ત્વચાને ચમકીલી બનાવવા અને ટેનીંગ દૂર કરવા માંગો છો, તો આ રીતે કરો મલાઈનો ઉપયોગ

મલાઈનો ઉપયોગ આપણે હંમેશા કરતા આવ્યા છીએ અને તેનો ઉપયોગ મોટાભાગે ખાવા માટે જ કરવામાં આવે છે. પરંતુ મલાઈના બીજા પણ ઘણા ફાયદા જણાવવામાં આવે છે. ભારતમાં ઘણા લોકો ત્વચાની સંભાળ માટે મલાઈનો પણ ઉપયોગ કરે છે. ઘણા બ્યુટી પ્રોડક્ટ્સમાં દૂધ અને મલાઈ ભરપૂર હોવાનું કહેવાય છે. મલાઈ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ તે ઘણા લોકો માટે નુકસાનકારક પણ છે.

આજે અમે આ લેખમાં તમને મલાઈના ઉપયોગ વિશે અને તેને શા માટે ફાયદાકારક કહેવાય છે તે વિશે વાત કરવાના છીએ. પરંતુ ધ્યાન રાખો કે તે કેટલાક લોકો માટે ખરાબ પણ સાબિત થઈ શકે છે કારણ કે તેમને તેનાથી એલર્જી હોય છે. મલાઈ ખૂબ જ તૈલીય અને ભેજથી ભરપૂર હોય છે અને તેથી ખીલ થવાની સંભાવના ધરાવતી ત્વચાવાળા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

અંતે, મલાઈ ત્વચા માટે શા માટે ઉતમ કહેવાય છે? 

જો કે મલાઈ માટે વધુ સંશોધન કરવામાં આવ્યું નથી, પરંતુ તો પણ કેટલાક અભ્યાસ તેના ઉપયોગ વિશે જણાવે છે. મલાઈમાં લેક્ટિક એસિડ અને આલ્ફા હાઈડ્રોક્સી એસિડ હોય છે.

2018 માં કેમિસ્ટ્રી જર્નલ ઑફ મોલેક્યુલ્સમાં પ્રકાશિત થયેલા એક લેખમાં જણાવવામાં આવ્યું હતું કે આલ્ફા હાઇડ્રોક્સી એસિડ યુવી-કિરણોને કારણે સૂર્યના નુકસાનને અટકાવી શકે છે.

તેવી જ રીતે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો એક અહેવાલ કહે છે કે આલ્ફા હાઇડ્રોક્સી એસિડ ત્વચાના એક્સ્ફોલિયેશનમાં મદદ કરી શકે છે. આ અહેવાલ મુજબ કોસ્મેટિક ઉત્પાદનોમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ્સ પણ એક સામાન્ય ઘટક હોય છે.

હવે આપણે તે તો જાણી લીધું કે મલાઇનો ઉપયોગ કરવાની સલાહ કેમ આપવામાં આવે છે, પરંતુ જો વાત મલાઈના ઉપયોગની કરીએ તો તે કેવી રીતે કરવામાં આવે તે પણ જાણી લો.

ચેહરા પર મલાઈનો ઉપયોગ કેવી રીતે કરવો ?

મલાઈનો ઉપયોગ કરવાની પાંચ જુદી જુદી રીત અમે તમને જણાવી રહ્યા છીએ.

ફેશિયલ માસ્કની જેમ મલાઈનો આ રીતે ઉપયોગ કરો – જો તમે કઈ બીજું કરવા ઈચ્છતા નથી તો ફેશિયલ માસ્કની જેમ પણ તેને સીધી ત્વચા પર લગાવી શકાય છે. પરંતુ ઘણા લોકો તે ભૂલ કરી બેસે છે કે તે મલાઈને ત્વચા પર તેમજ લગાવી દે છે જોકે તેને સ્વચ્છ ત્વચા પર લગાવવી જોઇએ જેનાથી ત્વચાના છિદ્રો વધારે બ્લોક થાય નહિ.

