેવું જોઈએ. તેમના અનુસાર સફેદ ચોખા માં શાસ્તિકા શાલી ચોખાને નિયમિત સમય પર ભોજનમાં સામેલ કરતા રહેવું જોઈએ.

Image Source

ચણા અને દાળ

સ્વાસ્થને તંદુરસ્ત રાખવા માટે આપણે થોડા થોડા સમયે ચણા અને દાળનું સેવન કરતા રહેવું ખૂબ જરૂરી છે તે શરીરને ઘણી પ્રકારની બીમારીઓથી દૂર રહેવામાં મદદ કરે છે એવામાં આયુર્વેદિક અનુસાર ચણાના રૂપમાં તમે લીલા ચણાને સામેલ કરી શકો છો તે સિવાય દાળ ના રૂપમાં મગની દાળને પણ સામેલ કરી શકો છો કારણ કે અન્ય દાળથી મગની દાળ વધુ પૌષ્ટિક હોય છે.

Image Source

આમળા અને જવ

આ વાત આપણે બધા જાણીએ છીએ આમળા આપણા સ્વાસ્થ્ય માટે કેટલા શ્રેષ્ઠ હોય છે. કદાચ એટલા માટે જ લગભગ દરેક ડૉકટર અમુક સમય પર આમળા ખાવાની સલાહ આપતા રહે છે. આયુર્વેદ અનુસાર દરરોજ ઉચિત માત્રામાં તેને ભોજનમાં સામેલ કરતા રહેવું જોઈએ. અને જવ પણ આપણા સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ આહાર છે આ બંને કોઈના કોઈ રૂપે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.

Image Source

આને પણ કરો ભોજનમાં સામેલ

ચોખા, લીલા ચણા, મગ ની દાળ અને આમળા સિવાય એવા પણ ઘણા ફૂડ છે જેને આપણે દરરોજ ભોજનમાં સામેલ કરવાની જરૂરત છે. ડોક્ટર વારાલક્ષ્મીના અનુસાર ગાયનું દૂધ અને ઘીને પણ ઉચિત માત્રામાં ભોજનમાં સામેલ કરતા રહેવું જોઈએ. તે સિવાય મધ અને ફળના રૂપમાં અમને પણ ભોજનમાં સામેલ કરતા રહેવું જોઇએ મીઠાના રૂપમાં તમે સિંધવ મીઠાને ભોજનમાં ઉપયોગ કરી શકો છો.

ડોક્ટર વારાલક્ષ્મી જણાવે છે કે આમાંથી અમુક ખાદ્ય પદાર્થોને તમે નિયમિત રૂપથી પોતાના આહારમાં સામેલ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ મોટો બદલાવ લાવી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment