ઘરમાં વૃદ્ધિ કેમ નથી થતી? હોય શકે છે તેના આ 30 કારણો

આજે હર કોઈ એવી ફરિયાદ કરે છે કે, ઘરમાં વૃદ્ધિ થતી નથી, પૈસામાં વૃદ્ધિ નથી થતી, ઘરમાં મુશ્કેલીઓ છે, પૈસા હોવા છતાં પણ જરૂરતો પૂરી થતી નથી. જો તમારી સાથે પણ આવું કંઈક થતું હોય તો તમારે સૌ પ્રથમ આ મુશ્કેલીઓનું કારણ શોધવું જોઈએ અને પછી તે કારણોને દૂર કરવા જોઈએ જે આપણા ઘરની વૃદ્ધિને નાશ કરે છે અને મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે.

Image Source

આજે આ લેખમાં અમે તમને ઘણા એવા કામો વિશે બતાવીશું જે તમારા ઘરની વૃદ્ધિ થતી અટકાવે છે. જે કરવાથી ગરીબી આવે છે,એવા કાર્યો જે જીવનમાં મુશ્કેલીઓનું કારણ બને છે.

ચાલો જાણીએ તે વસ્તુ કે કાર્યો કયા કયા છે જે કરવાથી ઘરમાં વૃદ્ધિ થતી નથી, જે ગરીબી લઈને આવે છે.

૩૦ એવા કાર્યો જે કરવાથી ઘરમાં વૃદ્ધિ થતી નથી.

જો તમે પણ ઘરમાં તંગી,ગરીબી અને બેદરકારી થી પરેશાન છો તો તમે આ વસ્તુઓ અને કાર્યો કરવાના ટાળો જેના વિશે અમે તમને અહીં જણાવવાના છીએ.

જો તમે તે કાર્યોથી દૂર રહેશો તો તમારા ઘરમાંથી ગરીબી દૂર થઈ જશે અને વૃદ્ધિ આવશે.

૧. નહાવાની જગ્યાએ પેશાબ કરવાથી:

જો તમે પણ જાણતા અજાણતા નહાવાની જગ્યાએ પેશાબ કરો છો તો તે પણ તમારા ઘરની ગરીબીનું કારણ બની શકે છે.

૨. તુટેલા કાંસકાથી વાળ ઓળવાથી:

તુટેલા કાંસકાથી વાળ ઓળવા એ પણ અશુભ માનવામાં આવે છે.

૩. તૂટેલા સામાનનો ઉપયોગ કરવાથી:

જેમ કે, તૂટેલા વાસણમાં ભોજન કરવું વગેરે એવી વસ્તુઓ જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ.

૪. ઘરમાં કચરો રાખવાથી:

ઘણા લોકો પોતાના ઘરમાં સાફ-સફાઈ રાખતા નથી તમને જણાવી દઈએ કે વડીલોના અનુભવથી આ કામ પણ બેદરકારીનું કારણ બને છે.

૫. સંબંધીઓ સાથે ગેરવર્તન કરવાથી:

ઘણા લોકોની ટેવ હોય છે, પોતાના સંબંધીઓની મજાક ઉડાવવાની.

૬. ડાબા પગથી પાયજામો પહેરવાથી:

ડાબા પગથી પાયજામો પહેરવો કે ચપ્પલ પહેરવી એ પણ અશુભ માનવામાં આવે છે.

૭. મહેમાન આવે ત્યારે ગુસ્સે થવાથી:

કેટલાક લોકો મહેમાન આવવાથી મોં બગાડે છે, અને તેના જવાની રાહ જુએ છે.

૮. આવક કરતાં વધુ ખર્ચ કરવો:

આવક કરતાં વધુ ખર્ચ કરવાની ટેવ તમે એક દિવસ ગરીબ બનાવી દે છે.

૯. દાંતથી રોટલી કાપીને ખાવાથી:

જાતથી રોટલી કાપી કાપીને ખાવી એ પણ અશુભ માનવામાં આવે છે.

૧૦. દાંતથી નખ કાપવાથી:

દાંતથી નખ કાપવાથી વૃદ્ધિ થતી નથી સાથે જ નખ પણ ખરાબ થાય છે.

૧૧. ઉભા ઉભા પાયજામો પહેરવાથી:

વડીલોના અનુભવ પરથી ઉભા ઉભા પાયજામો અને પેન્ટ પહેરવું એ પણ સારું નથી.

૧૨. સ્ત્રીઓનું ઉભા ઉભા વાળ બાંધવું:

ઘણી સ્ત્રીઓ ઉભા ઉભા વાળ ઓળે છે કે બાંધે છે, તેઓની માટે પણ ગરીબીનું કારણ કોણ છે.

૧૩. સવારે સૂર્ય નીકળ્યા પછી સૂતા રહેવાથી:

સવારે વહેલા ઉઠવાના ઘણા સારા ફાયદા હોય છે.

૧૪. વૃક્ષ નીચે પેશાબ કરવાથી:

વૃક્ષ નીચે પેશાબ કરવો એ પણ ખોટું માનવામાં આવે છે, તેનાથી પણ ઘરમાં ગરીબી આવે છે.