 • સૌથી પેહલા તમારા ચેહરાને માઈલ્ડ કલીંજરથી સાફ કરો.
 • હવે તાજી મલાઇનો ઉપયોગ કરો અને તમારા ચહેરા પર લગાવો.
 • તેને 10-20 મિનિટ માટે તેમજ લગાવેલ રેહવા દો.
 • હુફાળા પાણીથી તેને ધોઈ લો અને ટુવાલથી સાફ કરો.

મલાઈ અને મધનો ઉપયોગ

જો તમારી ત્વચા શુષ્ક છે અને તમારે ખૂબ વધારે મોઈશ્વરની જરૂર છે તો મલાઈનો ઉપયોગ કરી શકાય છે. મલાઈની સાથે થોડું મધ ઉમેરીને લગાવવાથી ત્વચા મુલાયમ પણ થાય છે અને સાથે કરચલીઓ પણ ઓછી થાય છે.

 • તમે તમારા ચેહરાને પેહલા માઈલ્ડ કલીંજરથી સાફ કરો જેનું Ph લેવલ ઓછું હોય.
 • ત્યારબાદ મલાઈ અને મધને ચેહરા પર લગાવો.
 • તેને થોડીવાર તેમજ લગાવેલ રેહવા દો અને પછી તેને સાફ કરી લો.

ટેનિંગ માટે મલાઈનો ઉપયોગ

થોડા સમય પહેલા દીપિકા પદુકોણએ મૈરી કલેયરના આપેલા એક ઇન્ટરવ્યૂમાં મલાઈનો ઉપયોગ કર્યો હતો. તે સન બર્ન અને ટેનિંગ દૂર કરવા માટે ઘણી સારી સાબિત થઈ શકે છે.

 • મલાઇની સાથે થોડો ચણાનો લોટ અને ચપટી હળદર ઉમેરો. તમે હળદરને છોડી પણ શકો છો.
 • તેને ત્વચા પર લગાવી અને થોડી વાર સુકાવા દો.
 • પછી હાથને ઉબટનની જેમ કાઢવાનો પ્રયત્ન કરો.
 • ત્યારબાદ ત્વચાને સાફ કરી અને સૂકવી લો.

ત્વચા પર ચમક માટે મલાઇનો ઉપયોગ

તમે મલાઈનો ઉપયોગ ત્વચા પર ચમક લાવવા માટે પણ કરી શકો છો. તેના માટે તમે ગુલાબ જળ અથવા ગુલાબ પાવડરનો ઉપયોગ કરો.

 • મલાઈની સાથે થોડો ગુલાબ પાવડર ઉમેરો.
 • તમે તેમાં થોડુ ગુલાબ જળ ઉમેરીને તેને થોડું પાતળું પણ કરી શકો છો.
 • હવે તેને ચેહરા પર લગાવી અને પછી તેના સુકાવા સુધી રાહ જુઓ.
 • તેમ કર્યા પછી સાધારણ ઠંડા પાણીથી તેને ધોઈ લો.
 • પેસ્ટ સુકાયા પછી ચહેરાને સૂકવી લો.

એક્સફોલીએશન માટે મલાઈ

તમે મલાઈમાં થોડી બ્રાઉન શુગર ઉમેરીને એક્સફોલીએશન માટે પણ ઉપયોગ કરી શકો છો. જો તમે સફેદ ખાંડ ઉમેરી રહ્યા છો તો ખાતરી કરો કે બારીક પીસેલી ખાંડ હોય.

તેનાથી ત્વચાને ઘસી અને પછી સાધારણ પાણીથી સાફ કરો. ત્યારબાદ ત્વચાને સૂકવી અને મોઇશ્ચરાઇઝ કરી લો.

તમે હંમેશા મલાઈની સાથે તે ઘટકો અજમાવો જે તમને સુટ કરે છે. ઘણા લોકોને મલાઈની એલર્જી પણ હોય છે, તેથી કોઈપણ પેક લગાવતા પેહલા તમે ટેસ્ટ કરી લો. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment