ચેહરાના માસ્ક ને ધોવા અને સૂકવવા ની યોગ્ય રીત જાણો.

Image source

કોરોના વાયરસ ના કહેર ને રોકવામાં માસ્ક ની ભૂમિકા વિશેષ માનવામાં આવી છે. એન-૯૫ અને સર્જીકલ માસ્ક ની ઉણપ ના લીધે તેને સ્વાસ્થ્ય કર્મીઓ અને રોગીઓ માટે અનામત રાખવામાં આવ્યું છે. સર્જિકલ માસ્ક ને જ્યાં એક વાર ઉપયોગ કર્યા પછી ફેકી દેવા નો હોય છે, ત્યાં એન-૯૫ માસ્ક ને પણ પાંચ વાર થી વધારે ઉપયોગ ન કરી શકાય. એવમાં લોકોને કાપડ ના માસ્ક લગાવવાની સલાહ આપવામાં આવી છે. કાપડ નું માસ્ક એટલા માટે પણ સારું હોય છે કેમ કે તેને ધોઈ ને ફરીથી ઉપયોગ કરી શકાય છે. જો તમે પણ કાપડ માં માસ્ક નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે આ જાણવું પણ ખુબજ જરૂરી છે તેને કેમ ધોવું અને સુકવવવું જોઈએ. ચાલો જાણીએ કે કાપડ ના માસ્ક ને ધોવા અને સૂકવવા ની યોગ્ય રીત કઈ છે.

કાપડ ના માસ્ક ને દરરોજ ધોવુ.

અમેરિકા ના સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એટલે કે સીડીસી મુજબ આપણે કપડા ના માસ્ક ને દરરોજ ધોવું જોઈએ. જેમ કે તમે કોઈ એવી જગ્યા એ જઈ ને આવયા છો જ્યાં થોડી ભીડ છે, જેમ કે ડિપારટમેન્ટલ સ્ટોર પર જાવ છો તો પછી ઘરે આવીને તરત જ માસ્ક ધોવું. જો તમે ભીડ ભરેલી જગ્યા પર નથી જઈ રહ્યા કે તમારું માસ્ક ગંદુ કે ભીનું નથી થઈ રહ્યું તો ક્યાંય થી પણ આવ્યા પછી તમારા વોશિંગ મશીન માં કે કપડા ની ડોલ માં નાખી શકો છો અને પછી સુવિધા મુજબ ધોઈ શકો છો.

Image source

૧. હાથ થી ધોતી વખતે.

જો તમારી પાસે વોશિંગ મશીન ન હોય તો તમે તેને હાથ થી પણ ધોઈ શકો છો. તેના માટે એક ડોલ માં ગરમ પાણી ભરો. તેમાં કોઈ પણ ડીટરજન્ટ નાખો અને માસ્ક તેમાં નાખી દો. ત્યારબાદ માસ્ક ને હાથ થી જોર જોર થી ઘસી ઘસીને ધોવો. તમારે પાણી માં ઓછા મા ઓછું અડધો કલાક માટે માસ્ક ને પલાળીને રાખવા નું છે, જેથી બધા કીટાણુ મરી જાય. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઇ ને તડકા મા સૂકવી દો.

૨. વોશિંગ મશીન મા.

માસ્ક ધોતી વખતે એ નક્કી કરવું જરૂરી છે કે બધા કીટાણુઓ મરી જાય. એટલા માટે જો વોશિંગ મશીન નો ઉપયોગ કરી રહ્યા છો તો તેને ગરમ સેટિંગ પર રાખો, જેથી બધા બેક્ટેરિયા અને વાયરસ મરી જાય. કોઈપણ ડીટરજન્ટનો ઉપયોગ કરી શકાય છે. તેમ કરવાથી માસ્ક સાફ થશે અને તમને ઉપયોગ કરવામાં પણ સારું લાગશે.

૩. કાગળ નું માસ્ક.

કાગળના માસ્ક ઘણી વાર પહેરવા માટે નથી બન્યા હોતા અને તેને સેનેટાઈઝર કરવું પણ મુશ્કેલ હોય છે. જો તમે કાગળના માસ્ક ને કામ મા લઈ રહ્યા છો તો એકવાર પેહરીને પછી પેપર બેગ માં નાખીને સુરક્ષિત જગ્યા પર રાખી દો. પાંચ દિવસ પછી તેને ફરીથી ઉપયોગ મા લઈ શકો છો.

કેવી રીતે સાફ કરવું ચેહરા નું માસ્ક ફિલ્ટર.

જો તમે કોફી ફિલ્ટરનો ઉપયોગ કાપડના ચહેરાના માસ્કની વચ્ચે મૂકીને અથવા સીધા કોફી ફિલ્ટર માસ્કની મદદથી કરી રહ્યા છો તો એક વાર ઉપયોગ કર્યા પછી કોફી ફિલ્ટર ફેંકી દો અને નવા ફિલ્ટરનો ઉપયોગ કરો.

બ્લીચ નું સોલ્યુશન તૈયાર કરો.

અમેરિકા ના સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પિવેસન (સીડીસી) ને માસ્ક ધોવા માટે બ્લીચ નું સોલ્યુશન તૈયાર કર્યા પછી બતાવ્યું છે કે, જેને તમે આ જુદી જુદી રીતે તૈયાર કરી શકાય છે.

  • ચાર કપ પાણી મા ચાર નાની ચમચી બ્લીચ નાખો.
  •  બ્લીચ નું પ્રમાણ તપાસવું કે તે વસ્તુ નું ચેપ દૂર કરવા માટે બન્યું છે કે નહિ.
  •  તેની સાથે એ પણ તપાસવું કે શું તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે તેવું તો નથી ને?
  •  કેટલાક બ્લીચ એવા પણ હોય છે કે ફકત બ્લીચીંગ નું કામ કરે છે, તે ચેપ ને દૂર નથી કરતા.
  •  તેજ બ્લીચ કામ મા લો. જે રંગીન કપડા માટે સુરક્ષિત હોય, નહિ તો તમારા માસ્ક નો કલર ફિકો પડી જશે અને તમને ઉપયોગ કરવામાં પણ સારું નહિ લાગે.
  •  બ્લીચ ની સમાપ્તિ ની તારીખ તપાસો.
  •  ઘરેલુ બ્લીચ માં કોઈ પણ અમોનીયા કે બીજા સાફ સફાઈ માં કામ આવનારા ક્લીનર ન ઉમેરો.
  •  બ્લીચ સોલ્યુશન માં ચેહરા ના માસ્ક ને પાંચ મિનિટ માટે નાખો.
  •  સાદા પાણી મા સારી રીતે ધોઈ લો.
  •  સારી રીત થી સુકવ્યા પછી જ કામમાં લેવું.

ચહેરાના માસ્ક ધોયા પછી સુકવવાની પદ્ધતિ

  • જો તમારા માસ્કમાં ઇલાસ્ટિક લાગી છે તો તમે તેને હવામાં સૂકવી લો અને જો માસ્કમાં કપડાની દોરી લાગી હોય તો તમે તેને મશીન મા ડ્રાયર માં પણ સૂકવી શકો છો.
  •  બહારના તડકામાં સૂકવતા સમયે તેને સનેટાઈઝર કરેલી જગ્યા પર સીધુ મૂકી દો. જો તમે તેને સીધા સૂર્યપ્રકાશ હેઠળ સૂકવશો તો તે વધુ સારું રહેશે.

Image source

માસ્ક સાફ કરવા વિશે કેટલીક વધુ બાબતો.

૧. કાપડ ના માસ્ક ને ઉકળતા પાણીમાં નાખવા થી ચેહરા ના માસ્ક નું કપડું ખરાબ થઈ શકે છે. તેમજ જનરલ ઓફ ધ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર રેસ્પાયરેટરી ઉત્પાદન મા છાપેલા એક સંશોધન મુજબ, ૭૦ ડિગ્રી સેં ટિગેટ પર ૩૦ મિનીટ સુધી ડ્રાઈ હિટિંગ કરવા થી કોઈ પણ રીત ના વાયરસ દૂર થઈ જાય છે અને તેનાથી કપડા ને નુકશાન પણ નથી પહોચતું. ઘર માં માસ્ક ને ડ્રાઈ હિટ કરતી વખતે ઓવન બેગ મા નાખી શકો છો કે પ્રેશરકુકર માં પણ નાખી શકો છો. તેને ઓવન માં સુધી ન નાખવું જોઈએ, નહિતર આગ લાગી શકે છે. ઓવન મા ડ્રાઈ હિટ કરતી વખતે એ વાત નુ ધ્યાન રાખવાનું છે કે એજ ઓવન મા માસ્ક નાખો, જે ઓવન માં એર ફિલ્ટર હોય, નહિતર વાયરસનું ઓવન માં જ ક્યાંક છુપાઈ રહેવાની આશંકા બની રહે છે.

૨. માસ્ક ને ક્યારેય માઈક્રોવેવ કરીને સાફ કરવાનું વિચારવું પણ નહિ. એક તાજેતરના સંશોધન દર્શાવે છે કે માઈક્રોવેવ મા એન-૯૫ માસ્ક નું ફિલ્ટર પીગળી જાય છે. તેની સાથે માસ્ક માં જો કોઈપણ પ્રકાર ની ધાતુ નો ઉપયોગ થયો હોય, જેમકે નાક પર ફીટ કરેલી પટ્ટી, તો માઈક્રોવેવ ની અંદર માસ્ક માં આગ લાગી શકે છે. તેમજ કાપડના માસ્કમાં પણ માઇક્રોવેવમાં આગની સંભાવના રહે છે. માઇક્રોવેવ તેમાં રહેલા વાયરસ અને બેક્ટેરિયાને મારતા નથી.

એક માસ્ક વધારે રાખો.

ચૂકી કપડાં ના માસ્ક ને હંમેશાં ધોઈ ને જ પહેરવાનું હોય છે, અેટલે તમારી પાસે એક કે બે વધારે માસ્ક હોવું જોઈએ.

માસ્ક ક્યારે બદલવા અને કેવી રીતે ફેંકવું.

જો માસ્ક નું કાપડ ફાટી જાય અથવા તેમાં છિદ્રો થઈ જાય, તો માસ્ક ફેંકી દો. સર્જીકલ કે એન – ૯૫ માસ્ક ને ત્યારે તરત જ બદલો, જ્યારે તે ગંદુ કે ભીનું થઈ જાય. માસ્ક ને સીધું કચરા માં ન ફેકવુ. પેહલા તેને સારી રીતે ધોઈ, સૂકવી , ગડી કરીને પ્લાસ્ટિક ની થેલી માં નાખીને સીલ કરો. ત્યારબાદ જ કચરા મા ફેકવું.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment