100 kg નું હતું વજન, 3 મહિના માં ઘટાડી ને કરી નાખ્યું 20 kg અને બની ગયો મોડેલ..

Image Source

વજન વધતાં ની સાથે શરીર માં ઘણી બધી તકલીફો થવા લાગે છે. વજન વધતાં જ બોડી શેપ પણ બગડી જાય છે. જેના લીધે કપડાં તો ફિટ થાય જ છે. સાથે જ confidence પણ ઘટે છે.વજન ઓછું કરવા માટે લોકો વર્ક આઉટ થી લઈ ને dieting સુધી ના બધા જ ઉપાય કરે છે. આટલું કર્યા પછી પણ ઘણીવાર વજન ઓછું નથી થતું.

Image Source

બિહાર ના રહેવા વાળા મોહમ્મદ અસાદ કયામ ની ઉમર 22 વર્ષ ની છે. અને તેમનું વજન વધી ને 100 kg નું થઈ ગયું હતું. જેના થી તેમના શરીર પર સ્ટ્રેચ માર્ક પડવા લાગ્યા. અને તબિયત ખરાબ થવા લાગી. અસાદ એ તેની વિલ પાવર થી 3 જ મહિના માં 20 kg વજન ઓછું કર્યું.

આ રીતે કર્યો વજન ઓછું કરવાનો નિર્ણય

Image Source

અસાદ કહે છે કે તેમને અલગ અલગ ફૂડ ખાવા નો ખૂબ શોખ છે. મને ખબર છે કે મારુ વજન વધી રહ્યું છે પણ મે બહુ ધ્યાન ન આપ્યું. મારા શરીર પણ સ્ટ્રેચ માર્ક થઈ ગયા. ગૂગલ પર સર્ચ કર્યું તો સ્ટ્રેચ માર્ક કોલેસ્ટ્રોલ વધવાના કારણે થયા છે તેવી માહિતી મળી. ત્યારે મને ચિંતા થઈ અને મે વજન ઓછું કરવાનો નિર્ણય લીધો.

વજન ઘટાડવાનો ડાયટ પ્લાન

1. બ્રેકફાસ્ટ

Image Source

Egg ભૂરજી, બ્રાઉન બ્રેડ, 200 ml બટર મિલ્ક, એક વાટકો પૌંઆ

2. લંચ

Image Source

એક વાટકી દાળ ની સાથે 2 રોટલી, એક મોટી પ્લેટ ભરી ને સલાડ

3. ડિનર

ટામેટાં ની પિયુરી ની સાથે સોયા chunks, 150 gm બાફેલું ચિકન

4. પ્રિ- વર્કઆઉટ meal

એક ગ્લાસ ભરી ને બીટ,પુદીના અને લસણ નું જ્યુસ, બ્લેક કોફી, એક કે બે કેળા

5.  પોસ્ટ-વર્કઆઉટ meal

Image Source

10 બદામ અને 5 અખરોટ, 100 gm પનીર કે પછી ટોફુ

વર્ક આઉટ પ્લાન

Image Source

વજન ઓછું કરવા માટે હું રોજ 10 km દોડતો અથવા તો ચાલતો.આ ઉપરાંત નોન exercise એક્ટિવિટી થરમોજેનેસીસ નું રૂટિન પણ ફોલો કરતો. મારા  ટ્રેનર્સની દેખરેખ માં  45 મિનિટ કાર્ડિઓ, 60 મિનિટ સ્ટ્રેન્થ ની ટ્રેનિંગ કરું છું. અને અઠવાડિયા માં 4 વાર Zumba કે ક્રોસ ફિટ પણ કરું છું.

લાઇફ સ્ટાઇલ માં કર્યો બદલાવ

વજન ઘટાડવા માટે મારી લાઇફસ્ટાઇલ માં ખૂબ બદલાવ કર્યો. મે સમય પર સુવાની અને ઊંઘવાની આદત કરી દીધી. સાથે જ મે જંક ફૂડ ખાવાનું પણ છોડી દીધું. પર્યાપ્ત પાણી પીતો અને સંભવ હોય તો સીડીઓ ચઢતો. મારી ડાયટ માંથી શુગર ને પણ બાકાત કરી દીધી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment