શું મોં ની ખરાબ દુર્ગંધથી આવે છે શરમ? તો અપનાવો આ દેશી ઔષધી જે મોં ની દુર્ગંધને દૂર કરીને આપશે એકદમ ફ્રેશ ફીલ…

દિવસ દરમિયાન આપણે અનેક ચીજ ખાતા હોઈએ છીએ. એમાં અમુક ખાદ્ય વસ્તુ સખત મોં ની દુર્ગંધ પેદા કરતી હોય છે. અથવા તો પાન-મસાલા પણ મોં માં દુર્ગંધ આવવાનું એક કારણ બની શકે છે. મેડીકલ સંશોધનકર્તાના આંકડાઓ અનુસાર બધા રોગના દર્દીઓ કરતા પણ મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યાવાળા વ્યક્તિઓ વધુ હોય છે.

આયુર્વેદમાં મોં ની અંદરની કાળજીને પણ મહત્વ આપવામાં આવ્યું છે. દિનચર્યામાં દાંતની સફાઈનો પણ નિયમ બનાવવો જોઈએ. આયુર્વેદમાં ઘણી એવી ઔષધિઓ છે જે મોં ની દુર્ગંધને દૂર કરી શકે છે. અમુક ઔષધિઓનું ચલણ તો ઘરમાં પણ કરવામાં આવતું હોય છે પણ આપણે એ માહિતીથી અજાણ હોવાને કારણે વધુ ધ્યાન આપતા નથી. આજના રસપ્રદ આર્ટીકલમાં એ જ જણાવવામાં આવ્યું છે કે એવી કઇ આયુર્વેદિક ઔષધો છે જેનાથી મોં ની દુર્ગંધને દૂર કરી શકાય છે. વિગતવારની માહિતી જાણવા માટે આ આર્ટીકલને છેલ્લે સુધી વાંચવાનો ભૂલશો નહીં.

આયુર્વેદમાં મોં ની દુર્ગંધ વિષે શું માનવામાં આવે છે?

મોં ની અંદર ખોરાકના કણ ફસાયેલા રહેવાથી અથવા લાંબા સમય સુધી ખોરાક દાંત કે પેઢામાં ભરાયેલો રહે તો મોં ની દુર્ગંધ પેદા થાય છે. આયુર્વેદમાં તેને મુખદુર્ગંધી કહેવામાં આવે છે. સૌથી મુખ્ય મોં ની અંદરની સફાઈ થવી જરૂરી છે, જેમ બહારથી શરીરને પાણીથી સાફ કરવાની જરૂર પડે છે એ રીતે! કૈવીટી પણ એક એવી સમસ્યા છે જેનાથી મોં માંથી અતિ ખરાબ સ્મેલ આવી શકે છે. આયુર્વેદમાં આ સમસ્યાને મુખરોગ દ્વારા દર્શાવવામાં આવે છે.

મોં ની દુર્ગંધ દૂર કરવા માટેની આયુર્વેદિક ઉપચાર પદ્ધતિઓ:

(1) દાંતણ :

 • મોં ની દુર્ગંધથી બચવા માટે ખોરાક લીધા પછી તરત જ દાંતણ કરી લેવાથી મોં ની દુર્ગંધની સમસ્યામાંથી છુટકારો મળે છે. દાંતણ માટે મુલાયમ અને પાન વગરની ઝાડની ડાળીનો ઉપયોગ કરી શકાય છે.
 • દાંતણ માટે ગુગળ, પીપળી, બાવળ, લીમડો જેવા ઝાડની પોચી ડાળીનો ઉપયોગ કરવામાં આવે છે.
 • બજારમાં દાંતણની જેમ અંદરથી મોં સાફ કરવા માટેના આયુર્વેદિક પાઉડર પણ મળે છે, જે પણ એક સારો એવો વિકલ્પ છે.

