મધ્યપ્રદેશના આ પાંચ સ્ટ્રીટ ફૂડના લોકેશન વિશે જાણીને મોઢામાં પાણી આવી જશે – અહીં સ્વાદની મજા હોય છે હટકે..

નામ છે – “મધ્ય પ્રદેશ” અને ફુડની વાત કરીએ તો છે અહીં કંઈક નવો જ સ્વાદ. દરેક પ્રકારના સ્ટ્રીટ ફુડમાં નવી જ પ્રકારની લહેજત જોવા મળે છે. આપણે આજે પણ એવી રીતે અલગ-અલગ લોકેશન વિશે જાણવાના છીએ કે, અહીં મળતી વાનગીઓનો સ્વાદ દાઢે લાગે એવો છે. શરત બસ એટલી કે, તમારે મધ્યપ્રદેશ આવવું પડે તો. ચાલો, કરીએ મધ્યપ્રદેશમાં સ્વાદની મોજીલી સફર.

(૧) ભોપાલ :

સાજી સંસ્કૃતિના લોકોમાં ઉમદા સ્વાદની રાજધાની માલવાના પઠારના પૂર્વમાં છેડા પર આવેલું આ લોકેશન છે. અહીંના શહેરોમાં મુસ્લિમ સમુદાયની ખાસ્સી એવી વસ્તી રહે છે. તેથી જ અહીં સ્ટ્રીટ ફૂડના શોખીનો માટે ઘણા વિકલ્પો મળી રહે છે. સુલ્તાનીયા રોડવાળી શેરીને હવે “ચટોરી ગલી” એવું હિન્દી નામ મળી ગયું છે. તેનું કારણ છે નોનવેજના શોખીનો માટે આ જબરદસ્ત જગ્યા બની ગઈ છે.

અહીં સૌથી લોકપ્રિય કબાબ વધુ સ્વાદની મજા આપે છે. તેમજ અહીં ખીચડો, સૂપ, બિરયાની પણ મળે છે. આટલું જ નહીં આ ચટોરી ગલીની બીજી બાજુ પાણીપુરી, ચાટ અને આલુપુરીની તો શું વાત કરવી!!! મોડી રાત સુધી નાસ્તા અને ચા-કોફી માટેની આ સ્પેશિયલ જગ્યા બની ગઈ છે. અહીંના લોકોમાં આજે પણ એટલી જ પસંદ છે.

(૨) ઇન્દોર :

અહીં તો હોટડોગને એવોર્ડ મળવા પાત્ર છે. છપ્પન દુકાનનો મશહૂર હોટડોગ લોકોને વધુ પસંદ આવે છે. જુના ઈન્દોરમાં રાત્રે દુકાનો બંધ થતાં માણસોની ભીડ જામવા લાગે છે. અહીં રગડો, ચાટ, ભુટ્ટાની કચોરી, દહીંવડા એટલા ફેમસ છે કે જોઈને પણ મોં માં પાણી આવી જાય. આ ફૂડ બજારમાં શાકાહારી અને માંસાહારી બંને ખાવા માટેની વસ્તુઓ મળી જાય છે.

(૩) ગ્વાલિયર :

આમ તો ગ્વાલિયર પર મરાઠા લોકોનું રાજ રહ્યું હતું, પણ સ્ટ્રીટ ફૂડની સંસ્કૃતિમાં મરાઠા અસર જોવા મળતી નથી. આલુની સબ્જી સાથે ખાવાનું ચલણ અહીંથી લોકપ્રિય બન્યું છે. અહીં એથી વિશેષ દુધ અને દુધમાંથી બનતી વાનગીઓ પણ ખૂબ લોકપ્રિય છે અને એમાં પણ જલેબી સાથે દહીં ખાવાની પ્રથા બહુ મજા આપતી રીત છે. અહીં તલની વસ્તુઓ બહુ ચર્ચિત છે. ગ્વાલિયર જાવ તો તમે પણ આ સ્ટ્રીટ ફૂડ નો આનંદ જરૂરથી લેજો.

(૪) મહાકૌશલ :

ખોયાની જલેબી, ચાટનો જોરદાર ટેસ્ટ જેવી મળતી વાનગીઓ માટે આ જગ્યાને પુરસ્કાર આપવો જોઈએ. સ્વાદના શોખીનો માટે અહીં સ્વર્ગ જેવો માહોલ હોય છે. જબલપુર ખોયાની જલેબી, ચાટ અને પકોડા માટે ખૂબ જાણીતું છે. જુના જબલપુરમાં માંસાહારી સમોસા પણ અહીંના લોકોને ખૂબ જ પસંદ આવે છે.

(૫) બુંદેલખંડ :

બધી જ પ્રકારના પકવાનો પસંદ કરતા લોકોમાં આ જગ્યાનો બહુ ક્રેઝ છે, ત્યારે તેમાં રોસ્ટેડ માછલી બહુ ખાવામાં આવે છે. અહીં દહીવડા જેવી એક વાનગી છે, જે આખા શહેરમાં બધે જ લોકપ્રિય છે. બીજી વાત જણાવીએ તો અહીં અડદ દાળની કચોરી લોકપ્રિયતાનો એવોર્ડ લઈ ચૂકી છે.

આ પાંચ જગ્યાઓ મધ્યપ્રદેશની લોકપ્રિયતામાં વધારો કરે છે અને વાત જ્યારે સ્વાદના શોખીનો માટે સ્ટ્રીટ ફૂડની આવે તો બાકી રહે કંઈ ખરૂ!! બસ ખાવાનો શોખીન હોવા જોઈએ તમે પણ નેક્સ્ટ ટૂર પ્લાન કરો ત્યારે મધ્યપ્રદેશની એકવાર જરૂરથી મુલાકાત લેજો. અહીં માણસો પણ મજાના છે અને એથી વિશેષ અહીંની વાનગીઓ….

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *