વાયરલ વિડિઓ : એક યુવક 100 ફૂટની ઊંચાઈ પર ચઢી તાડના ઝાડને કાપી રહ્યો હતો, ત્યારે જ કઈક એવું થયું કે નીકળી ગઈ યુવકની ચીસ

Image Source

ઘણી વખત આપણે જોશમાં આવીને એવી ભૂલો કરી બેસીએ છીએ કે તૈયારીમાં જ આપણને તેની સજા પણ મળી જાય છે. અને આ પ્રકારની ભૂલોના કારણે ઘણી વખત આપણે હાસ્ય ને પાત્ર પણ બની જઈએ છીએ એવો જ એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયોમાં એક વ્યક્તિ એવું કામ કરતો દેખાય છે કે થોડા જ સમયમાં તેને પોતાની ભૂલ નો અનુભવ થઇ જાય છે.

ખરેખર એક યુવકે તાડના સો ફૂટ લાંબા ઝાડ ઉપર ચઢીને તેને કાપવાની જ ભૂલ કરી દીધી. ત્યારબાદ તેની સાથે કંઈક એવું થયું કે તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

આ વિડીયો ધ સને પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલ થી શેર કર્યો છે. અને આ વીડિયો ને શેર કરતી વખતે તેમને કેપ્શનમાં જણાવ્યું હતું કે સો ફૂટના તાડના ઝાડ ને કાપવાથી શું થઈ શકે છે? સોશિયલ મીડિયા ઉપર સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક ઈલેક્ટ્રીક આરી અથવા તો કટર લઈને તાડના ઝાડ ઉપર ચડી ગયો. ઝાડની લંબાઈ લગભગ સો ફૂટ ની આસપાસ છે અને તે યુવક ઝાડ પર ચઢ્યા બાદ તેને જ કાપવા લાગે છે.

Image Source

તે યુવકના વજનથી ઝાડ ખૂબ જ નમી પણ ગયું છે વીડિયોમાં દેખી શકાય છે કે તે યુવક ઝાડ ઉપર ચઢ્યા બાદ તેના સૌથી ઊંચા ભાગ એટલે કે પાનવાળા ભાગને કાપવાનું શરૂ કરે છે, અને જેવો તાડનો ઉપર નો ભાગ કપાઈ ને જમીન ઉપર પડી જાય છે એવો જ ઝાડનો ઉપરનો ભાગ નીચે પડે છે ત્યારે ઝાડ ખૂબ જ તીવ્રતાથી ઉપરની તરફ જાય છે અને યુવક પણ ઝાડની સાથે હવામાં લહેરાવા લાગે છે.

આ દરમિયાન યુવકના મોઢામાંથી મોટેથી ચીસ નીકળી જાય છે, અને ઝાડનાં પાન તથા યુવકના વજનથી ઝાડ નીચું હતું અને જેવા ઝાડના પાન કપાઈ ગયા વજન વજન ઓછું થઈ ગયું અને ઝાડ ફરીથી પાછું પોતાની જગ્યા ઉપર ઉઠવા લાગ્યું. તેની સાથે સાથે યુવક પણ હવામાં ઉપરની તરફ લહેરાવા લાગ્યો, જેના લીધે ખૂબ જ ખરાબ રીતે ડરી ગયો હતો અને ચીસો પાડવા લાગ્યો હતો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “વાયરલ વિડિઓ : એક યુવક 100 ફૂટની ઊંચાઈ પર ચઢી તાડના ઝાડને કાપી રહ્યો હતો, ત્યારે જ કઈક એવું થયું કે નીકળી ગઈ યુવકની ચીસ”

Leave a Comment