૧૫. શૌચાલયની અંદર વાત કરવી:

આજના યુગના લોકો ઘણા વ્યસ્ત રહે છે તેથી તેઓ સૌચાલય ની અંદર પણ મોબાઈલ વગેરે દ્વારા વાતો કરે છે.

૧૬. ઉધું સૂવું:

ઘણા લોકોને ઉંધા સુવાથી વધુ સારી ઉંઘ આવે છે, જ્યારે તેઓને ખબર હોવી જોઇએ કે તેમની આ ટેવ ખૂબ જ ખરાબ છે.

૧૭. કબ્રસ્તાનમાં હસવું:

કબ્રસ્તાન એટલે કે સ્મશાન હસવું એ પણ અશુભ માનવામાં આવે છે.

૧૮. રાત્રે પીવાનું પાણી ખુલ્લુ મૂકવાથી:

પીવાનું પાણી રાત્રે ખુલ્લુ મૂકવું જોઈએ નહીં.

૧૯. ખરાબ વિચારો કરવા:

કોઈનું ખરાબ વિચારવું કે મનમાં ખરાબ વિચારો લાવવાથી પણ સારું થતું નથી.

૨૦. હાથ ધોયા વગર ભોજન કરવાથી:

હાથ ધોયા વગર ભોજન કરવાથી પણ ઘરમાં વૃદ્ધિ થતી નથી.

૨૧. દરેક સમયે પોતાના બાળકને શ્રાપ આપવાથી:

દર સમયે પોતાના બાળકને ખીજાતા રહેવું પણ સારું નથી. તેનાથી ભગવાન ગુસ્સે થાય છે.

૨૨. દરવાજા પર બેસવાથી:

કેટલાક લોકોની દરવાજા પર બેસવાની ટેવ હોય છે કે તેમને સારું લાગે છે જ્યારે એવું કહેવામાં આવે છે કે દરવાજા તરફ માથું રાખીને સૂવું પણ ન જોઈએ.

૨૩. લસણ અને ડુંગળી ની છાલ બાળવી:

ઘણી સ્ત્રીઓ ડુંગળી, લસણ વગેરેની છાલ ઉતારીને ફેંકી દેવાને બદલે ચુલામાં જ બાળી નાખે છે, જેનાથી આનંદની વૃદ્ધિ જતી રહે છે.

૨૪. મીણબત્તી કે જ્યોતને ફૂંક મારીને ઓલાવવાથી:

તમે તમારા માતા-પિતા કે બીજા કોઈ વડીલો પાસેથી સાંભળ્યું હશે કે, મીણબત્તી, અગરબત્તી વગેરે જેવી વસ્તુઓને ફૂંક મારીને ઓલાવવી જોઈએ નહીં.

૨૫. ખોટી શપથ લેવી:

ખોટા વચનો આપવાથી પણ માનવના જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

૨૬. ઊંધા ચપ્પલ જોઈને તેને સીધા ન કરવા:

જો તમને ઊંધા ચપ્પલ દેખાય તો તેને તરત જ સીધા કરી દો કેમકે આ ચપ્પલ પણ તમારા જીવનમાં ઘણા ફેરફાર કરી શકે છે.

૨૭. ઘરમાં કરોળિયાના જાળાં હોવા:

ઘરમાં કરોળિયાનું જાળું હોવું એ નિર્જનતા ની નિશાની માનવામાં આવે છે, તેથી ઘરમાં કરોળિયાનું જાળું રાખવું જોઈએ નહીં.

૨૮. રાત્રે ઝાડુ કાઢવાથી:

રાત્રિના સમયે ઝાડુ ન કાઢવું એ પણ અયોગ્ય માનવામાં આવે છે. આવું કરવાથી પણ ઘરમાં વૃદ્ધિ થતી નથી.

૨૯. દાન ન આપવું:

દાન ન કરવાથી પણ ઘરની વૃદ્ધિ જતી રહે છે અને ગરીબી આવે છે.

30. નિષ્કર્ષ:

આ તે વસ્તુઓ કે કાર્યો છે જેને કરવાથી ઘરમાં વૃદ્ધિ થતી નથી, જે ગરીબી લઈને આવે છે. આવી ઘણી વસ્તુઓ છે જે વડિલોએ પોતાના અનુભવ પરથી રજૂ કરી છે અને આવા કાર્યો કરવાની મનાઈ કરી છે.

જો તમે પણ ઇચ્છો છો કે, તમારા ઘરમાં વૃદ્ધિ થાય તો આવા કાર્યો કરવાનું ટાળો, આ પ્રકારના કાર્યોથી છુટકારો મેળવવાની બનતી કોશિશ કરો ત્યારે જ તમારા ઘરમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થઇ શકશે.

જો તમને આ લેખ ગમ્યો હોય તો સોશિયલ મીડિયા ઉપર જરૂર શેર કરો.

આ આર્ટિકલની માહિતી જેને જરૂર છે ત્યાં સુધી પહોંચાડીને આંગળી ચિંધ્યાનું પુણ્ય તમે પણ કમાઈ કરજો. મિત્રો સાથે આ માહિતીને શેયર કરજો.

આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Fakt Gujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *