જમરૂખના બીજના ફાયદાઓ વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય,જે બ્લડ શુગર વાળા લોકો માટે રામબાણ ઈલાજ છે.

Image Source

જો તમે જમરૂખ ખાવાનું પસંદ કરો છો તો બીજી વાર તેના બીજને ફેંકશો નહીં. જમરૂખના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તે તમારી ઘણી બીમારીઓ દૂર કરી શકે છે.

મોસમી ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જમરૂખની મોસમ ચરમસીમાએ છે. જમરૂખમા ઘણા પોષક તત્વ જોવા મળે છે. જે ત્વચા, શરીર અને વાળ માટે ફાયદાકારક હોય છે. આ ફળને કાચું અને પાક્કું બંને રૂપે ખાવામાં આવે છે.

જમરૂખમાં ફાઇબર અને પાણીની વધારે માત્રા હોય છે જે શરીર પર ચરબી જમા થવા દેતી નથી. આ લીલા અને પીળા રંગના ફળમાં નાના કઠણ બીજની સાથે રસદાર અને નરમ પલ્પ હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો આ બીજને ખાવાનું પસંદ કરતા નથી અને તેને કાઢી નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે જમરૂખના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે? તો ચાલો જાણીએ સ્વાસ્થ્ય માટે જમરૂખના બીજના ફાયદાઓ વિશે.

Image Source

બ્લડ પ્રેશર ઓછું કરે:

હાઈ બ્લડપ્રેશર ના દર્દીઓને ડોક્ટર સામાન્ય રીતે જમરૂખ ખાવાની સલાહ આપે છે. જમરૂખના બીજમાં પોટૅશિયમ વધારે માત્રામાં હોય છે જે લોહીના પ્રવાહને નિયંત્રિત કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

Image Source

વજન ઘટાડે:

જમરૂખમાં ફાઇબર વધારે માત્રામાં જોવા મળે છે. તેમાં કોલેસ્ટ્રોલની માત્રા હોતી નથી. જમરૂખના બીજનું સેવન કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ ઘટે છે. તેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. તેમાં જોવા મળતા વિટામિન અને ખનીજો પેટ ભરેલું રાખે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી.

Image Source

કબજિયાતથી છુટકારો આપે:

જમરૂખમાં ફાઈબરની માત્રા વધારે હોવાને કારણે તે રેચક પ્રભાવને વધારે છે. તે પાચનની ક્રિયાને સુધારે છે અને કબજીયાતની સમસ્યા થવા દેતી નથી. જમરૂખના બીજને સીધા ગળવાથી પેટમાં એસિડિટી થતી નથી.

Image Source

ડાયાબિટીસને નિયંત્રિત કરે:

જમરૂખના બીજમાં ડાયેટરી પ્રોટીન વધારે જોવા મળે છે. તે શુગર અને શુગરના સંયોજનો ને તોડવામાં મદદ કરે છે અને મીઠા ખાદ્ય પદાર્થોને સરળતાથી પચાવે છે. જમરૂખના બીજ પ્રોટીનથી ભરપૂર હોય છે, જે શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને ઓછું કરે છે. ટાઇપ-૨ ડાયાબિટીસના દર્દીઓ માટે જમરૂખ અને તેના બીજ એક ઉત્તમ ખોરાક છે.

Image Source

જમરૂખના બીજનું સેવન કેવી રીતે કરવું:

જમરૂખની સાથે તમે તેના બીજને ચાવીને ખાઈ શકો છો. આ ઉપરાંત તમે તેને પીસીને જમરૂખનું જ્યુસ અથવા સ્મુધી રૂપે સેવન કરી શકો છો. સાથેજ આઈસ્ક્રીમ અથવા ફ્રુટ સલાડમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment