ઊંઘની ઉણપથી વ્યક્તિ અનેક જોખમી રોગોનો શિકાર બની શકે છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા છે, તો એકવાર તમે તમારી થાળીમાં પીરસાતી વસ્તુઓ તરફ ચોક્કસ જુઓ. ચાલો આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ખાવાથી તમારી ઊંઘ ઊડી શકે છે. ડોકટરનું કેહવુ છે કે સૂતા પેહલા આ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.
કેફીન એક એવું ઘટક છે જે તમારી ઊંઘની પેટર્નને ગંભીરપણે કરી શકે છે. શું તમે જાણો છો કે સૂતા પહેલા ટામેટા ખાવા પણ તમારી ઊંઘ માટે સારા નથી. એવું એટલા માટે કેમકે ટામેટા એસિડ રિફલેકસનું કારણ બની શકે છે. ‘ધ સન ‘ ની રિપોર્ટ મુજબ, ટામેટા તમારી બેચેની વધારી શકે છે અને પછી ખૂબ ઓછી સંભાવના છે કે તમે પૂરતી અને આરામદાયક ઊંઘ લઇ શકો.
આ ઉપરાંત કાંદા પણ એક એવી વસ્તુ છે જે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમની સાથે ગડબડ કરી શકે છે. ‘ધ સ્લીપિંગ એસોસિએશન’ કહે છે કે કાંદા પેટમાં ગેસ બનાવવાનું કામ કરે છે. આ ગેસ તમારા પેટના દબાણને અસર કરે છે જેનાથી એસિડ ઉપર ગળાની તરફ વધે છે. ખાસકરીને જ્યારે તમે સીધા સૂઈ જાઓ છો. આશ્ચર્યની વાત એ છે કે કાચો અથવા પાકેલ કાંદા બંને આ સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
ચોકલેટ – દુખાવાથી આરામ આપતી દવાઓથી સાવધાન – કાંદા અથવા ટામેટા જેવી વસ્તુઓની સાથે આલ્કોહોલ અને કેફિનની માત્રાને મોનીટર કરવું પણ જરૂરી છે. ખાસકરીને જ્યારે તમે જમ્યા પછી સૂવાની તૈયારી કરી રહ્યા છો. તે વાતનું પણ ધ્યાન રાખો કે તમારા સ્લીપિંગ પેટર્ન ને અસર કરતા કેફીન ઘણા પ્રકારના ખાદ્ય પદાર્થ અને પીણામા જોવા મળે છે. ચા, કોફી અને અલગ પ્રકારના ફ્રીઝી પીણામાં કેફીન હોય છે. તે ચોકલેટ અને દુખાવામાં રાહત આપતી દવાઓમાં પણ હોઈ શકે છે.
7 કલાકથી ઓછું સુતા લોકો માટે જોખમી – ઊંઘની ઉણપથી આપણા મગજના ભાગોની સાથે શરીર પર પણ ખરાબ અસર પડી શકે છે. દિવસમાં સાત કલાકથી ઓછી ઊંઘ લેતા લોકોને વજન કંટ્રોલમાં રેહતું નથી અને સાધારણ લોકોની સરખામણીમાં તે મોટાપણાના ઝડપથી શિકાર થાય છે. ઊંઘની ઉણપથી શરીરમાં લેપ્ટનના લેવલમાં ઉણપ આવે છે અને ધ્રેલિનનું સ્તર વધે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team