ખેલાડી હોવા છતાં નિભાવી એક ‘માં’ ની ફરજ, તેના બાળકને કરાવ્યું સ્તનપાન

એક માં અને બાળક નો સંબંધ સૌથી ખાસ હોઈ છે. માં તેના બાળક ખાતિર કઈ પણ કરવા તૈયાર હોઈ છે. એક માં ની  મમતા હમેશા બધી જ વસ્તુઓ થી ઉપર હોઈ છે. એક ‘માં’ ની  ભલે કેટલી પણ નામના કેમ ના હોઈ, પરંતુ તે હમેશા તેના બાળકને જ પહેલી પ્રાથમિકતા આપે છે. હાલમાં જ વાયરલ થયેલી એક ‘માં’ ની તસ્વીરો માં તે જોવા મળી રહ્યું છે. હકીકતમા સોશલ મીડિયા પર એક ફોટો ખુબ જ જડપથી ફેમસ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક ‘માં’ સ્પોટ ડ્રેસ પહેરી ખુરશી પર બેઠા બેઠા તેના બાળકને સ્તનપાન કરાવી રહી છે. સુત્રો મુજબ તે એક વોલીબોલ ખેલાડી છે.    

આ પૂરી ઘટના ‘મિજોરમ સ્ટેટ ગેમ ૨૦૧૯ ’ની છે. આ તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે મિજોરમ માં એક વોલીબોલ ખેલાડી છે. જયારે તે આ ખેલ રમી રહી હતી ત્યારે તેણે ત્યાં તેનું ૧૦૦ ટકા આપ્યું પરંતુ સાથે જ તેનો ‘માં’ હોવાનો ફર્જ પણ ખુબ જ સારી રીતે નિભાવ્યો. તેના બાળકની ભૂખનું પણ પૂરું ધ્યાન રાખ્યું. આ મહિલાએ પહેલા વોલીબોલ મેચ રમી પછી આ ખેલ વચ્ચે થોડો ટાઈમ બ્રેક મળ્યો તો તે તુરંત જ તેના બાળકને સ્તનપાન કરાવા લાગી. ત્યારે જ કોઈ એ આ ખુબસુરત સમયને કેમેરા માં કેદ કરી લીધો. અને તેની લોકપ્રિયતા ઈન્ટરનેટ પર ખુબ જ વધી ગઈ.

આ ફોટાને નિંગલાંગ હંગલ નામના વ્યક્તિ એ ફેસબુક પર પર શેર કર્યું અને એ પણ જાણકારી આપી કે આ ફોટો ‘મિજોરમ સ્ટેટ ગેમ ૨૦૧૯’ ની છે ત્યાં એક ‘માતા’ ખેલ દરમ્યાન તેના ૭ મહિના ના બાળકને સ્તનપાન કરાવી રહી છે.

જાણકારી મુજબ આ મહીલા નું નામ લાલ્વેંતલુંઆંગી છે જે તુઈકુમ વોલીબોલ ટીમની એક ખેલાડી છે. આ મહિલાની તસવીર વાયરલ થતા જ તે મિજોરમ ના ખેલમંત્રીની નજર માં પણ આવી ગઈ. આ ફોટો ને જોતા જ તેણે ખુશ થઈ આ મહિલાને ૧૦,૦૦૦ રૂપિયા ઇનામ આપવાનું નક્કી કર્યું.

ત્યાં જ સોશલ મીડિયા પર લોકો આ મહિલા ને સલામ કરી રહ્યા છે. અને તેના ભરપેટ વખાણ થઈ રહ્યા છે. આ મહિલા તે માણસ માટે પ્રેરણાદાયક છે જેને લાગે છે કે બાળક થયા બાદ તેનું કરિયર અથવા નોકરી ખતમ થઈ જાય છે. એક મહિલા ની અંદર એટલો પાવર હોઈ છે કે તે જોબ અને બાળક બંને એકસાથે સંભાળી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment