નિર્દય બનેલી એક ‘માં’ એ તેના નાના ફૂલ જેવા બાળકના બે હોઠ ફેવીકિકથી ચિપકાવી દીધા અને પછી જે બન્યું…

વિશાળ દુનિયામાં અલગ-અલગ લોકો થાય છે. જેમાં અમુક લોકો માટે સ્પે. “વિચિત્ર” શબ્દનો પ્રયોગ કરવો પડે. આવા લોકોની પ્રકૃતિ જ સરખા ચિત્ર વગરની વિચિત્ર હોય છે. આપણી આજુબાજુ પણ ઘણા લોકોના સ્વભાવ વિચિત્ર હોય છે. તમે પણ યાદ કરો તમારી આસપાસ કોણ વિચિત્ર હોય એવું વ્યક્તિ છે?

વિચિત્ર માણસનો વ્યવહાર પણ બધાથી અલગ હોય છે. તેને લોકો સાથે ભળવું ન ગમે, લોકોના વિચારોમાં સહમત ન થાય અને બધાથી અલગ જ કામ કરવામાં તેનું દિમાગ માનતું હોય છે. એવી જ એક એવી ઘટના લઈને અમે આવ્યા છીએ. આ ઘટના આ આર્ટીકલમાં જણાવવાનો અર્થ એવો થાય છે કે, માણસની નિર્દયતા અને તેની વિચિત્રતાની હદ ક્યાં સુધી હોય છે  એ જુઓ તો ખરા…

તમે ‘ફેવીકિક’નું નામ તો સાંભળ્યું હશે અને તેનું કામ પણ ખબર હશે. ગણતરીની સેકન્ડોમાં કોઈ વસ્તુને મજબૂતાઈથી ચીપકાવવા માટે ફેવીકિકનો વપરાશ થાય છે. માત્ર ૫ રૂપિયામાં મળતી આ વસ્તુ એટલી સખત છે કે, કોઇપણ તૂટેલી વસ્તુને ફટાકથી ચોંટાડી દે છે. પણ આ જ ફેવીકિકનો ઉપયોગ કોઈ માણસ પર કરવામાં આવે તો? કદાચ તમને ખબર હશે કે, બે આંગળી વચ્ચે ફેવીકિક સહેજ માત્ર ચોંટી જાય છે તો આંગળીની શું હાલત થાય છે.

એમ બિહારના છપરા જીલ્લામાં રહેતી એક મહિલાએ તેના પેટના જણેલા બાળક માટે કૈંક એવું કર્યું કે, જેને જિંદગીભર માફ કરી ન શકાય. બાળકના બહુ રડવાથી કંટાળેલ આ મહિલાએ તેના જ બાળકને બે હોઠને ફેવીકિકથી ચિપકાવી દીધા. કેટલું દર્દ થયું હશે એ કોમળ બાળકને!! આવી મહિલાઓને વિચિત્રની સાથે નિર્દય પણ કહેવાય અને આવી વ્યક્તિનો જિંદગીમાં ભરોષો પણ ન કરાય.

બાળક સૌ કોઈને વહાલા છે પણ આવી હરામખોર વ્યક્તિઓને કોણ સમજાવે દર્દની ભાષા શું હોય? પછી તો એ બાળકને હોસ્પીટલે લઇ જવામાં આવ્યું અને હાલ અત્યારે બાળકની તબિયત પણ સારી છે અને ખતરામાંથી બહાર છે. ડોકટરે એ ફૂલ જેવા કોમળ બાળકની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી એટલે હવે કોઈ ચિંતા નથી.

આ ઘટના પછી નાના બાળકની ‘માં’ આખા ગામમાં નફરતથી પ્રખ્યાત થઇ ગઈ હતી. લોકો તેને ટોણા મારીને બોલાવે છે. તેના પતિ સાથે પણ સારા ચાલતા સંબંધ બગડ્યા. હદયમાં દયા વગરની આ મહિલા કદાચ નહીં જાણતી હોય કે, જેને ઘરે સંતાન નથી તેને બાળક વિશે પૂછો તો ખબર પડે!!

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *