કહવામાં આવે છે કે ‘છીછોરે’ ના સેટથી સુશાંતે બનાવ્યો હતો આ વિડીયો, જોઇને થઈ જશો ભાવુક

સુશાંત સિંહના નિધનથી પૂરો દેશ દુખી છે. સોશલ મીડિયા પર દરેક લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે તેનો એક જુનો વિડીયો સોશલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેનો આ વિડીયો ફિલ્મ છીછોરેના સેટનો છે. વિડીયોને ફિલ્મના ડિરેક્ટર નીતેશ તિવારીએ શેર કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મેકઅપ દરમ્યાન સુશાંત ખુબ જ મસ્તી કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતના આ વિડીયોને શેર કરી નીતેશે લખ્યું, ‘જયારે તમે કામ પર પણ મસ્તી કરતાં હતા.’ આ વિડીયો સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો. આ વિડીયો પરથી જોઈ શકાય કે સુશાંત કેટલા ખુશદિલ માણસ હતા. જણાવી દઈએ કે સુશાંત તેના આવાસ પર મૃત હાલતમાં જોવા મળ્યા હતા. તે ફક્ત 34 વર્ષના જ હતા. મુંબઈ પોલીસ પૂરી ઘટનાક્રમ ની તપાસમાં લાગેલી છે.

જણાવી દઈએ કે દિલ્લી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થી સુશાંત સિંહ રાજપૂતે 2002 માં કોલેજ છોડી દીધી હતી અને મનોરંજનની દુનિયામાં કામ માટે પહુંચ્યા હતા. શરૂઆતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર રહેલા સુશાંતે 2009 માં ટેલિવિઝન સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ થી લોકપ્રિયતા મેળવી હતી. આ સિરિયલ 2009 થી 2011 સુધી ચાલી હતી જેની નિર્માતા એકતા કપૂર હતી. અભિનેતાએ 2013માં ‘કાયપો છે !’ થી ફિલ્મી કરિયરની શરૂવાત કરી હતી. તેમણે ‘શુદ્ધ દેશી રોમાંસ’, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘રાબતા’, ‘કેદારનાથ’ અને ‘સોનચિડિયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની છેલ્લી ફિલ્મ ‘ડ્રાઈવ’ હતી જે સીધી નેટફ્લીક્સ પર રિલીજ થઈ હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment