તા. ૧૦ થી ૧૬ જુનનું સાપ્તાહિક રાશિફળ – આટલી રાશિને થઇ શકે ઓચિંતા લાભ

નીચે જણાવેલ પાંચ રાશિના લોકો માટેનો સમય થોડો કપરો જશે, એ સાથે અમુક બાબતો પણ જાણી લો. એ સિવાય બીજી બધી રાશિવાળા લોકો માટે સમય સુપર-ડુપર રહેવાની સંભાવના છે. તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

જુન મહિનો અને ગરમીની સીઝન ચાલી રહી છે ત્યારે એ પણ જાણી લઈએ કે રાશિફળ શું જણાવી રહ્યું છે? ભાગ્યમાં આકરા તાપ જેવી પરીક્ષા લખી છે કે એસી જેવી ઠંડી લહેર? ચાલો, જોઈએ રાશિફળની માહિતી…

આજના સાપ્તાહિક રાશિફળના લેખમાં તમને તમારી ખુદની રાશિ વિશે પણ જાણવા મળશે. બસ, તમે આ લેખને છેલ્લે સુધી વાંચવાનું ભૂલતા નહીં. અહીં તારીખ ૧૦ થી ૧૬ સુધીનું સપ્તાહ દર્શાવવામાં આવ્યું છે, જે દરમિયાન ચંદ્રની ગતિ સિંહ થી લઈને વૃશ્વિક રાશિ સુધી જશે. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર ઉપર શનિની વક્ર નજર રહેશે; સાથે રાહુ-કેતુની દ્રષ્ટિ પણ ચંદ્રમાં પર રહેશે. આ યોગ એવું સૂચવે છે કે, આ સપ્તાહ અમુક રાશિ માટે શુભ રહેશે અને અમુક રાશિના લોકોને સાવચેતી સૂચવે છે. ચંદ્રના બે અશુભ યોગને કારણે કર્ક, સિંહ, તુલા, વૃશ્વિક અને ધન રાશિના લોકો કોઈ ખોટા નિર્ણયમાં ફસાઈ શકે એવી સંભાવના છે. અજાણ્યા ડરને કારણે મનની વ્યથિત સ્થિતિ રહે તેવા પણ કારણો બની શકે છે. સાથે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતમાં આ પાંચ રાશિના લોકોને ધનહાનિ થવાની શક્યતા છે.

આ દિવસો દરમિયાન ચંદ્ર પર બૃહસ્પતિ અને મંગળનો પ્રભાવ પડવાથી ૭ રાશિનો સમય સારો અને શુભ રહેશે. મેષ, વૃષભ, મિથુન, કન્યા, મકર, કુંભ અને મીન રાશિના લોકોનો સમય શુભ પસાર થશે. ભાગ્યનું ચડતું પાનું થશે, સાથે ઓચિંતા લાભ થવાની શક્યતા છે. ચાલો, એ સાથે બધી જ રાશિનું સાપ્તાહિક રાશિફળ જોઈએ…

તારીખ ૧૦ થી ૧૬ સપ્તાહ દરમિયાન રાશિફળ આ મુજબનું હોઈ શકે છે

મેષ

 • કામકાજ માટેનો સમય શુભ તેમજ વેપાર-ધંધાના ગુંચવાયેલ પ્રશ્નનો નિર્ણય આવી શકે.
 • કમાણી કરવા માટેના નવા આયોજન બનાવી શકો છો.
 • કોન્ફીડન્સ લેવલ ડાઉન જશે એટલે ખુદ જાતને સંભાળવી.

વૃષભ

 • નાના ઉપાયોથી આર્થિક સ્થિતિ સુધરે એવી શક્યતા છે.
 • ધંધા-વેપાર કે નોકરીમાં સારી સફળતા મળી શકે છે.
 • વૈવાહિક સ્થિતિ સારી બની શકે છે અથવા સંબંધનું નક્કી થઇ શકે એવા કારણો બની શકે છે.
 • ઘન અને માન-સમ્માન મળવાના યોગ છે.

મિથુન

 • આ સપ્તાહ સારી રીતે પસાર થશે અને જીવનના અગત્યના નિર્ણય લઇ શકો છો.
 • ઘરથી દૂર રહેતા લોકો માટે પરિવારના લોકોને મળવાનો યોગ બની શકે છે.
 • નોકરીની વધુ જવાબદારી લઇ શકો છો, કોઈ તકલીફ નહીં પડે.

કર્ક

 • ચંદ્રની સ્થિતિ બદલશે એટલે નોકરીમાં અધિકારી સાથે ઝઘડાનું કોઈ કારણ બની શકે છે.
 • વિચાર કરેલા કામમાં અટકળ આવશે. એ કારણે માનસિક થાક અનુભવાય એવું કારણ આવી શકે.
 • નવા સામાજિક સંબંધ બની શકે છે.

સિંહ

 • આ સાત દિવસ આ રાશિ માટે યોગ્ય નથી. શુભ કામ કરવાનું ટાળવું જોઈએ.
 • અજાણ્યા વ્યક્તિનો ડર અને માનસિક સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના વધુ છે.
 • દુર્ઘટના થવાની સંભાવના છે તથા પૈસાનો વ્યય થઇ શકે છે.

કન્યા

 • આ સમયમાં લીધેલા નિર્ણયની અસર લાંબા સમય સુધી રહી શકે છે.
 • અમુક તકલીફને હળવી કરવામાં સાનુકુળતા રહેશે. ઉચ્ચ અધિકારીથી ફાયદો થશે.
 • યાત્રાની યોગ છે તેથી પ્રવાસ થઇ શકે છે.

તુલા

 • આવકમાં વધ-ઘટ થવાથી મનમાં વિચારો વધુ આવવાની સંભાવના છે.
 • આ સમયમાં ગુપ્ત દુશ્મન એક્ટીવ થઇ શકે છે.
 • કરિયર, પૈસા, પરિવાર અને લવ લાઈફમાં બદલાવ થવાની સંભાવના છે.

વૃશ્વિક

 • ઘર વપરાશની વસ્તુ વધુ ખરીદી કરવાની થઇ શકે છે.
 • કોઈ નવું કામ શરૂ ન કરો તો સારૂ રહે.
 • ખર્ચ વધશે અને પગાર અટવાય જવાની સંભવિતપણે સ્થિતિ બની શકે.

ધન

 • કોઇપણ કામમાં મહેનત વધુ અને પરિણામ ઓછું મળી શકે છે.
 • ઓફીસમાં માનસિક સ્થિતિ ખરાબ થાય એવું કંઈક બનવાની સંભાવના છે.
 • પ્રેમી સાથેનો સમય ખરાબ પસાર થશે.

મકર

 • કરિયર રીલેટેડ સારા ઓપ્શન બનવાના યોગ છે.
 • આખું સપ્તાહ ઇમ્પ્રેશન જમાવવાનું જશે.
 • તમારા કામથી લોકો પ્રભાવિત થશે, જેનો બહુ ફાયદો થશે.

કુંભ

 • પાર્ટનર કે રોજના સંબંધોમાંથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે.
 • કમાણીના મામલે ઉતાર-ચઢાવ આવશે.
 • દુશ્મનથી સાવધાન રહેજો અને દેણું થવાની શક્યતા છે.

મીન

 • ખુદની કાબિલિયતમાં શક થાય એવા કામ કરવા પડે એવી શક્યતા છે.
 • મહેનત કરશો તો સફળતા હાંસિલ થઇ શકે છે.
 • નજીકથી જોડાયેલા લોકો સાથે ઉદારનીતીથી વર્તન કરશો તો સારા સંબંધ સચવાય જશે એવી શક્યતા છે.
 • સાપ્તાહિક રાશિફળની માહિતી સાથે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં આવે છે અવનવી માહિતીઓનો ખજાનો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *