હર્દય ની તંદુરસ્તી રહેશે સારી જો દરરોજ કરશો આ યોગાસન..

આજકાલ તણાવ ભર્યા વાતાવરણ માં હર્દય ને લગતા રોગ થવા સામાન્ય છે. ચિંતા ની વાત એ છે કે નવજુવાન માં આ બીમારી જડપ થી ફેલાઈ રહી છે આવા માં સારી રીતે  ખાનપાન અને દિનચર્યા નું પાલન કરવું જરુરી છે. તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ જોખમ ન લેવું હોય તો તમારી દિનચર્યા માં યોગાસન નો સમાવેશ કરવો.

Image Source

ચાલો હર્દય ની તંદુરસ્તી માટે ના યોગાસન વિશે જાણીએ..

ત્રિકોણાસન

Image Source

ત્રિકોણાસન કરવા થી હર્દય સ્વસ્થ થાય છે. આ આસન કરવા થી વજન પણ ઓછું થાય છે. જાડા લોકો માટે આ આસન ખૂબ જ ફાયદાકારક છે. ત્રિકોણાસન કરવા થી સ્વાસ ફેલાય છે અને છાતી લયબદ્ધ થઈ જાય છે. આ આસન કરવા માટે બંને પગ ને પહોળા કરો. તમારા  કરોડરજ્જુ ને વાળો. ત્યારબાદ એક હાથ નીચે લઈ જાવ. હવે તમારો જમણો હાથ ઉપર લઈ જાવ. તમારા જમણા હાથ ની આંગળી ને જુઓ. 15-20 સેકંડ પછી સીધા થઈ જાવ. હવે આ જ રીતે ડાબા હાથ અને પગ જોડે પણ કરો.

તાડાસન

   

Image Source

તાડાસન થી હર્દય મજબૂત બને છે. આ આસન દરમિયાન ઊંડો સ્વાસ લેવાના કારણે ફેફસા ફુલે છે. અને તેમની સફાઇ પણ થઈ જાય છે. આ આસન કરવા થી એકાગ્રતા વધે છે. આટલું જ નહીં આ આસન કરવા થી સ્વાસ સંતુલિત બને છે. આ આસન ને કરવા માટે સૌથી પહેલા તમે સીધા ઊભા રહી જાવ. યાદ રાખો કે આ આસન ને કરતાં સમયે કમર કે ગરદન જુકવી ના જોઈએ. હવે બને હાથ ને ઉપર રાખો અને ધીરે ધીરે સ્વાસ લેતા લેતા શરીર ને ઉપર ખેચો. આ આસન ને 2-4 મિનિટ સીધી કરો અને પછી ધીમે ધીમે સ્વાસ છોડતા સામાન્ય સ્થિતિ માં આવી જાઓ.

વૃક્ષાસન

Image Source

આ આસન કરવા થી શારીરિક મુદ્રા નું સંતુલન સારું રહે છે. આ આસન થી ખભા પહોળા થાય છે.અને હર્દય ને સારું બનાવે છે. વૃક્ષાસન એક સ્થિર વૃક્ષ ની નકલ છે. તે એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. આ આસન કરવા થી પગ અને પીઠ મજબૂત થાય છે. આ આસન ને કરવા માટે સીધા ઊભા રહેવું. ત્યારબાદ  તમારા જમણા ઘૂંટણને વાળતી વખતે તમારા જમણા પંજાને ડાબી જાંઘ પર રાખો. પછી તમારા હાથને ફોલ્ડ કરો અને જોડાઓ. તમારા ડાબા પગને સીધો રાખો અને સંતુલન જાળવો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment