તમારું પાર્ટનર તમને ઇગ્નોર કરે છે તો અજમાવો આ ટેકનીક – સંબંધને સુધારી લેવાનો એક અદ્દભુત ઉપાય…

જીવનમાં જ્યાં-જ્યાં ‘સંબંધ’ એવું નામ આવે ત્યારે એ બંને બાજુએ નિભાવાય છે. પરંતુ જયારે લાઈફમાં પાર્ટનર દૂરી રાખવા લાગે અથવા નાની-મોટી વાતમાં ઇગ્નોર કરવા લાગે ત્યારે સમજવું કે સંબંધમાં કંઈક તકલીફ પડી છે. જો આ તકલીફને દૂર ન કરીએ તો લાંબા સમયના પરિણામે ‘બે’ વ્યક્તિઓ વચ્ચેનું અંતર વધી જાય છે.

શું તમારા વચ્ચે પણ કંઈક આવું બન્યું છે? તમને પાર્ટનર સાથે કંઈક તકલીફ છે? અમે જણાવી એવી સ્થિતમાંથી તમે હાલ પસાર થઇ રહ્યા છો? સંબંધમાં જીવવાની મજા નથી આવતી? જો આવા પ્રશ્નો તમારા જીવને ઘુટન આપી રહ્યા હોય તો આજનો આર્ટીકલ તમારા માટે બેસ્ટ છે. આજે અમે અહીં એવી ટીપ્સ જણાવી છે, જેનાથી બે વ્યક્તિ વચ્ચેના પ્રશ્નને સોલ્વ કરી શકાય છે. આ આર્ટીકલમાં પાર્ટનર કેમ ઇગ્નોર કરે છે તેનું કારણ જાણી શકાશે. તો વાંચો અંત સુધી.

  • ઝઘડો કરવાથી બચવું

ઘણીવાર એવું બનતું હોય છે કોઈક બીજાનો ગુસ્સો આપણા પાર્ટનર પર નીકળતો હોય છે, તો આં એક એવું કારણ બને છે જે બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર વધારી દે છે. મુખ્ય મુદ્દામાં પાર્ટનર ઇગ્નોર કરે છે તો એ બાબત પર ઝઘડો કરવાનું ટાળો. એમ કરવા પાછળનું કારણ જાણી લો તો પ્રશ્નને સોલ્વ કરી શકાય. જો તમારું પાર્ટનર તમને સાવ ઇગ્નોર કરે ત્યાં સુધીની હદે પહોંચી જાય તો એ સમયે તેની સાથે શાંતિથી બેસીને મીઠા શબ્દોથી કારણ જાણવાની કોશિશ કરો કે, તેની નારાજગી કે ગુસ્સો ક્યાં કારણે છે એ જાણો. જો તમારે સંબંધ સુધારવો હોય તો ભૂલથી પણ ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ.

  • સંબંધ સાચવવા માટે વચ્ચેનો રસ્તો કાઢો

જો તમારે પાર્ટનર સાથે કંઈક ઘટના કે દુર્ઘટના બની છે અને એ તમને સતત ઇગ્નોર કરે છે તો એ વાતને આગળ વધારવી ન જોઈએ. એ પ્રશ્નને સોલ્વ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. એ માટે કોઈ નજીકની વ્યક્તિ કે ઘરના કોઈ સભ્યની મદદ લઇ શકાય છે. પરંતુ સંબંધને સુધારી લેવો જોઈએ.

  • પાર્ટનરને પહેલા ઘ્યાનથી સાંભળો

અચાનક એક એવો મોડ આવી જાય જેમાં તમને પણ ખબર ન હોય અને પાર્ટનર તમને ઇગ્નોર કરવા લાગે તો એ સમયે તેની સાથે બેસીને ઇન્ગોર કરવા પાછળનું કારણ જાણવું જોઈએ. એ માટે તેને પ્રેમથી, મીઠાશથી પૂછી શકાય છે. વિશેષ કે, સંબંધને બગડતો અટકાવવા માટે પહેલા પાર્ટનરની બધી વાતને ધ્યાનથી સાંભળો. કદાચ તેની વાત તમારા કરતા યોગ્ય પણ હોય અને તેને લીધે એ તમને ઇગ્નોર કરવા લાગ્યા હોય. એ માટે પહેલા શ્રેષ્ઠ શ્રોતા બનો. એ બાદ કોઈ વચ્ચેનો રસ્તો શોધીને પ્રશ્નને સોલ્વ કરી શકાય છે.

  • ખુલીને કોઇપણ બાબતે ચર્ચા કરી લેવી

બે વ્યક્તિ વચ્ચેના સંબંધમાં કોઇપણ તકલીફ ઉદ્દભવી હોય તેને સામસામે બેસીને સોલ્વ કરી શકાય છે. પણ મોટાભાગના લોકો એવું કરે છે પોતે જાતે જ બધા નિર્ણય લઈને તેને ફોલો કરવા લાગે છે પરિણામે સારા એવા સંબંધમાં પણ તિરાડ પડી જાય છે. જો પાર્ટનર ઇગ્નોર કરવા લાગે ત્યાં સુધી વાત પહોંચી ગઈ હોય તો એ બાબતે પાર્ટનર સાથે સીધી વાતચીત કરીને કારણ પૂછી શકાય છે. એથી વિશેષ હઠને કાયમ જીવતી રાખવી એ પણ સંબંધમાં કાતર ચલાવવા જેવી વાત છે. જતું કરતા શીખી જવું જોઈએ.

  • તમે જ પહેલા સંબંધની જાળવણી રાખો

આમ તો બધા સંબંધોમાં ક્યારેક નાના-મોટા ઝઘડા થતા રહેતા હોય છે તેનો મતલબ એ નથી કે એ વ્યક્તિ નકામું થઇ ગયું છે અથવા તેને કોઈ હવે રીલેશનમાં રસ રહ્યો નથી. તમારા સંબંધમાં પણ કોઈ પ્રકારની તકલીફ સર્જાઈ હોય અને પાર્ટનર તમને ઇન્ગ્નોર કરવા લાગ્યું હોય તો તમે જ તેનું કારણ જાણવાની કોશિશ પહેલા કરો. વધુ વાદ-વિવાદ પર ઉતરવાને બદલે ડાયરેક્ટ કારણ જાણવાની કોશિશ કરશો તો કદાચ તમને સીધું જ સોલ્યુશન મળી જશે. એ માટે સંબંધ સુધારવાનો પ્રયત્ન તમે જ પહેલા કરો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

1 thought on “તમારું પાર્ટનર તમને ઇગ્નોર કરે છે તો અજમાવો આ ટેકનીક – સંબંધને સુધારી લેવાનો એક અદ્દભુત ઉપાય…”

Leave a Comment