(2) જીવ્હ્યા નીરલેખન :

 • આ પદ્ધતિમાં દાંતની સફાઈ પછી જીભની સફાઈ કરવામાં આવે છે.
 • આ પદ્ધતિથી જીભની સફાઈ માટે તાંબુ, સોનું કે ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા ઝાડની પાતળી છાલની મદદ લેવામાં આવે છે.
 • આ પદ્ધતિથી શરીરમાં પાચનશક્તિ વધારવામાં પણ મદદ મળે છે. અને સાથે મોં ની દુર્ગંધમાંથી પણ છુટકારો મળે છે.

(3) કોગળા :

 • આયુર્વેદમાં મોં ની સફાઈ માટે કોગળાને પણ ઉત્તમ માનવામાં આવ છે. આ પદ્ધતિ પણ મોં ની દુર્ગંધ દૂર કરવા માટે કારગર છે.
 • કોગળા માટે ઔષધીય પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રવાહીને મોં ની અંદર ચારેબાજુ દબાણથી ફેરવી કોગળા કરવાના હોય છે.

મોં ની દુર્ગંધ દૂર કરવા માટેના ઘરેલું ઉપચાર :

તજ :

Image source

 • તજ સ્વાદિષ્ટ ઔષધી છે, જેનો સ્વાદ તીખો, મીઠો અને તૂરો હોય છે.
 • તજમાં મોં ના જીવાણુંને દૂર કરવાની શક્તિ હોય છે. સાથે તજ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

એલચી :

Image source

 • એલચી પાચન શક્તિમાં સુધારો કરે છે અને જઠરને કાર્યક્ષમ બનાવે છે. શ્વસનની સમસ્યામાં પણ એલચી ઉપયોગી છે.
 • એલચીનો અર્ક અથવા એલચીનું સેવન મોં ની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે.

લીમડો :

Image source

 • લીમડાનો સ્વાદ કડવો હોય છે પણ ગુણની વાત કરીએ તો લીમડો અતિગુણકારી હોય છે.
 • લીમડાના પાનને ચાવવાથી કે પાઉડરથી મોં ની દુર્ગંધ દૂર થાય છે.

હળદર :

Image source

 • હળદર એન્ટીબાયોટીકનું વર્ક કરે છે. સાથે સુંગધી હોવાથી હળદર પણ બેસ્ટ ઔષધ છે.
 • હળદર દાંતની સમસ્યાને પણ દૂર કરી શકે છે.

તલ :

Image source

 • તલ શરીરને ઉર્જા આપે છે. સાથે પ્રજનન, શ્વસન અને પાચનતંત્રને મજબુત બનાવે છે.
 • જમ્યા પછી સેકેલા તલ કે તલના મુખવાસનું સેવન મોં ની દુર્ગંધથી બચાવે છે.

મોં ની દુર્ગંધ દૂર કરવા માટેની આયુર્વેદિક દવાઓ :

ત્રિફળા ચૂર્ણને આયુર્વેદમાં સૌથી બેસ્ટ મોં ની દુર્ગંધ દૂર કરવા માટેની આયુર્વેદિક દવા માનવામાં આવે છે. જેમાં એક સાથે અન્ય ઘણી બધી ઔષધોને ઉમેરીને આ ચૂર્ણને તૈયાર કરવામાં આવે છે. આ ચૂર્ણ દાંત, પેઢા કે મોં ની અંદર રહેલા ખોરાકના કણમાં રહેલા જીવાણુંને નષ્ટ કરીને મોં ની દુર્ગંધ દૂર કરે છે. એ સાથે અન્ય આયુર્વેદિક દવાઓના નામમાં કુમાર ભરણ રસ તેમજ નાગરાદી ક્વાથ પણ અસરકારક દવાઓ છે.

આમ તો આ એક સામાન્ય બીમારી છે પણ આ બીમારીથી શરમ મહેસૂસ થાય છે અને અન્ય બીમારી પણ થવાની સંભાવના બને છે. સતત મોં ની અંદરથી જો દુર્ગંધ આવતી હોય તો આપ તુરંત ડોક્ટરની સલાહ લો. જે ભવિષ્યની અન્ય બીમારીથી બચાવશે.

આશા છે કે આજની માહિતી આપને પસંદ આવી હશે. આપ અન્ય માહિતી ગુજરાતી ભાષાની અંદર વાંચવાના શોખીન હોય તો ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Comment